Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/005204/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | mૌલિધીજીGSાથા (શ્રી વીરચંદ રાઘવજી ગાંધી) -પન્નાલાલ ૨. શાહ MADE IN INDIA JAINA (Jain Association In North America) NOT FOR SALE (VRG Scholarship Fund) SKPG JAIN PHILOSOPHICAL & LITERARY RESEARCH Jain EducaCENTREAGHATKOPAR MUMBAPse Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કમલ પ્રકાશન શ્રેણી પુષ્પ - ૧ જ્યોતિર્ધરની જીવનગાથા (સંવર્ધિત આવૃત્તિ) (શ્રી વીરચંદ રાઘવજી ગાંધી) લે. પન્નાલાલ ર. શાહ -: PUBLISHERS :JAINA (Jain Association In North America) Shri Virchand Raghavji Gandhi Scholarship Fund C/O PRAVIN C. SHAH : 28, Dyckman Avenue, New Hyde Park, New York 11040 (U.S.A.). Ph.: 516-742-6097, 515-248-5265 E-mail: kenpet007.@hotmail.com G. M. BARVALIA - Hon.Co-Ordinature SAURASHTRA-KESARI PRAN GURU JAIN PHILOSOPHICAL & LITERARY RESEARCH CENTRE S.P.R. Jain Kanya Shala Trust, Shri Jagadhir Boda Vidya Sankul, Kama Lane, Ghatkopar (West), Mumbai - 400 086. Ph.: 516 3434, 515 5476 Page #3 -------------------------------------------------------------------------- ________________ Jyotirdhar-ni-Jeevan Gatha Written by: Pannalal R. Shah June 2001, 2nd Edition (Revised) Published by : JAINA (Jain Association In North America) Shri Virchand Raghavji Gandhi Scholarship Fund G. M. BARVALIA - Hon.Co-Ordinature SAURASHTRA-KESARI PRAN GURU JAIN PHILOSOPHICAL & LITERARY RESEARCH CENTRE પ્રાપ્તિસ્થાના ognied Hisec disez: 938, Bozlar zela, jor8 - 2. yolei 451219: G16 Zachar, è012 zs, 2148 2. Printed by :ARIHANT PRINTING PRESS Saibaba Nagar, Pant Nagar, Ghatkopar (E), Mumbai-400 077. Phone: 511 4341 Page #4 -------------------------------------------------------------------------- ________________ etganito || laura || STUS (150 ) Tshis) obrális fans Sue In Loving Memory of Sin Solusi Shri Jivraj Sobhagchand Mehta (Mumbai) Pis Donated by Kishor & Ranjan Mehta, New York Bus TRES Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકનાં પુસ્તકો જીવન ચરિત્ર જ્યોતિર્ધરની જીવનગાથા (ડિસેમ્બર, ૧૯૮૭) શ્રી વીરચંદ ગાંધી (જૈન દર્શન પરિચય શ્રેણી) જ્યોતિર્ધરની જીવનગાથા (સંવર્ધિત) ૨૦૦૧ લેખ સંગ્રહ નિરીક્ષણ અને અર્થઘટન અનુભૂતિ અને પ્રતીતિ સ્પંદન અને સંવેદન (પ્રેસમાં) કવિતા સ્મિત કર્યું ના હોત! વિવેચન શબ્દનાં ઓવારણાં સંપાદન મહુવાની અસ્મિતા માલણના કિનારે સમયચિંતન (અન્યો સાથે) તત્વ વિચાર અને અભિવંદના (અન્યો સાથે) જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ-૧ (અન્યો સાથે) જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ-૨ (અન્યો સાથે) સવીર્યધ્યાન અર્ધી સદીના આરે (પર્યુષણ વ્યાખ્યાન માળાનાં પચાસ વર્ષ) અર્ધી સદીના આરે (સંવર્ધિત આવૃત્તિ, પ્રેસમાં) હવે પછી ફૂલની મક, કેસરની સુવાસ માલતી ફૂલે મોહિયો Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ooooooo S રિક ૦ ૦ ૦ મારા જીવન ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરનાર સંસ્થાઓ – શ્રી મહાવીર સ્નાત્ર મંડળ, મહુવા શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી કિશોર રતિલાલ ગાંધી મિડલ સ્કૂલ ૧) | ૨) ૦ ૦ અને શ્રી જયંતીલાલ પ્રાગજીભાઈ પારેખ હાઈસ્કૂલા | ૩) ઉચ્ચ અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગ, ૪) સંસ્કાર અને સાહિત્ય જગતમાં મને પ્રવેશ કરાવનાર | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા | ૫) જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટને સાદર ભાવપૂર્વક Page #7 -------------------------------------------------------------------------- ________________ . જ્યોતિર્ધરની જીવન ગાથા શ્રમણ સંસ્કૃતિના સંવર્ધકને ભાવાંજલિ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફીલોસોફીકલ એન્ટ લીટરરી રીસર્ચ સેન્ટરના ઉપક્રમે ‘જ્યોતિર્ધરની જીવનગાથા’નું પ્રકાશન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુની જન્મશતાબ્દી સમિતિએ જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે સમુચ્ચિત નિધિમાંથી ઉજવણીબાદ સિલક રહેતી માતબર રકમની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટને, સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન લિટરરી એન્ડ ફીલોસોફીકલ રિસર્ચ સેંટરની સ્થાપના કરવા માટે સોંપી અને તેનો સ્વીકાર થયો એટલે આ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું તેના ઉદ્દેશ હેતુ પ્રવૃત્તિઓની વિગતો આ પુસ્તકમાં આપી છે તે જિજ્ઞાસુ વાચકોને જોઈ જવા વિનંતી. ‘માનવમિત્ર' ટ્રસ્ટના શ્રી પ્રવિણચંદ્ર ગંભીરચંદ શાહે આ કેન્દ્રની પ્રવૃત્તિમાં રસ લઈ, કેન્દ્ર દ્વારા હાથ ધરાનારી પ્રવૃત્તિઓમાંથી કાયમી ધોરણે પ્રકાશનની યોજના માટે રૂ।. એકલાખ પચ્ચીસ હજારનું દાન આપ્યું એમના પૂજ્ય માતુશ્રી કમળાબેનના નામ પરથી આ શ્રેણીને ‘કમલ પ્રકાશન શ્રેણી’નું નામ આપવાનું નક્કી થયું. આ દાન અમારા કેન્દ્રને મળે તે માટે પ્રેરણા આપનાર શ્રી પન્નાલાલ ર. શાહ અને ‘માનવ મિત્ર'ના ટ્રસ્ટીઓ શ્રી ભાઈલાલભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી કનુભાઈ તથા સમગ્ર શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પરિવારના અમે આભારી છીએ. સેન્ટર દ્વારા ગત વર્ષે અમદાવાદમાં યોજાયેલ જૈન વિદ્વાનોના સંમેલનની ફલશ્રુતિ રૂપે મધ્યકાલીન ગુર્જર જૈન સાહિત્યના સંશોધનની યોજના અંતર્ગત સેંટર દ્વારા પૂર્વાચાર્ય સોમસુંદરસુરિ કૃત બાલાવબોધ ઉપદેશમાલાના ગ્રંથનું સંશોધન સંપાદન પ્રકાશનનું કાર્ય હાથ ધરાયું છે. ઉપરાંત પ્રાચીન મધ્યકાલીન જૈન કથાનકોના સંશોધન સંપાદન, પ્રકાશનનું કાર્ય તથા ઉત્તમ કૃતિઓ અલગ અલગ વેબસાઈટ પર મૂકવાનું કાર્ય ચાલું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રી પ્રવિણચંદ્ર સી. શાહ (ન્યુયોર્ક) ચેરપર્સન વીરચંદ રાઘવજી ગાંધી સ્કોલરશીપ ફંડ (જૈના) ને મળવાનું થયું. તેમણે ξ Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા ‘જ્યોતિર્ધરની જીવનગાથા' પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવાની દરખાસ્ત કરી. શ્રી પન્નાલાલ ર. શાહે શ્રી વીરચંદ ગાંધી વિષે નવી ઉપલબ્ધ થઈ રહેલી માહિતી તેમાં આમે જ કરી સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવાનું સૂચન કર્યું અને તે અંગેનું બીડું ઝડપ્યું. તે મુજબ ઈ.સ. ૧૮૯૪માં ચિકાગોથી વીારચંદ ગાંધીએ લખેલ પત્રની નકલ, ૧૮૯૬માં પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી વીરચંદ ગાંધીને અપાયેલ માનપત્ર ઈ.સ. ૧૮૯૯માં જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને તેમને અપાયેલ માનપત્ર શ્રી દેશીનાટક સમાજના સ્થાપક અને નાટય મહર્ષિ શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી અને અન્ય મિત્રોએ રચેલ શ્રી વીરચંદ ગાંધી વિષેના પ્રશસ્તિ કાવ્યો અને અનેક ફોટોગ્રાફસ સંશોધિત કરી મેળવ્યા અને તે આ પુસ્તકમાં આમેજ કરવામાં આવ્યા છે. તેમનો ત્યા મહાવીર જૈન વિદ્યાલયમાં સચવાઈ રહેલા ચંદ્રકો અને મેડલ્સના ફોટોગ્રાફ લેવાની સંમતિ આપવા બદલ વિદ્યાલયના સંચાલકોનો આભાર માનીએ છીએ. વી.આર.જી. સ્કોલરશિપ ફંડ જૈનાના શ્રી પ્રવિણભાઈ સી. શાહ અને કમિટિના તમામ સભ્યોના આભારી છીએ. દાતા શ્રી કિશોરભાઈ મહેતા (ન્યુયોર્ક)ના ઋણી છીએ. સેંટરની વિવિધ પ્રવૃત્તિમાં આર્થિક અનુદાન આપનાર દાનવીરો તથા દેરાસરો અને ઉપાશ્રયોના જ્ઞાનખાતામાંથી સેંટરને અનુદાન આપનાર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓનો આ તકે આભાર માનીએ છીએ. પતંગિયુ જેમ એક ફૂલ પર બેસી ઉડીને બીજા ફૂલ પર જઈ પરાગરજનું આદાન પ્રદાન કરી ઉપવનને સમૃદ્ધ કરે છે તેવી જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમણ સંસ્કૃતિના સંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ અર્પણ કરું છું. