________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા – પણ તક ગુમાવી જોઈએ નહીં. બીજી કોઈ જગ્યાએ જવા કરતાં એક સાંજે એમની પાસેથી વધુ જ્ઞાન અને સત્ય લાધશે. ભારત અને તેના લોકો વિષે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શકશે. એમનું પ્રવચન પુરું થયા પછી પ્રેક્ષક વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પૂછશે તો તેઓ યોગ્ય પ્રત્યુત્તર આપશે. આવી ઉમદા અને મહાન વ્યક્તિ, જે સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપે છે અને એ મુજબ વર્તે છે એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં ક્લબ, વિદ્વાનોના વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ સોસાયટી, થિયોસોફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યા છે. અને પીર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે. રેવન્ડ આર. એ. વ્હાઈટ, ચિકાગોઃ . ભારતના વિવિધ ધર્મોની વિશ્વધર્મ પરિષદમાં રજૂઆત કરનાર શ્રી ગાંધીને હું ઘણા પંડિતોમાંના એક વિદ્વાન ગણું છું. મારા ચર્ચમાં એમણે આપેલ પ્રવચન મારા મત મુજબ, એમની રજૂઆત કરવાની ઢબ અને વિગત એમ બન્ને દષ્ટિથી એમને છાજે એવું હતું. અને એમણે દર્શાવી આપ્યું કે એમણે પીર્વાત્ય તત્ત્વજ્ઞાન સંપૂર્ણ રીતે ગ્રહણ કરેલું છે. શ્રી ગાંધીને અંગ્રેજી ભાષા પર સારો કાબૂ છે અને તેમનામાં દરેક જગ્યાએ રસ-જિજ્ઞાસા જાગે એવું વ્યક્તિત્વ છે. માનાર્હ ઈ. બી. શેરમેનઃ
ચિકાગો વિશ્વધર્મ પરિષદના પૂર્વના ઘણા વિદ્વાનો અને વિચારકોને મળવામાં મને હંમેશા આનંદ થાય છે. તેમાંના મુંબઈના ધારાશાસ્ત્રી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી એક છે.
ભાગ્યે જ કોઈ દિવસ મારું એવું નસીબ હોય કે હું શ્રી ગાંધી જેવા એક સગ્રુહસ્થને મળ્યો હોઉં, જેનું વાચન અને સંસ્કાર વિસ્તૃત અને વિવિધ હોય તેમ જ સાથોસાથ મીઠાશ, નિખાલસતા અને જ્ઞાન આપવા માટેની તાલાવેલી જેનામાં હોય.
પ૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org