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના સ્વર્ગારોહણની શતાબ્દી વર્ષમાં આ પુસ્તક પ્રગટ થાય છે તે આનંદદાયક ઘટના છે. આશા છે કે આ કેન્દ્રના ઉત્તરોત્તર વિકાસમાં સમાજનો સહયોગ મળી રહેશે. મુંબઈ ૨-૫-૨૦૦૧ ભગવાન મહાવીર કૈવલ્યકલ્યાણક ૭ ગુણવંત બરવાળિયા માનદ સંયોજક Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પ્રેરક ઘટનાનું સાકાર સ્વરૂપ ઇ.સ. ૧૯૬૩ના ઑગસ્ટ માસની આખરમાં કે સપ્ટેમ્બર માસના પ્રારંભના સપ્તાહમાં દૈનિક ‘મુંબઈ સમાચાર’ના ‘જયજિનેન્દ્ર’ વિભાગના સંપાદક શ્રી રતિલાલ ચીમનલાલ શાહ, ‘ધર્મપ્રિય’એ સૂચક ટકોર કરેલી. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દીનો દિવસ ગયો, પરંતુ જૈન ધર્મ અને સમાજે એની નોંધ સુદ્ધાં લીધી નહિ, એવી મતલબની એ ટકોર હતી. શ્રી વીરચંદ ગાંધીનો જન્મ ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ મહુવામાં થયો હતો એટલે ઈ.સ. ૧૯૬૩માં જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયો ગણાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એ વખતના મહામાત્ર (અને પછી ડિરેક્ટર) શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાનું આ બાબત મેં ધ્યાન ખેંચ્યું. એમણે કહ્યું કે, વાત સાચી પરંતુ, જન્મ શતાબ્દીની ઉજવણી માટે આજથી પ્રયત્નશીલ થવું ઘટે. મારું વતન મહુવા એટલે સ્વ. વીરચંદ ગાંધીના પૌત્રો શ્રી બચુભાઈ ગાંધી અને શ્રી રસિકભાઈ ગાંધી સાથે પત્રવ્યવહાર કર્યો. શ્રી વીરચંદ ગાંધીનું અપ્રગટ સાહિત્ય અને સુવર્ણચંદ્રકો વગેરે એમની પાસે હોવાની શક્યતા વિષે પૃચ્છા કરી. પ્રત્યુત્તરમાં એમણે આ બધું સાહિત્ય અને ચંદ્રકો વગેરે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપવાની તત્પરતા દર્શાવી. તા. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલના એ વખતના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, મહામાત્ર શ્રી કાંતિલાલ ડી. કોરા અને હું મહુવા ગયા. શ્રી વીરચંદભાઈના હસ્તાક્ષરમાં લખાયેલ નોટબુક, પત્રવ્યવહાર, સુવર્ણચંદ્રકો અને કાસ્કેટ વગેરે એમનાં કુટુંબીજનોએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કર્યા. આગળ જતાં ઇ.સ. ૧૯૭૦માં અપ્રગટ હસ્તપ્રત પરથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે The Systems of Indian Philosophy’નું પ્રકાશન કર્યું. એમના સ્વર્ગારોહણની શતાબ્દી નિમિત્તે ‘જૈના’ (Jain Association in North America)ના શ્રી વીરચંદ ગાંધી સ્કૉલરશિપ ફંડના મુખ્ય સંયોજક શ્રી પ્રવિણચંદ્ર સી. શાહ ‘જૈના'નું આગામી convention Page #10 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા : તા. ૪, ૫ અને ૬ જુલાઈ, ૨૦૦૧ના રોજ શિકાગોમાં મળી રહ્યું છે. ત્યારે જૈના' (ત્રમાસિક)નો વિશેષાંક અને વીરચંદ ગાંધીના મેં લખેલા જીવનચરિત્રનું પુનઃ પ્રકાશન કરવાની દરખાસ્ત લઈને મારા ઘેર આવ્યા ત્યારે મેં એમને એ જીવનચરિત્રની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવાનું સૂચવ્યું. એટલા માટે કે શ્રી વીરચંદ ગાંધીને ભારતમાં તા. ૨૦ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ પ્રેમચંદ રાયચંદના પ્રમુખ સ્થાને શ્રી માંગરોળ જૈન સંગીત મંડળીના ઉપક્રમે યોજાયેલ અભિવાદન સમારંભમાં આપવામાં આવેલ સન્માન પત્ર અને તા. ૨૩ સપ્ટેમ્બર ૧૮૯૯ ના રોજ જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખ પદે યોજાયેલ સમારંભમાં અપાયેલ સન્માન-પત્ર, જાણીતા નાટ્યવિદ શ્રી ડાહ્યાભાઈ ઘોળશાજી અને શ્રી વીરચંદ ગાંધીના મિત્રોએ રચેલ તેમના વિશેના પ્રશસ્તિ કાવ્યો તેમજ વીરચંદ ગાંધીએ ચિકાગોથી તા. ૨૯ જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ લખેલ પત્ર મને જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના એ વખતના મુખપત્ર ‘કોન્ફરન્સ હેરલ્ડ'ના ઈ.સ. ૧૯૧૪ના દીપોત્સવી અંક અને જૈન યુગ'ના વિ.સં. ૧૯૮૨ના ચૈત્ર માસ (ઈ.સ. ૧૯૨૬)ના અંકમાંથી મળ્યાં ઉપરાંત અમેરિકામાં એમના યોજાયેલ વ્યાખ્યાનોના સવિગત-સતસવીર પ્રચારનું મોટી સાઈઝનું પોસ્ટર મળી આવ્યું તેમજ એમના વિદેશી અનુયાયીઓ અને ભારતમાંથી જુદાં જુદાં ધર્મોના ગયેલા પાંચ પ્રતિનિધિઓની સમૂહ તસવીરો મળી. તે આ સંવર્ધિત આવૃત્તિમાં પરિશિષ્ટ રૂપે કે અન્યત્ર આમેજ કરવાનું મેં સૂચવ્યું તે મુજબ જ્યોતિર્ધરની જીવનગાથાનું માત્ર પુનઃ પ્રકાશન કરવાને બદલે એની સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવે છે ત્યારે પ્રકાશક સંસ્થાઓ અને પ્રકાશન કાર્યમાં ઉપયોગી થનાર મિત્રો-ખાસ કરીને ડૉ. કાંતિલાલ બી. શાહ, અમદાવાદ અને એક વખતના મારા સહાધ્યાયી અને સર્જક મિત્ર શ્રી ગુણવંત બરવાળિયા માનદ સંયોજક-શ્રી પ્રાણગુરુ જૈન રીસર્ચ સેન્ટર મુંબઈનો આ તકે આભાર માનું છું. * તા. ૧૮મી માર્ચ, ૨૦૦૧ – પન્નાલાલ ર. શાહ ૩૯૪-સી/૫, ગુપ્તા બિલ્ડીંગ, બીજે માળે, માટુંગા, મુંબઈ-૧૯. ફોનઃ (૦૨૨) ૪૦૧ ૬૪૨૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ SHRI PANDIT RATNACHANDRAJI JAIN KANYASHALA TRUST Conducted by Smt. P. N. Doshi Women's College of Arts Saurashtra Kesari Pranguru Jain Philosophical & Literary Research Centre Saurashtra Kesari Poojya Shri Pranguru had a very distinguished wisdom and knowledge. He contributed greatly in the study of scriptures, in collecting and preserving tadpatriya manuscripts, in establishing libraries of scriptures and pathshalas. Perceiving this unique contribution and inspired by "Saurashtra Kesari Poojya Pranguru Birth Centerary Committee" Mumbai, to immortalise the name of Gurudev on the occassion of his Birth Centeuary, the above trust has founded "Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre". The objectives of the Centre are as follows: " To study, research, edit and publish Jain philosophy, Indian Darshans civilization and literature.“ To present Jainism scientifically." To research ancient manuscripts and Tadpatriya scriptures and conduct library activities. “ Keeping Jainism at the core, to develop humanitarian activities. " To offer scholarships to students studying and researching Jain literature." To arrange lectures by scholars and saints." To organise camps and such other programmes that cultivate religious andmeritorious qualities. To publish culture oriented qualitative literature.“ To encourage research paper reading, script reading and reading of old Jain manuscripts." To extend co-operation, facilities and guidence to shravakas and saints and Mahasatijis to gain knowledge those who are working for M.A. Ph.D. or M.Phil and to publish the research work." To prepare CDS on ancient Jain books, Paintings, Sculpture, architecture etc.“ To propagate Jainism in the country and abroad by arranging seminars lectures etc and by providing information about Jain philosophy and literature through a website on the Internet. Wishing your co-operation Navneetbhai Sheth / Gunvant Barvalia S.K.P. Jain Philosophical & Litarary Research Centre Shri Jagdhir Boda Vidhya Sankul SPR Jain Kanya Shala Trust, Cama Lane, Ghatkopar (W) Mumbai - 400086. Ph. 516 3434 / 512 5658 / 515 5476 Page #12 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – [ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સ્મરણ એ જીવન છે, તો વિસ્મરણ એ મરણ. સ્મરણની પાંખે ઊડીને માનવી મધુર સ્મૃતિને મમળાવે છે, વાગોળે છે. પ્રેરક જીવન જીવી જનાર મહાપુરુષ અને પૂર્વકાલીન યશોજ્જવળ સંસ્કાર-વારસાની સ્મરણયાત્રા કદાચ લાંબી નીવડે પણ એ ભવિષ્યની. કેડી કંડારનારી બને છે, ક્યારેક જીવનનો નકશો બદલનારી નીવડે છે. કાળના સ્મૃતિ-ગર્ભમાંથી આજે અહીં એવા એક પ્રેરક જીવનની વાત કરવી છે અને તે છે સ્વનામધન્ય વીરચંદ ગાંધી. ઇ.સ.૧૮૯૩માં ચિકાગો (અમેરિકા)માં વિશ્વધર્મ પરિષદ મળેલી. એમાં એમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું. ભારતમાંથી અલ્હાબાદના પ્રા. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, પૂનાનાં મીસ સોરાબજી, બ્રહ્મોસમાજના શ્રી નગરકર, બૌદ્ધ ધર્મના સિલોનથી સી. ધર્મપાલ અને હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ આ પરિષદમાં હાજર રહ્યા હતા. સદી પહેલાંનો સમાજ અને જૈન ધર્મ ઇ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી દેશભરમાં જાગૃતિની લહેર ફેલાઈ હતી. જૂનીપુરાણી સંકુચિતતા અને રૂઢિના ત્યાગમાં સમાજ પોતાના અસ્તિત્વની સ્થિરતા જોતો જાય એવા દિવસો બહુ દૂર ના હતા. એવા પરિવર્તનને આત્મસાત કરે અને સમાજને દોરવણી આપે એવા મહાનુભાવો હજુ પારણામાં ઝૂલી રહ્યા હતા, કે હજુ અવતરવાના હતા. રાજકીય ક્ષેત્રે આવી રહેલાં પરિવર્તનની સમાજ, નીતિ, વ્યાપાર, કાયદો, ધર્મ વગેરે દરેક ક્ષેત્રમાં અસર થઈ રહી હતી. દેશોન્નતિ, સમાજોન્નતિ અને ધર્મોન્નતિ માટે દેશભરના લોકો એકતાનો મંત્ર સાધી રહ્યા હતા. એક બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મને બેઠો કર્યો તો બીજી બાજુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હિંદુ ધર્મને ઉજાળી રહ્યા હતા. તો સ્વામી વિવેકાનંદ (ઇ.સ.૧૮૬૨-૧૯૦૨)ના અવતરણની ઘડીઓ ગણાતી હતી. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – એક વસ્તુનું અનેક દૃષ્ટિકોણથી અવલોકન કરવાની દષ્ટિ આપનાર જૈન ધર્મના અનુયાયીઓ સંકુચિતતાના જ્વરથી પીડાતા હતા. એ ધર્મના આધારરૂપ ચતુર્વિધ સંઘ ગચ્છના ભેદમાં રચ્યોપચ્યો રહેતો. આવા વાતાવરણમાં સમાજની નાડ પારખીને જૈન ધર્મની ઉન્નતિ માટે શું કરવું જોઈએ, ધર્મના પ્રસાર અને પ્રચાર માટે કેવા પગલાં ભરવાં જોઈએ એ માટે મહાન વિચારકનાં સ્વપ્નો સાકાર થવાનો સમય હજુ પરિપક્વ થયો ન હતો. એક બાજુ જૈન ધર્મ આંતરિક વિખવાદનો ભોગ બન્યો હતો તો બીજી બાજુ દેશની અધોગતિ જૈન ધર્મને આભારી છે એવું પ્રસંગ આવ્ય લખવાનું કે બોલવાનું કેટલાક લોકો ચૂકતા નહીં. જૈન ધર્મને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એની વિચારસરણી સ્વતંત્ર છે એ મત હજુ સ્વીકૃત બન્યો ન હતો. જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની એક શાખા છે એમ મનાતું. આ વિધાન ન્યાયયુક્ત નથી એ સમજાવવા ઐતિહાસિક સંશોધન આવશ્યક હતું. પાશ્ચાત્ય કેળવણી લીધેલ કેટલાક શિક્ષિતો - Religious is humbug – ધર્મ એ ધતિંગ છે એમ માનતા. આવી સ્થિતિની એક પ્રક્રિયા થઈ અને સમાજમાં એક સુધારક વર્ગ ઊભો થયો. તેઓ સમાજ અને ધર્મની ક્ષતિઓ સામે આકરા પ્રહાર કરવા લાગ્યા. આમ જૈન ધર્મ – આંતરિક અને બાહ્ય – એમ બંને પરિબળોનો સામનો કરવાનો હતો. વીરભૂમિમાં જન્મ સૌરાષ્ટ્રની દક્ષિણે ગોહિલવાડ પંથકના ભાવનગર શહેરથી આશરે ૧૦૦ કિલોમીટર પર મહુવા આવેલું છે, આ શહેર પ્રાચીન અને ઐતિહાસિક છે. જાવડશા - ભાવડશાની હૈયાની કંકાવટીમાં આ ભૂમિનો રંગ ધોળાયેલો. એમણે વિ.સં. ૧૦૮માં તીર્થાધિરાજ શત્રુંજયનો તેરમો ઉદ્ધાર કરાવેલો. ‘દશકુમાર ચરિત’ના છઠ્ઠા ઉચ્છવાસમાં ચિત્રગુપ્ત નિમ્બવતીની કથા કરેલી. એમાં આ શહેરનું મધુમતી નામ મળે છે. કાન્હડદે પ્રબંધ, ૧-૭૨માં પણ ઉના અને દાઠા સાથે મહુવાનો ઉલ્લેખ મળે છે. મહારાજા કુમારપાળના સમકાલીન જગડુશા આ ભૂમિના ૧૨ ] Page #14 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – સંતાન હતા. એમણે શત્રુંજય તીર્થની માળા પ્રસંગે મહારાજા કુમારપાળની સામે ઉછામણીમાં માળનો આદેશ લીધેલો. ફુમારપાળ પ્રબંધમાં એની વાત મળે છે. હિન્દુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી આ ભૂમિના પનોતા પુત્ર હતા એવી અનુશ્રુતિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગજી ભગત, ગુજરાતી સાહિત્યમાં મસ્તકવિ'ના ઉપનામથી જાણીતા શ્રી ત્રિભુવન પ્રેમશંકર અને હરગોવિંદ પ્રેમશંકર સમર્થ વિવેચક શ્રી જીવણરામ લક્ષ્મીરામ દવે 'જટિલ'નો ઉછેર અહીં થયો છે. અનેક તીર્થોના ઉદ્ધારક શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજ (ઈ.સ. ૧૮૭૨-૧૯૪૯), શાસ્ત્રવિશારદ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (૧૮૬૭-૧૯૨૦) હજુ હવે આ ભૂમિના પારણે ઝૂલવાના હતા. આવી તીર્થ અને વીરભૂમિ આપણા ચરિત્ર નાયકની જન્મભૂમિ છે. આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં આ નગરીના લોકો સુખી અને સંતોષી હતા. જોકે સમાજ રૂઢિ અને માન્યતાબદ્ધ હતો. પરંતુ ચરિત્રનાયકના પિતા શ્રી રાઘવજીભાઈ ગાંધી ધર્મપ્રિય અને સમાજસુધારક હતા. એમને સચિત્ત વસ્તુનો આજીવન ત્યાગ હતો. હંમેશા પાણી ઉકાળીને જ વાપરતા. મરણ પાછળ રડવા-કૂટવાનો રિવાજ અયોગ્ય લાગતાં એ રૂઢિને એમણે તિલાંજલિ આપેલી. ધંધો મોતીનો પણ સચ્ચાઈ ભારોભાર. એમનું સમગ્ર જીવન ધર્મમય. આવા સચ્ચરિત્ર રાઘવજીભાઈ ગાંધીને ત્યાં વિ.સં. ૧૯૨૦ના શ્રાવણ વદ આઠમ, ઇ.સ. ૧૮૬૪ના ૨૫મી ઓગસ્ટના રોજ શ્રી વીરચંદ ગાંધીનો જન્મ થયો. એમની માતાનું નામ માનબાઈ હતું. અભ્યાસકાળ વિનોબાજીએ એક વાર પં. સુખલાલજીને પૂછ્યું: ‘તમારા જીવનમાં પરમ આનંદ કયો લાગે છે?' પ્રત્યુત્તરમાં પંડિતજીએ કહ્યું: ‘અધિકારી વિદ્યાર્થીને અધ્યયન કરાવવાનો. અધિકારી અધ્યાપક મળે એ આનંદની વાત છે અધિકારી વિદ્યાર્થી ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા - મળે એ અધ્યાપકને માટે પણ એટલી જ આનંદદાયક ઘટના છે. એના મૂળમાં જ્ઞાનપિપાસા રહેલી હોય છે. વીરચંદભાઈની તીવ્ર યાદશક્તિ અને અદભુત જ્ઞાનપિપાસા પ્રાથમિક શાળાનાં વર્ષો સફળતાપૂર્વક પાર કરવામાં કારણભૂત હતાં. વ્યાવહારિક શિક્ષણ માટે જેમ શાળામાં જતા તેમ ધાર્મિક અભ્યાસ માટે પાઠશાળામાં તેઓ નિયમિત જતા. ઉપરાંત, વ્યાખ્યાન શ્રવણ નિમિત્તે ઉપાશ્રયમાં પણ જતા. એ સમયે પ્રાથમિક શિક્ષણ પર્યાપ્ત ગણાતું. એ વખતે મહુવામાં પ્રાથમિક શાળા હતી, એટલે વિદ્યાર્થીનો અભ્યાસ અહીં પૂરો થયેલો ગણાતો. પરંતુ ગામ અને સમયની આ મર્યાદા એમના પિતા રાઘવજીભાઈને મંજુર ન હતી. એમણે પરિવર્તન પામી રહેલા સમયનો તાગ મેળવી લીધો હતો અને આધુનિક શિક્ષણની આવશ્યકતા પણ પિછાની લીધી હતી. એટલે પોતાના પુત્રના માધ્યમિક શાળાના અભ્યાસ માટે તેઓ સહફુટુંબ ભાવનગર આવ્યા. અભ્યાસમાં મશગૂલ વીરચંદભાઈએ માધ્યમિક કેળવણી જોત જોતામાં પૂરી કરી, એટલું જ નહિ પરંતુ ૧૮૮૦માં ૧૬ વર્ષની ઉંમરે મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવ્યા અને સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. અભ્યાસની સાથે એમણે અન્ય પ્રવૃત્તિઓમાં અને જીવનોપયોગી પુસ્તકોના વાચનમાં રસ કેળવેલો, જે એમના વિકાસમાં આગળ જતાં પોષક બન્યો. જૈન સમાજના પ્રથમ સ્નાતક શ્રી વીરચંદભાઈનો અંગ્રેજી ભાષા પર સારો કાબૂ હતો. એમનો અભ્યાસમાં રસ, એકાગ્રતા અને બુદ્ધિપ્રધાનતાના ગુણો પારખીને એમને ઉચ્ચ કેળવણી આપવામાં એમના પિતાશ્રીએ જરા પણ કચાશ ન રાખી. ભાવનગરમાં કૉલેજ ન હતી એટલે તેઓ સહકુટુંબ મુંબઈ આવી વસ્યા. પોતાની જાત-દેખરેખ હેઠળ મુંબઈની ઍલફિન્સ્ટન કૉલેજમાં એમનું શિક્ષણ શરૂ થયું. કર્મશીલ યુવાન વીરચંદે પોતાના પિતાના સંસ્કારને છાજે એવું પોતાના જીવનનું ઘડતર કર્યું. ઇ.સ. ૧૮૮૪માં માત્ર વીસ વર્ષની વયે તે બી.એ. (ઓનર્સ) થયા અને જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું માન મેળવ્યું. - ૧૪ ) Page #16 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – જાહેર જીવનના શ્રીગણેશ તે સમયે પાલિતાણાના ઠાકોરસાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ સંબંધમાં મતભેદ થયેલો. જૈનોની વગ રાજ્યો પર રહી ન હતી અને અંગ્રેજ અમલ દરમિયાન રાજાઓ નામશેષ થયેલા. એટલે સંગઠન સાધવાની જરૂર હતી. આ માટે ઈ.સ. ૧૮૮૨માં “જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયા'ની સ્થાપના કરવામાં આવેલી. તેના મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : ૧) જૈન ધર્મ અને સમાજને સંગઠિત કરવો અને તેની સામાજિક તથા નૈતિક ઉન્નતિ સાધવી. ૨) જૈન ધર્મના ટ્રસ્ટ ફંડ અને ધર્માદા ખાતાંઓની દેખરેખ રાખવી. ૩) પશુવધ અટકાવવો અને તીર્થસ્થાનોમાં યાત્રિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી વગેરે. આ સંસ્થાના મંત્રીપદે ઇ.સ. ૧૮૮૪માં શ્રી વીરચંદ ગાંધીની સર્વાનુમતે વરણી થઈ. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભારતવર્ષના ઈતિહાસમાં સમ્રાટ અશોક, સમ્રાટ અકબર કે અન્ય ધર્મને અનુસરતા રાજા-મહારાજાઓ વિદ્વાનોનું બહુમાન કરતા. પંડિતોની ઐતિહાસિક વિવાદસભા ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ચિકાગોમાં મળેલી વિશ્વધર્મ અગર સર્વધર્મ પરિષદની નાની-શી આવૃત્તિ હતી એમ કહી શકાય. આમ છતાં, ચિકાગોની વિશ્વધર્મ પરિષદનું ઐતિહાસિક મૂલ્ય અનુપમ છે, કારણ કે જે વ્યવસ્થા સાથે આ પરિષદ મળી અને તેમાં ભિન્ન ભિન્ન દેશોમાંથી ભિન્ન ભિન્ન ધર્મના પ્રતિનિધિઓએ પહેલી વખત હાજરી આપી અને સફળતાથી એનું સંચાલન થયું તે વિશ્વની તવારીખમાં અદ્વિતીય બની રહે છે. ત્રણ હજારથીએ વધુ પ્રતિનિધિઓએ એમાં હાજરી આપી હતી. વિશ્વધર્મ પરિષદના ઉદેશોમાં, જુદા જુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવાનો, સર્વ ધર્મોના અનુયાયીઓમાં ભ્રાતૃભાવ અને સ્નેહ પ્રગટાવવાનો, તેમ જ વિચારવિમર્શ દ્વારા આ ભાવનાને પ્રબળ બનાવવાનો, ભિન્ન ભિન્ન ધર્મોના વિદ્વાનોના સાહિત્ય, —— – ૧૫ – Page #17 -------------------------------------------------------------------------- ________________ · જ્યોતિર્ધરની જીવન ગાથા કલા, વ્યાપાર આદિ વિવિધ વિષયોને અનુલક્ષી વિચારોનો વિનિમય કરવાનો અને વિભિન્ન રાષ્ટ્રોને એકત્ર કરી વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોનો સમાવેશ થતો હતો. પૂ. આત્મારામજી (પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિ) મહારાજને ઇ.સ. ૧૮૯૨માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. પૂ. આત્મારામજી મહારાજની સમાજ અને ધર્મની સેવા ઉપરાંત વિશિષ્ટ વિદ્વત્તાની ખ્યાતિ અમેરિકા અને યુરોપમાં પ્રસરી હતી. તેમને આમંત્રણ આપવા માટેની આ ભૂમિકા હતી. પાછળથી પ્રગટ થયેલ વિશ્વધર્મ પરિષદનો અહેવાલ આ બાબતને સમર્થન આપતાં લખે છે કે, “અન્ય કોઈ વ્યક્તિએ મુનિશ્રી આત્મારામજીની માફક હૃદયથી જૈન સમાજના કલ્યાણ અને હિતમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું નથી. તેઓ સચ્ચરિત્ર મહાપુરુષોમાંના એક છે કે જેણે દીક્ષા લીધી ત્યારથી દેહોત્સર્ગ સુધી ઉચ્ચ ‘મિશન’ માટે કામ કર્યું હોય. તેઓ જૈન સમાજના અગ્રગણ્ય મહાન આચાર્ય છે અને પૂર્વના વિદ્વાનો તેમને જૈન ધર્મ અને સાહિત્યના અધિકારી સમજે છે.” જૈન ધર્મની પ્રણાલિકાનુસાર વિદેશની મુસાફરી એમને બાધક હતી. એટલે હાજરી નહીં આપી શકવા માટે એમણે દિલગીરી દર્શાવી. પરંતુ પરિષદના સંચાલકોએ તેમને જૈન ધર્મ વિષે મહત્ત્વપૂર્ણ મહાનિબંધ તૈયાર કરવાનો વિકલ્પ સૂચવ્યો, જેથી પરિષદમાં હાજર રહેલા પ્રતિનિધિઓને એના વાચન દ્વારા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ખ્યાલ આવે. પરિણામે ‘ચિકાગો પ્રશ્નોત્તર’ પુસ્તક તૈયાર થયું. પરિષદના સંચાલકો જૈન ધર્મના તત્ત્વજ્ઞાનથી એટલા બધા પ્રભાવિત થયા કે આ પરિષદમાં જૈન પ્રતિનિધિ હાજર ન રહે એ એમને ન રુચ્યું. એટલે પૂ. આત્મારામજી મહારાજને વિશેષ પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. આ આગ્રહને પરિણામે શ્રી વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. ચિકાગો જતાં પહેલાં તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસે છ માસ રહી જૈન ધર્મના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું. પૂ. આત્મારામજી મહારાજે એમને સ્વદેશી પહેરવેશ રાખવાની તેમજ રોજિંદા ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા જીવનમાં બીજી કશી જ શિથિલતા ન આવવા દેવાની આજ્ઞા આપી. રસોઈ માટે સાથે વિશ્વવિખ્યાત જાદુગર મહુવાના વતની પ્રો. નથુ મંછાચંદને લીધા અને સ્ટીમર “આસામ” મારફતે રવાના થયા. સ્ટીમરમાં અલગ રસોઈ કરવા દેવાની પરવાનગી આપવાની અરજી સહિત શ્રી વીરચંદ ગાંધીએ ચિકાગોથી તા. ૨૯/૧/૧૮૯૪ના લખેલ પત્રની નકલ માટે પરિશિષ્ટ-૩ જુઓ. જૈન ધર્મના પ્રતિનિધિ ત્રણ હજારથીયે વધુ પ્રતિનિધિઓ જે પરિષદમાં હાજર રહ્યા હોય એ પરિષદમાં પોતાના ધર્મનું પ્રતિનિધિત્વ કોઈ પણ એક વ્યક્તિને આપતા કોઈ પણ સમાજ એ વ્યક્તિની વિદ્વત્તા, એનું વાક્ચાતુર્ય, તુલનાત્મક અધ્યયનશક્તિ અને વિશાળતા આદિ ગુણોને ધ્યાનમાં લઈને પસંદગી કરે એ સ્વાભાવિક છે. શ્રી વીરચંદભાઈની પસંદગી પૂ. આત્મારામજી મહારાજે આ ભૂમિકા પર કરી હતી. આવી વ્યક્તિ સફળ થાય એમાં નવાઈ નહીં..પરંતુ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત માટે એ સમયની જે મુશ્કેલી હતી અને તેઓ જે રીતે સફળ થયા, એમાં એમની ખરી મહત્તા છે. ભારતીય દર્શનની ત્રણ શાખાઓ - હિન્દુ, જૈન અને બૌદ્ધ દર્શન. એના મૂળ ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત પાલી કે અર્ધમાગધીમાં રચાયેલા છે. આ ધર્મથી અપરિચિત વ્યક્તિએ અભ્યાસ માટે સૌથી પહેલાં એની પરિભાષા (Technical Words) સમજી લેવી જોઈએ. ભારતીય દર્શનનું તત્ત્વજ્ઞાન, એની વિષયની છણાવટ અને સમજાવટ આ રીતે નવી વ્યક્તિને નવા સમૂહને આપવી બહુ કઠિન છે. એમાંય જ્યારે જૈન દર્શનની છણાવટ દરેક વિષયને સ્પર્શે છે માત્ર ઉપરછલ્લો સ્પર્શ નહીં – સૂક્ષ્માતિસૂક્ષ્મ તલસ્પર્શી એનું અધ્યયન હોય ત્યારે એ તત્ત્વજ્ઞાન સમજી, એનું હાર્દ પચાવી, પરિષદના વિદ્વાનો સમક્ષ બહુ જ ટૂંકા સમયમાં સમસ્ત રજૂઆત કરવી - એટલું જ નહિ પરંતુ હૃદય સોંસરવું ઊતરી જાય અને જૈન ધર્મ વિષે જિજ્ઞાસાનું વાતાવરણ ખડું થાય એ રીતે સમજાવવું એવી ગાગરમાં સાગર સમાવી દેવાની શક્તિ તો શ્રી - ૧૭ wwww Page #19 -------------------------------------------------------------------------- ________________ - gellaefzal yoo 011011 વીરચંદભાઈ જેવા વીરને - વીરલાને જ વરી હોય! પરિષદમાં એમણે જૈન તત્વજ્ઞાન, જૈન નીતિ સંબંધી વ્યાખ્યાન આપતાં ધૃતધર્મને લગતી બાબતો જેમ કે, નવતત્વ, છ પ્રકારના જીવો, વિશ્વના આદિ-અંતની અન્ય ધર્મોનાં મંતવ્યો સાથે તુલના, દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસસભર રજૂ કરી, જે આપણા માટે દ્યોતકરૂપ હોઈ, એમના જ શબ્દોમાં જોઈએ ? "Jainism has two ways of looking at things - one called the Dravyarthikanaya and the other the Paryayarthikanaya. I shall illustrate the same. The production of a law is the production of something not previously existing if we think it from the latter point of view i.e. as a Paryaya or modification; while it is not the the production of something not previously existing, if we look at it from the former point of view, i.e. as a Dravya or Substance....... ........ The Jainism canon may be divided into two parts : first Sruta Dharma i.e. Philosophy and second Caritra Dharma i.e. ethics. “The Sruta Dharma inquires into the nature of nine principles, six kinds of living being and four states of existence sentient beings, non-sentient things, merit, demerit of the nine principles, the first is 'Soul'. According to Jaina View, 'Soul is that element which knows, thinks and feels.... “The second principle is non-soul. It is not simply what we understand by matter, but is more than that. Matter is a term contrary to 'Soul. But non-soul is its contrary. - Whatever is not soul is non-soul. “The rest of the nine principles are but the different states produced by the combination and separation of soul and nonsoul. The third principle is merit (Punya); that on account of which a being is happy. The fourth principle is demerit : that on account of which a being suffers from misery..... “......Six kinds of living beings are divided into six classes, Earth-body beings (geaaru), Water-body beings (314074), Fire ac 7 Page #20 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – body beings (a3cbg) Wind-body beings (913019), Vegetables (goreldra) and all of them having one organ of sense, that of touch.... "..... The Jaina canonical book treats very elaborately of the minute divisions of the living beings and their prophets have long before the discovery of microscope been able to tell how many organs of sense the minutest animalcule has. I would refer those, who are desirous of studying Jaina biology, zoology, botany, anatomy and philosophy to the many books published by our society.... "What is the origin of th universe?" "This involves the question of God Gautama, the Buddha, forbids inquiry into the beginning of things. In the Brahmanical literature bearing on the constitution of cosmos frequent reference is made to the days and nights of Brahma, the periods of Manvantara (Hajar) and the periods of Pralaya (ty). But the Jainas, leaving all symbolic expressions aside, distinctly reaffirm the view previously promulgated by the previous hierophants, that matter and soul are eternal and cannot be created. You can affirm existence of a thing from one point of view, deny it from another and affirm both existence and non-existence with reference to it at different times....." એમના પ્રવચનમાંથી વિગતવાર પેરેગ્રાફ ઉતારવાનો હેતુ એ છે કે, જૈન પરિભાષાને અંગ્રેજીમાં રજૂ કરવી કેટલી મુશ્કેલ છે. એ દષ્ટિએ અંગ્રેજી ભાષામાં જૈન ધર્મની રજૂઆતનો શ્રી વીરચંદભાઈએ પાયો નાખ્યો અને એમની વિદ્વત્તા, તુલનાત્મક અધ્યયનશક્તિ ઉપયોગમાં લીધી. પરિષદમાં જૈન ધર્મ વિષેના એમના પ્રવચનથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે અમેરિકામાં ઠેર ઠેર એમનાં પ્રવચનો ત્યાર બાદ યોજાયાં અને કર્મ, તત્ત્વજ્ઞાન તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળોએ વર્ગો શરૂ થયા; એમના મોહક વ્યક્તિત્વથી વિદેશીઓ એટલા બધા પ્રભાવિત થયા કે, અમેરિકાનાં વર્તમાનપત્રોએ એમનાં પ્રવચનોને અગ્રસ્થાન આપ્યું અને એમની પ્રશંસા – ૧૯ ] Page #21 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – કરવા લાગ્યાં. પૂ. આત્મારામજી મહારાજની પસંદગી કેટલી સુયોગ્ય હતી એ તો પરિષદમાં હાજર રહેલા વિદ્વાનોમાં શ્રી વીરચંદભાઈનું કેવું સ્થાન હતું એ વિષેનો અમેરિકાનાં વર્તમાનપત્રોનો અભિપ્રાય જોતાં જ ખ્યાલ આવશે; પરિષદમાં જુદા તરી આવે એવા ઘણાય હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજરી આપી અને પ્રવચનો આપ્યાં; તે પૈકી કેટલાક તો એવા હતા કે, જેમની વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને ધર્મભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય. પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય કે, પીર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવકે પોતાના વર્ગની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પીર્વાત્ય પંડિતનું તેમણે સાંભળ્યું ન હોતું. હિન્દુ ધર્મનો બચાવ ભારતભૂમિ સર્વ સંસ્કૃતિઓનું પારણું છે, તત્ત્વજ્ઞોની જનેતા છે અને સ્વામી શ્રી વિવેકાનંદના શબ્દોમાં કહું તો ભારતભૂમિ જગવંદ્ય છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સૂર્યનો પરિતાપ સહન ન થતાં, તે તરફ ધૂળ ઉડાડવાની બાળચેષ્ટા કેટલાક લોકો કરી બેસે છે. દક્ષિણ ભારતનાં મંદિરોમાં ગાનારીઓને અમુક પ્રસંગોએ ગાનતાન માટે બોલાવવામાં આવે છે. એ વિષે રેવરડ પેન્ટકોસ્ટ (Rev. Pentecost) નામના લંડનના પ્રતિનિધિએ ટીકા કરતાં કટાક્ષમાં કહ્યું કે, “તેઓ વેશ્યાઓ હતી એટલા માટે પૂજારી બનાવવામાં આવી અને તેઓ પૂજારી હતી તો પણ વેશ્યાઓનાં કામ કરતી હતી.” સમાજમાં રહેલાં દૂષણો ધર્મને લઈને નથી એ સત્યનું વસ્તુતઃ વિસ્મરણ થવાથી અને વિદેશીઓને આવી બધી માહિતી બીજાઓની મારફત (Third hand Information) મળવાથી આવી ટીકા કરે એ બનવા જોગ છે. પરિષદમાં હાજર રહેલા પ્રતિનિધિઓમાંથી શ્રી વીરચંદભાઈનું આવી અયોગ્ય ટીકાથી લોહી ઊકળી ઊઠયું અને એનો પ્રત્યુત્તર આપવાનું યોગ્ય માન્યું. શ્રી વીરચંદભાઈની જૈન ધર્મની રજૂઆત કરવા ઉપરાંત આ એક અદ્વિતીય વિશેષતા રહી છે. તે એ અર્થમાં કે જૈન ધર્મના -- ૨૦ ]– ૨૦. Page #22 -------------------------------------------------------------------------- ________________ -- જ્યોતિર્ધરની જીવન ગાથા – પ્રતિનિધિ તરીકે હાજર રહી, સ્યાદ્વાદના અનુયાયી માત્ર સ્વલક્ષી દષ્ટિ અપનાવી ન શકે, પરંતુ દેશનું હિત સમજી એ પ્રમાણે વિદેશના લોકોને પોતાના દેશના રીતરિવાજો, ધાર્મિક વગેરે બાબતો સંબંધે પ્રવર્તતા ખોટા ખ્યાલો દૂર કરે - એમણે એ કરી બતાવ્યું છે, જે એમના તત્પશ્ચાત્ પ્રવાસમાં પ્રસંગો ઉપસ્થિતિ થતાં અને વિદેશથી વિદાય લેતા Some Mistakes Corrected એ પ્રવચનમાં પણ સ્ફટ થાય છે. પરિષદમાં એમણે કરેલો હિન્દુ ધર્મનો બચાવ આજે પણ આપણને વેધક રીતે સ્પર્શે એવો હોઈ, અહીં અનુવાદ કરી આપ્યો છે. દરેક ટીકાઓ સમાજમાં રહેલાં દૂષણો સાથે સંબંધ ધરાવે છે. હું જે વારંવાર કહેતો આવ્યો છું તે આજે ફરીથી કહું છું કે, સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી પરંતુ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે એ પ્રમાણે ધર્મ હોવા છતાં પણ મોજૂદ છે.' કેટલાક મહત્ત્વાકાંક્ષી માણસો એમ વિચારે છે કે તેઓ મહાત્મા પૉલ છે અને એ વાત પર વિશ્વાસ પણ કરી લે છે. આ નવા પૉલા ભારતમાં પોતાના આદર્શો રજૂ કરવા જાય છે અને ભારતીય સમૂહનું એ પરિવર્તન કરવા માગે છે, પરંતુ જ્યારે એમનું સ્વપ્ન સરી જાય છે - અને સ્વપ્ન હમેશા સરી જાય છે – ત્યારે તેઓ જીવનભર હિન્દુ ધર્મની ટીકા કરવામાં જ રચ્યાપચ્યા રહે છે. કોઈ પણ ધર્મની નિંદા કરવી એ તે ધર્મની વિરુદ્ધનું કોઈ પ્રમાણ નથી, એવી જ રીતે કોઈ પણ ધર્મની પ્રશંસા પણ તે ધર્મની સત્યપરાયણતાનો પુરાવો નથી.' આવી વ્યક્તિઓ પર મને દયા આવે છે. દક્ષિણ ભારતમાં કેટલાંક એવાં મંદિરો છે, જેમાં વિશેષ અવસર પર ગાવા માટે ગાવાવાળી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. એ પૈકી કેટલીક સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે, જે હિન્દુ સમાજને દૂષણરૂપ લાગે છે અને એ દૂષણને દૂર કરવા શકય તેટલા પ્રયત્ન પણ કરે છે. પરંતુ એથી 'તેઓ વેશ્યાઓ હતી એટલે પૂજારી બનાવવામાં આવી અને પૂજારી છે છતાં વેશ્યાઓનાં કામ કરે છે; એમ કહેવું એ સત્યથી વેગળું છે – જેમ અંધકારથી પ્રકાશ તદ્દન ભિન્ન છે. આવી સ્ત્રીઓને મંદિરના મુખ્યા | ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા ભાગમાં પણ પ્રવેશ કરવા દેવામાં નથી આવતી અને તેઓના પૂજારી હોવા સંબંધમાં એ કહેવું પર્યાપ્ત ગણાશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એક પણ સ્ત્રી પૂજારી નથી. “જો હાલની ન્યૂનતા હિન્દુ ધર્મના કારણે ઉત્પન્ન થઈ છે એમ ગણવામાં આવે તો એ જ ધર્મમાં એવું સમર્થ રાષ્ટ્ર બનાવવાનું સામર્થ્ય છે, જે ગ્રીક ઈતિહાસકારોને એમ કહેવા માટે પ્રેરણારૂપ બન્યું કે ‘કોઈ પણ હિન્દુ અસત્ય બોલતો જોયો નથી અને કોઈ પણ હિન્દુ સ્ત્રી શીપતિત થયેલી સાંભળી નથી. અને આજે પણ ભારત કરતાં વધુ પવિત્ર સ્ત્રી અગર વધુ નમ્ર હૃદય પુરુષ બીજે ક્યાં છે ?’ “જેઓ ભારતની ભવ્યતાને નિંદે છે તેઓ માટે હું ખૂબ ખૂબ દિલગીર છું, પરંતુ મને એક જ આશ્વાસન છે કે એમને મળતી માહિતી બીજાત્રીજાઓની મારફત મળે છે, જે વહેમો અને માન્યતાઓથી ભરપૂર હોય છે. જિજસના ચારિત્ર્યની ટીકા કરતા હિન્દુઓનો ઈનકાર કરવામાં, જેઓ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સમજે છે અને જેમાં હકીકતે ધર્માંધતા અને ખંડનાત્મક દૃષ્ટિ જ હોય છે, તેમને હું ઈસપની જૂની કથા યાદ કરવા કહેવા લલચાઉં છું; ‘હું તમને નમસ્કાર કરતો નથી, પરંતુ તમારી પાછળ રહેલી શુભ ભાવનાને વદું છું અને તમને સમ્રાટ અકબરના જીવનમાંથી એક પ્રસંગ ઉદાહરણરૂપે કહીશ : “મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ મક્કા જતું હતું. રસ્તામાં પોર્ટુગીઝોએ આ વહાણને કબજે કર્યું. લૂંટેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક નકલો હતી, જે કૂતરાઓને ગળે લટકાવી અને કૂતરાઓને શહેરમાં ફેરવ્યા. સંજોગવશાત્ એવું બન્યું કે સમ્રાટના માણસોએ પોર્ટુગીઝના એક વહાણને કબજે કર્યું જેમ પવિત્ર બાઈબલની પ્રતો હતી. સમ્રાટ અકબરનો તેની માતા પ્રત્યેનો સ્નેહ જાણીતો છે. તેની માતાને મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન પ્રત્યેના પોર્ટુગીઝનોના વર્તાવથી દુઃખ થયું હતું આથી તે સમ્રાટ અકબરને બાઈબલ પ્રત્યે પણ એવો વર્તાવ કરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ આ ઉમદા વ્યક્તિએ જવાબ આપ્યોઃ 'બા! આ અજ્ઞાત માણસો પવિત્ર કુરાનની મહત્તા ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા સમજતા નથી. એમણે દાખવેલ વર્તણુક એમની અજ્ઞાનતાનું પરિણામ છે, પરંતુ હું તો પવિત્ર ફરાન અને બાઈબલ બન્નેની શ્રેષ્ઠતાથી પરિચિત છું. એટલે જે રીતે એ લોકોએ અજ્ઞાનતા દર્શાવી એ રીતે હું અજ્ઞાનતા દર્શાવી ન શકું.” અત્રે એ નોંધવું રસપ્રદ થશે કે રેવન્ડ ડૉ. જ્યોર્જ એફ. પેન્ટકોસ્ટ કરેલી અઘટિત ટીકાને અમેરિકાનાં વર્તમાનપત્રોએ એકી અવાજે પાર્લામેન્ટના દરજ્જાને હાનિકારક ગણાવી હતી અને શ્રી વીરચંદભાઈના ઔદાર્ય અને ગૌરવપૂર્ણ પ્રત્યુત્તરની માત્ર નોંધ નહીં, પરંતુ સારાયા પ્રવચનના અક્ષરશઃ ઉતારા સાથે રજૂઆત કરી હતી, એમણે આ પ્રત્યુત્તર તા. ૨૫/૯/૧૮૯૩ના રોજ આપ્યો હતો. તા. ૨૬/૯/૧૮૯૩ના અંકમાં ચિકાગો ટાઈમ્સ નામના પત્રે લખ્યું હતું “Mr. Gandhi of India replies to some inhospitable criticisms, when Dr. George F. Pentecost, in his address before the Parliament of Religions last Sunday evening, assailed the . character of Brahmin priests and priestesses, he not only committed a gross outrage upon the Parliament by over stepping the very first rules udner which the Congress is conducted and succeeded as a guest in a wholesale libel upon other given in the Parliament, but he aroused alike the indignations of Christians, Buddists and members of every sect in attendance. Here is the brief extract from Dr.'s unprecedented attack: “We have listened to lectures from distinguished orientals on our political and social shortcomings for the last few days with as much as patience as we could command. They have been going through the slums of Chicago and New York and have been going dumping down buckets of mud upon us. But we deny that these are specimens of Christianity. But in India among the High Class Brahmins, there are at least 600 priestesses and every one of them is a prostitute. They are prostitutes because they are priestesses and they are priestesses because they are prostitutes. These men are criticising Christianity. There are two or three oriental bubbles floating over Chicago that - ૨૩ - Page #25 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – need to be pricked." “Such language udner such circumstances is beyond criticism and stands out in unpleasant contrast to the dignified reply made yesterday afternoon by Virchand Raghavji Gandhi, who represents in the Parliament the Jaina sect of India.” આટલી ટીકાટિપ્પણ બાદ શ્રી વીરચંદભાઈનું આખુંય પ્રવચન અક્ષરશઃ આપ્યું હતું. આ સિવાય “ઈન્ટર ઓશ્યન” (Inter Ocean) વગેરે અન્ય પત્રોએ પણ આ પ્રમાણે પ્રત્યાઘાતો આપ્યા હતા. અત્રે એ નોંધવું રસપ્રદ થશે કે ભારતમાંથી હાજર રહેલા. પ્રતિનિધિઓ પૈકી શ્રી વીરચંદભાઈ ગાંધીએ જ હિન્દુ ધર્મ પર થયેલા પ્રહારોનો ગૌરવપૂર્ણ પ્રત્યુત્તર આપ્યો હતો. પરિષદમાંથી વિદાય તેઓ બુદ્ધિપ્રધાન તો હતા જ, પરંતુ સાથોસાથ લાગણીપ્રધાન પણ હતા જ. ચિકાગો વિશ્વધર્મ પરિષદની કાર્યવાહી સમેટી લેતાં સૌએ આભારવિધિ કરી હતી, એમાં શ્રી વીરચંદભાઈએ જલદીથી છૂટા પડવા અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું: “શું આપણે એ વાતનું દુઃખ નથી અનુભવી રહ્યા કે આપણે અતિશીધ્ર વિદાય થઈ રહ્યા છીએ? શું આપણી ઈચ્છા નથી કે આ પરિષદ સત્તર વખત સત્તર દિવસ ચાલુ રહે? શું આપણે આ મંચ ઉપરથી વિદ્વાન પ્રતિનિધિઓનાં વ્યાખ્યાન આનંદ અને રુચિપૂર્વક નથી સાંભળ્યાં? શું આપણને એમ નથી લાગતું કે પરિષદના સંચાલન દ્વારા જે કાંઈ સિદ્ધ થયું છે એના કરતાં પરિષદના સંચાલકોનું સ્વપ્ના કંઈક અત્યાધિક હતું?” આર્યસંસ્કૃતિ પ્રતિનિધિત્વ વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે એમણે બાહ્ય ટીકાઓથી રક્ષણ કર્યું અને એનો પ્રચાર કરવામાં એક નિખાલસ અને વિશાળ હૃદયી વિદ્વાનને શોભે એવું કૌશલ્ય દાખવ્યું. એમની ચર્ચા અને ટીકાઓની પ્રત્યુત્તરમાં સૌમ્ય અને ઉચ્ચ ધોરણ જાળવતા. ૨૪ - Page #26 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા ––– એમનાં પ્રવચનોમાં હિન્દુઓનું પ્રાગૈતિહાસિક જીવન’, ભારતમાં લગ્નનો દરજ્જો’, ‘ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ’, ‘ભારતીય પ્રજાના સામાજિક રીત-રિવાજો”, “હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તત્ત્વજ્ઞાન', ધી લૉ ઑફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઑફ લાઈફ', 'રાજકીય ભારત – હિન્દુ, મુસ્મિલ અને અંગ્રેજ,’ ‘હિન્દુ સ્ત્રીઓ - ભૂત, વર્તમાન અને ભાવિ વગેરે મુખ્ય હતા. અન્ય વિષયોમાં ઓકલ્ટીઝમ, ‘ગાયન વિદ્યા’, ‘અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછા ન રાખવાં જોઈએ', ‘સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ’, ‘અમેરિકન રાજપ્નીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ, “ભારતનો અમેરિકાને સંદેશ', ભારતની અમેરિકાને ભેટ', ‘બૌદ્ધ ધર્મ, ‘દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ', ‘ભારતની રાજનૈતિક અવસ્થા’, ‘હિન્દુ, મુસલમાન અને અંગ્રેજ રાજ્યમાં નારીનું સ્થાન વગેરે વિવિધ વિષયો પર પ્રવચન આપી, પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. વિશ્વધર્મ પરિષદ બાદ કેટલોક વખત તેઓ અમેરિકામાં રહ્યા અને. ત્યારબાદ ઈ.સ. ૧૮૯૬માં અને ૧૮૯૯માં એમ બે વખત ફરીથી અમેરિકાનું પરિભ્રમણ કર્યું. આ દરમિયાન ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યાં. એ પૈકી કેટલાંક Jaina Philosophy), Karma Philosophy અને Yoga philosophy' નામક પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે. - અમેરિકાની પ્રજા સમક્ષ પ્રવચન કરતાં એક વખત એમણે કહ્યું : “આ દેશમાં હું આવ્યો છું ત્યારથી સાંભળી રહ્યો છું કે “આ આખું વિશ્વ જિસસનું છે – ઈસાઈ જગતનો આ નારો અવાજ છે. આ બધું શું છે? આનો અર્થ શું? એ કોણ ઈસુ છે, જેના નામ પર તમે વિશ્વ પર વિજય મેળવવા ઇચ્છો છો? શું અત્યાચારના ઇસુ છે? શું અન્યાયના ઇસુ છે? જો એવા ઈસુના નામ પર અને એવા ઝંડાના આધાર પર તમે અમને જીતવા માગશો તો અમે પરાજિત નહીં થઈએ, પરંતુ જો તમે અમારી પાસે શિક્ષા, ભ્રાતૃભાવ અને વિશ્વપ્રેમ ઈસુના નામ પર આવશો તો અમે તમારું સ્વાગત કરીશું. એવા જિસસને અમે જાણીએ છીએ અને અમને એનો ભય નથી! - ૨૫ - Page #27 -------------------------------------------------------------------------- ________________ નિ ગાથા - જ્યોતિર્ધરની જીવન ગાથા – મુંબઈમાં મિશ્ર પ્રત્યાઘાત સામાન્ય રીતે મનુષ્યો બે પ્રકારના હોય છે ? એમાનો એક પ્રકાર એવો છે કે જે નિંદા અને ઝેર એકઠાં કરી ચોતરફ ફેલાવવાનું કામ કરે છે. જ્યારે બીજા પ્રકારના મનુષ્યો જ્યાંથી મળે ત્યાંથી મીઠાશ એકત્રિત કરી એમાંથી સૌંદર્યસભર સત્ત્વ દુનિયા સમક્ષ રજૂ કરે છે. પ્રથમ વર્ગનો માનવી માખી જેવો હોય છે, જેનાથી સ્વચ્છ સદાચારી માણસ અલિપ્ત રહેવાનું પસંદ કરે છે. બીજો વર્ગ મધુમક્ષિકા જેઓ છે, જેની સત્વશીલતા મેળવવા ગુણાનુરાગી હંમેશાં તત્પર હોય એ સ્વાભાવિક છે. શ્રી વીરચંદભાઈ ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કરી સ્વદેશ આવ્યા ત્યારે તેમને પણ બન્ને વર્ગના મનુષ્યોનો અનુભવ થયો. ઘડીભર એમ થાય કે વિદેશમાં જૈન ધર્મની શાન વધારનાર, ભારતીય સંસ્કૃતિની ગૌરવભરી રજૂઆત કરનાર ભારતમાતાનો લાડકવાયો પાછો ગોદ ખૂંદવા આવે ત્યારે એને સર્વત્ર આવકાર જ મળે ને? પણ એના જ વર્ગના અમુક ભાઈઓ આ આનંદમાં ભાગીદાર થઈ શકે એમ ન હતા. અને બને છે એમ માખીનો વર્ગ સંખ્યામાં વિસ્તૃત હતો, મધુમક્ષિકાનો વર્ગ પ્રમાણમાં અલ્પ પણ સત્ત્વશીલતાવાળો હતો. અનાર્ય દેશમાં શાસ્ત્ર મોકલવાનો કે ધર્મના પ્રચારાર્થે વિદેશમાં જવા વિષેના વિરોધનો વંટોળ હજુ શમ્યો ન હતો. આવા વાતાવરણમાં શ્રી વીરચંદભાઈના પ્રશંસકો, ગુણાનુવાદકોએ બુદ્ધિવર્ધક સભા, આર્યસમાજ વગેરે સંસ્થાના ઉપક્રમે એમનાં પ્રવચનો યોજ્યા; એ સભાઓમાં ધાંધલ મચી અને ખુરશીઓ ઊછળી. ‘વીરચંદ ગાંધીને નાત બહાર મૂકો'ના લોકોએ નારા લગાવ્યા અને અન્ય ધમકીઓ પણ મળવા લાગી. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં તેઓ હાજરી આપવા ગયા ત્યારે તેની સામે વિરોધ દર્શાવતી પત્રિકા બહાર પડી હતી, જે નીચે મુજબ છે : — —- ૨૬ – Page #28 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – મુંબઈ, તા. ૯મી જુલાઈ, ૧૮૯૩ જાહેર ખબર “સર્વ ધર્માભિલાષી જૈનોને વિનયપૂર્વક સૂચવવામાં આવે છે કે અમેરિકા ખંડ મધ્યે ચિકાગોની પરિષદમાં સંઘના નામથી જૈન એસોસિયેશને પ્રતિનિધિઓ મોકલવા વિષે જૈનોની સંમતિ લીધા વિના ઠરાવ્યું છે. તેના વિરુદ્ધમાં જાણવા જેવી બાબતો હાલમાં બહાર આવી છે અને તેથી ઘણા લોકો નાખુશ છે. આ વાત હવે એટલી બધી પ્રસિદ્ધ છે કે તેનું વધારે વિવેચન કરવા હવે દરકાર રહેતી નથી અને અમો આ નીચે સહી કરનારાઓ ખુલ્લી રીતે જણાવીએ છીએ કે જે બે પ્રતિનિધિઓ ચિકાગો મોકલવાનું ઠરાવ્યું છે તે અમોને તદ્દન પસંદ નથી. તેથી અમો તેને રદ કરીએ છીએ અને એ બાબતમાં અમારાં જૈની લોકોની સંમતિ નથી.” આ પત્રિકા નીચે ૧૩૭ સહીઓ કરવામાં આવી હતી ને નીચે લખ્યું હતું કે, “વધારે લંબાણ થઈ જવાથી માત્ર જૂજ જ સહીઓ છપાવી છે.” આ બધી વિગત આપવાનું કારણ એ છે કે એ વખતે જ્ઞાતિનાં બંધન આજના જેવાં શિથિલ ન હતાં. શ્રી વીરચંદભાઈ જેવાને દંડ આપવા સમાજનો અમુક વર્ગ તૈયાર થયો એ તો ઠીક, પરંતુ એ વખતે એમની સાથે સંબંધ રાખનારનો પણ સામાજિક બહિષ્કાર થાય એવી પરિસ્થિતિ હતી. આમ છતાંય શ્રી વીરચંદભાઈને વિદેશ મોકલવા બાબત મુંબઈનો સંઘ વિરુદ્ધ પડ્યો ત્યારે શ્રી મગનલાલ દલપતરામે ગુરુભક્તિથી પ્રેરાઈને ગુર-ઈચ્છા પાર પાડવા ગજા ઉપરાંત રકમ પોતે સહાયાર્થે આપી, સંઘને સમજાવી આ કાર્યને પાર પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એમણે આ કટોકટીના સમયે જાહેર નૈતિક હિંમત દાખવી. શ્રી વીરચંદભાઈ સાથે ખાવાપીવાનો સંબંધ રાખ્યો, એટલું જ નહિ પરંતુ ભાયખલામાં બસો પરોણાઓનું જમણ કરી શ્રી વીરચંદભાઈ સાથે વ્યવહાર જારી રાખ્યો. વાતાવરણ વિશેષ તંગ બન્યું. ધર્મના કાર્ય માટે કામ કરનાર ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – વ્યક્તિને આ રીતે પરેશાન કરવાથી ધર્મને કલંક લાગે અને ભવિષ્યમાં, ધર્મના માટે પ્રાણ આપનાર મહાનુભાવને, આ કિસ્સો ડંખરૂપ બને. આવું ન થાય એટલે સમાજની શાણી-સમજુ વ્યક્તિઓએ પૂ. આત્મારામજી મહારાજને પરિસ્થિતિથી વાકેફ કરી, શ્રી વીરચંદભાઈને પ્રાયશ્ચિત્ત આપવા અગર તો વ્યવહારુ માર્ગ સૂચવવા જણાવ્યું. ધર્મનું કાર્ય કરવામાં દંડ શાનો? આ વાત ક્રાંતિકારી આચાર્યને રુચે શી રીતે? પ્રાયશ્ચિત્ત તો હંમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યાદિ સંબંધમાં કરેલા દૂષણ માટે હોઈ શકે. શ્રી વીરચંદભાઈએ વિદેશમાં જઈને આચારનું અણિશુદ્ધ પાલન કર્યું હતું. એની સાક્ષી તો એ વખતનાં અમેરિકાનાં વર્તમાનપત્રો પૂરે છે. Editor's Bureau લખે છે : “આ મહાન અને ઉમદા વ્યક્તિ પવિત્રતાનો જે ઉપદેશ આપે છે ને એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી.” આમ સમગ્ર દષ્ટિએ જોતાં પ્રાયશ્ચિત્ત આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હોવાથી પૂ. આત્મારામજી મહારાજે એ અંગે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે – ___ "श्री निशीथसूत्र में लिखा है कि जो बिना दूषल प्रायश्चित्त देवे तो प्रायश्चित्त देनेवाले को प्रायश्चित्त लेना पडता है और प्रायश्चित्त का देनेवाला जिनराज की आज्ञा का भंग करनेवाला होता है।" આત્મા અને ગુરુની સાક્ષીએ કોઈ પણ જીવ પોતાનાં દુષ્કૃત્યોની નિંદા કરે તો જ પ્રાયશ્ચિત્ત આપી શકાય. આ સિદ્ધાંતના સમર્થનમાં લક્ષ્મણા સાધ્વીનું દષ્ટાંત આપતાં આચાર્યશ્રીએ દલીલ કરી કે – ___ “तथा जब तक दूषण सेवनेवाला अपना दूषण कबूल न करे तब तक केवलज्ञानी भी तिस दूषणवाले को प्रायश्चित्त नहीं देते है। यह अधिकार लक्ष्मणा साध्वी के विषय में श्री महानीशथसूत्र में है। जब दूषण कबूल करे बिना प्रत्यक्ष दूषण जाननेवाले केवलज्ञानी भी प्रायश्चित्त नहीं देते है। तो मैं छद्मस्थ अल्पमति किस रीति से प्रायश्चित्त दे સવું?” સંઘના એકેક મુદ્દા અને સંઘમાં પ્રવર્તી રહેલી માન્યતાઓનો પ્રત્યુત્તર આપતાં, આચાર્યશ્રીએ, આગબોટમાં બેસવા તથા અનાર્ય દેશોમાં જવા -[ ૨૮] Page #30 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા - માટે પ્રયશ્ચિત્ત આપવું જોઈએ એવી જે વિચારધારા પ્રવર્તતી હતી, તેનું ખંડન આ શબ્દોમાં કર્યું છે : "ऐसा कथन तो हमने किसी भी जैनशास्त्र में नहीं देखा है तो फिर.श्री जिनाज्ञा का उल्लंघन करके मैं किस तरह प्रायश्चित्त दूँ?" પરંતુ વિરોધનો વંટોળ એટલો બધો પ્રબળ હતો કે વધુ તાણતાં તૂટી જાય. સમાજની નાડ પારખીને આચાર્યશ્રીએ વ્યવહારને લક્ષમાં લઈ, શ્રી સંઘના સમાધાન અર્થે “શ્રી સંઘ કી આજ્ઞા સે વીરચંદ રાઘવજી શ્રી શત્રુંજય તીર્થ કી યાત્રા કરે તો શ્રી સંઘ બહુ આનંદિતા હોંગે? ઐસી આજ્ઞા શ્રી સંઘ કી માનને સે શ્રી વીરચંદ રાઘવજી કી કૂછ હાનિ નહીં હૈ” એમ જણાવ્યું અને વિશેષમાં મુંબઈમાં બિરાજતા મુનિશ્રી મોહનલાલજી મહારાજને મળવા ફરમાવ્યું. - શ્રી સંઘને પૂ. આત્મારામજી મહારાજના પ્રત્યુત્તરથી સંતોષ ન થયો. મુનિશ્રી મોહનલાલજી મહારાજનું માર્ગદર્શન માગ્યું. મોહનલાલજી મહારાજ તો આ વાત જાણી દ્વિધામાં પડી ગયા. અને જ્ઞાનગોષ્ઠિ માટે અવારનવાર એમનો સત્સંગ કરતા હતા, જ્યારે શ્રી સંઘ તો શ્રી વીરચંદભાઈ ઉપાશ્રયમાં પગ મૂકે તો પણ કોર્ટના દરવાજા ખખડાવવા તૈયાર હતો. આવે સમયે સમયસૂચકતા જ ખરેખરું કામ કરી જાય છે! મોહનલાલજી મહારાજે પોતાની વ્યાખ્યાનમાળામાં સમય ઓળખો' વિષયને મહત્ત્વનું સ્થાન આપ્યું. ઉત્સર્પિણી અને અવસર્પિણી તેમજ અપવાદની તર્કબદ્ધ છણાવટ એમણે શરૂ કરી. જિનના ઉપાસકે કેવી રીતે રાગદ્વેષથી પર રહેવું જોઈએ એ વિષે સતત વાગ્ધારા વહાવી અને શ્રી વીરચંદભાઈને ખાનગીમાં એ અરસામાં મુંબઈ ન આવવા જણાવ્યું. કાળના અખ્ખલિત વહેતા પ્રવાહમાં ધીરે ધીરે આ વાત પણ સમાજના સ્મૃતિપટ પરથી લુપ્ત થતી ગઈ. એક દિવસ એવો ઊગ્યો કે શ્રી વીરચંદભાઈને જિનેન્દ્ર ભગવાનની સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ સમાજમાં સ્થાન મળ્યું! ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – સ્વામી શ્રી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઈ ગાંધી કાર્યક્ષેત્ર એક હોય અને સમકાલીન હોય તો સ્વાભાવિક કોઈ પણ બે મહાનુભાવોની સરખામણી કરવાનું મન થાય છે. વિદેશમાં જૈન ધર્મનો પરિચય કરાવવાનું માન જેમ શ્રી વીરચંદભાઈને ઘટે છે, તેમાં વેદાંત તત્ત્વજ્ઞાનનો પાશ્ચાત્ય દેશોને પરિચય કરાવવાનો યશ સ્વામી શ્રી વિવેકાનંદને ફાળે જાય છે. સને ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેઓશ્રી અનુક્રમે જૈન ધર્મ અને વેદાન્ત તત્ત્વજ્ઞાનના પ્રતિનિધિ હતા. વ્યક્તિત્વના ત્રણ ગુણો – કર્તવ્યનિષ્ઠા, પવિત્રતા અને સત્યતા. આ ત્રણે ગુણો બંને મહાનુભાવોએ પોતાના જીવનમાં વણી લીધા હતા. “હું મરીશ ત્યાં સુધી ખૂબ શાંતિ લીધા વગર કાર્ય કરીશ અને હું મરી ગયા પછી પણ જગતના હિત ખાતર કાર્ય કરીશ.” – સ્વામી શ્રી વિવેકાનંદના આ શબ્દો આજે પણ આપણી સંસ્કૃતિ માટે ધોતકરૂપ છે, તો શ્રી વીરચંદભાઈના અકાળ અવસાનનું કારણ તો અતિશય કર્મ પરાયણતા જ છે. એટલે એમની કર્તવ્યનિષ્ઠા વિષે વિશેષ લખવાનું પ્રાપ્ત થતું નથી; સમજી શકાય એવી બાબત છે. સ્વામી સંન્યાસી હોઈ પવિત્ર હતા. મનની પવિત્રતા – જિગર – હૃદયનિષ્ઠતા ધરાવનારને જ તેઓ મનુષ્ય ગણતા, જ્યારે શ્રી વીરચંદભાઈ સંસારી હતા. શ્રાવક હોવા છતાંય એમનો સંસાર સાથેનો સંબંધ જળકમળવત્ હતો. વિદેશમાં પણ એમનું જીવન ધર્મ ચુસ્ત જૈનનું જીવન હતું, નિર્દોષ અન્નાહારી – શાકાહારી હતા; જે એ વખતની પ્રચલિત માન્યતા – વિદેશમાં જનાર ધર્મ ભ્રષ્ટ થાય છે - ને પડકારરૂપ હતું. એમની પવિત્રતાની પશ્ચિમના વિદ્વાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. જેમ સ્વામી વિવેકાનંદનું, તેમ શ્રી વીરચંદભાઈનું – પોતાના વિચારો સત્ય લાગે તો કદી પણ બહાર મૂક્યા વિના તેઓ રહેતા નહીં, પછી ભલે સામે હજારો મનુષ્યો વિરુદ્ધમાં તેમના પર હુમલો કરે. બન્નેના સમયે જ્ઞાતિબંધન, ટૂંકી દૃષ્ટિ અને વિદેશયાત્રાનો વિરોધ છતાં બંને મહાનુભાવોએ ધર્મના પ્રચારાર્થે સાગર ખેડડ્યા એથી વિશેષ સારું ઉદાહરણ આપણી સમક્ષ બીજું કયું હોઈ શકે? - ૩૦] Page #32 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – બંને તત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી હતા, બંનેમાં તુલનાત્મક અધ્યયનશક્તિ અને વિશાળ દષ્ટિ હતી. બંને યોગના અભ્યાસી હતા અને યોગની ક્રિયા-પ્રક્રિયા વિદેશીઓને સમજાવી, આર્ય સંસ્કૃતિનું હાર્દ સમજાવવામાં બંનેએ અથાક પરિશ્રમ લીધો હતો. વિદેશમાં તેઓ. રહ્યા ત્યારે એકબીજાના પૂરક તરીકે રહ્યા. સ્વામી વિવેકાનંદને શ્રી વીરચંદભાઈની શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં જણાવે છે કે, “પૂનાની એક ખ્રિસ્તી બાઈ નામે મિસ સોરાબજી અને જૈનોના પ્રતિનિધિ મિ. ગાંધી આ દેશમાં લાંબો સમય રહેવાનાં છે અને તે દરમિયાન એક શહેરથી બીજે શહેર એમ ભાષણો આપવાનાં છે, મને આશા છે કે તેઓ તેમાં વિજય મેળવશે.” સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઈ ગાંધી - બન્ને કરુણામૂર્તિ હતા. પોતાના દેશબાંધવો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓને કેવું લાગી આવ્યું હતું એનો આપણને તો ઇ.સ. ૧૮૯૬-૯૭માં ભારતમાં પડેલા દુષ્કાળ અને એ સમયે તેઓએ લીધેલ શ્રમ પરથી જ ખ્યાલ આવે છે. સ્વામીજીએ ચોતરફ પરિભ્રમણ કરી માંદાની માવજત અને પીડિતોની સેવા કરી અને પીડિતોની સેવામાં જ એમણે પ્રભુને નિહાળ્યા. આ સત્ય એટલી હદ સુધી એમના મનમાં વસી ગયું હતું કે રાહતકાર્ય માટે આશ્રમનું મકાન વેચવું પડે તોપણ એમની તત્પરતા હતી. એ સમયે શ્રી વીરચંદભાઈ અમેરિકામાં હતા. જ્યારે એમને દુષ્કાળના સમાચાર મળ્યા, ત્યારે વિશ્વધર્મ પરિષદના પ્રમુખ સી. સી. બોનીના અધ્યક્ષપદે અને પોતાના મંત્રીપદે એક દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી. ચિકાગોની જનતાને દર્દભરી અપીલ કરતાં તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે અન્ન ભરેલું વહાણ તુરત જ રવાના કરવામાં આવ્યું અને વિશેષમાં રાહતકાર્ય માટે ટહેલ નાખતાં ત્યાંની જનતાએ શ્રી વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ રૂપિયા ચાલીશ હજાર રોકડા દેશના વિવિધ ભાગોમાં રાહત અર્થે મોકલવામાં આવ્યા. આ બાબત શ્રી વીરચંદભાઈએ જ તા. ૧૯ જુલાઈ, ૧૮૯૭ના પત્રમાં ઉલ્લેખ કર્યો છે : “ઘણો પ્રયાસ કરી અમે સાનફ્રાન્સિસ્કો શહેરથી એક સ્ટીમર ભરી મકાઈ કલકત્તે મોકલાવી છે. તે ગરીબ લોકોમાં ત્યાં વહેંચવામાં આવશે. - ૩૧ ] Page #33 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – આશરે ચાલીશ હજાર રૂપિયા રોકડા હિન્દુસ્તાનના જુદા જુદા ભાગમાં મોકલાવ્યા છે. થોડા દિવસમાં ઘણું કરીને મુંબઈમાં આપણા જૈન સંઘ ઉપર આશરે બે હજાર રૂપિયા મોકલાવીશું.” શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ બન્ને મહાનુભાવોની તુલના કરતાં લખે છે કે, “બન્ને ભારતનાં રત્નો, લોકપ્રિય વ્યાખ્યાનકાર અને અમેરિકાના શ્રોતાઓને આકર્ષવાર તથા પોતાના વિચારોની છાપ પાડનાર હતા. બન્ને સ્વદેશમાં ટૂંકા જીવન ગાળી વિદેહ થયા - વિવેકાનંદ ૪૦ વર્ષની વયે ઇ.સ. ૧૯૦૨માં બેલૂરના મઠમાં અને વીરચંદ તેમની પહેલાં એક વર્ષ ઇ.સ. ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉંમરે મુંબઈમાં.” સ્વામી વિવેકાનંદનો દેહવિલય થયો ત્યારે અમેરિકાના સુપ્રસિદ્ધ પત્ર “બેનર ઑફ લાઈટ” બન્નેની તુલના કરતાં લખ્યું હતું કે : “તેઓ અભ્યાસમાં ઘણો સમય વ્યતીત કરતા, પરંતુ તેમની લેખનશક્તિમાં જેવી વિચારની નૂતનતા મરહુમ જૈન તત્વવેત્તા વીરચંદ રા. ગાંધી કે જેઓ આશરે એક વર્ષ ઉપર આ માનવ-ભૂમિનો ત્યાગ કરી ગયા છે તેમનામાં હતી તેવી (સ્વામી વિવેકાનંદમાં) નહોતી. આ ઉભય સત્પરુષોની જરૂર બન્ને ખંડ ઉપર હતી અને ખરેખર તેઓની ખોટ પણ જણાશે જ.” “આ બન્ને ભારતનાં ઉત્તમ રત્નો માટે કહી શકાય તેમ છે કે : (૧) વિવિધ ધર્મોની ચર્ચા અર્થે શિકાગોમાં ૧૮૯૩માં ભરાયેલી ધર્મ પરિષદ સમયની બન્નેની કૃતિ અદ્યાપિ હજારો લોકોની પ્રશંસાનો વિષય છે. (૨) બન્ને લોકપ્રિય વ્યાખ્યાનકાર હતા અને અમેરિકામાં શ્રોતાઓ તરફથી તેમના સંબંધમાં ઘણાં સ્તુતિ-વચનો શ્રવણે પડતાં હતાં. " (૩) જે લોકો તેમના ભાષણો સાંભળતા તેઓ તેમના સિદ્ધાંતોને પ્રીતિથી સ્વીકારતા અને જેઓ તે સિદ્ધાંતોનો યથાર્થ નિર્ણય કરવા વિચાર કરતા તેઓના મન ઉપર તેમના વિચારોની છાપ અદ્યાપિ પર્યત રહેલી છે. (૪) બન્નેના જીવન ટૂંકા હતાં – વિવેકાનંદ ૪૦ વર્ષની વયે સ્વર્ગસ્થ ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – થયા. બન્ને વધારે જીવ્યા હોત તો પોતાના ભવિષ્યના સમયનો વધારે સારો જ ઉપયોગ કરત. (૫) બન્ને સ્વભૂમિ હિન્દુસ્તાનમાં જ વિદેહ કેવલ્ય થયા છે. વિવેકાનંદ બેલૂરના મઠ ખાતે ઇ.સ. ૧૯૦૨માં અને વીરચંદ ઇ.સ.૧૯૦૧માં મુંબઈમાં. (૬) સ્વામી વિવેકાનંદના વિચારોની પ્રબળ અસર તેમના શિષ્યમંડળ (અભેદાનંદ આદિ) રામકૃષ્ણ સોસાયટી આદિ અનેક સંસ્થાઓ સ્થાપી જ્વલંત અને ચિરસ્થાયી રાખી છે, જ્યારે અતિ શોકનો વિષય છે કે સ્વ. વીરચંદના વિચારોની પ્રબળ અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી, એટલું જ નહિ પરંતુ વીરચંદભાઈનું નામ કે નિશાન રાખવા કંઈ પણ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આનું નામ “નગુણાપણું નહીં?” સૌથી વિશેષ આપણને આકર્ષે એવી બાબત તે તેઓના વિચારોમાં રહેલી સામ્યતા છે. ભિન્ન ભિન્ન ધર્મના પ્રચારકો છતાં વિચારસરણીમાં તેઓ બન્ને વચ્ચે ઘણી સમાનતા હતી. એકાદ ઉદાહરણ જોઈએ. સમાજસુધારકોએ હંમેશા જ્ઞાતિ-પ્રથાને દોષિત ઠરાવી છે એ હકીકતમાં ભૂલ છે. આ બાબત બન્ને વ્યક્તિઓ પોતપોતાની આગવી રીતે આલેખે છે : “બુદ્ધથી માંડીને રાજા રામમોહનરાય સુધીના પ્રત્યેક સુધારકે જ્ઞાતિબંધનને ધાર્મિક સંસ્થા ગણવાની ભૂલ કરી છે, અને જ્ઞાતિબંધનોને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો છે.....” જ્ઞાતિ એ ધાર્મિક સંસ્થા નથી. ધર્માચાર્યોની બધી ધર્મ ઘેલછાઓ. અસ્તિત્વમાં હતી તે છતાં જ્ઞાતિ એ ફક્ત ઘણા સમયથી જામીને દઢ થયેલી સામાજિક સંસ્થા છે. તે સંસ્થાએ પોતાની સેવા બજાવ્યા પછી હિંદના વાતાવરણને પોતાના અક્કડપણાથી વ્યાપ્ત કર્યું છે. અને તેને દૂર કરવાનો ફક્ત એક જ ઉપાય, ફક્ત તેઓએ લોકોને ખોયેલું સામાજિક વ્યક્તિત્વ પાછું આપવું, એ જ છે.” શ્રી વીરચંદભાઈ પણ આ જ બાબતને જરા જુદી રીતે ઘટાવે છે. 'An unknown Life of Jesus Christ'ની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં 33. Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પ્રાચીન ભારતનો અન્ય રાષ્ટ્રો સાથે સંબંધ વ્યાપાર, કલા, સાહિત્ય અને ધર્મ – વગેરે વિવિધ દૃષ્ટિએ આલેખતાં જ્ઞાતિપ્રથા વિષે તેઓ લખે છે કે, “હાલમાં જે ધોરણે જ્ઞાતિપ્રથા અસ્તિત્વમાં છે તેની હું તરફેણ કરતો નથી, પરંતુ પંજાબ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. લીટનર (Dr. Leitner)ની માફક મને પ્રતીતિ થઈ છે કે જ્ઞાતિપ્રથાને એના મૂળ સ્વરૂપે જાળવી રાખવામાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કળા અને ઉદ્યોગ સાથેના અદ્વિતીય સંસ્કારની જાળવણી છે, જે આધુનિક જરૂરિયાતો અને મહત્ત્વાકાંક્ષાની સંપૂર્ણ સ્પર્ધા કરી શકે એમ છે.” જેમ સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા હતાં, તેમ શ્રી વીરચંદભાઈનાં હસ્તદીક્ષિત મિસિસ હાવર્ડ હતાં. એશિયાના પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં ઇ.સ. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. એમના આ પરિષદના કાર્ય વિષે નોંધ આપતાં એક અગ્રગણ્ય વર્તમાનપત્ર લખે છે : “પાંત્રીસ કરોડની વસતિ ધરાવતા એશિયાનું પ્રતિનિધિત્વ ભારતના શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીએ કર્યું, જેણે આપણી પોસ્ટ પાર્સલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અને એનો વિકાસ કરવા સૂચવ્યું જેથી વિશ્વના દરેક દેશને તેમાં સમાવી શકાય. એ વસ્તુ સમજાવી એમણે આપણી આંખો ખોલી અને આપણને ફરીથી યાદ આપ્યું કે આપણે જે જરૂર છે તે વિસ્તૃત અને સંપૂર્ણ વાણિજ્યનું શિક્ષણ આપવાની છે.” - - અનુયાયીઓ અને વિદેશી મિત્રો (૧) મિસિસ હાવર્ડ: સ્વામી વિવેકાનંદની શિષ્યા જેમ ભગિની નિવેદિતા હતાં તેમ શ્રી વીરચંદભાઈનાં હસ્ત દીક્ષિત શ્રીમતી હાવર્ડ હતાં. તેઓ શુદ્ધ શાકાહારી અને ચુસ્ત જૈનધર્મી થયાં એનું કારણ શ્રી વીરચંદભાઈનો સત્સંગ થયો એ હતું. શ્રી ગુલાબચંદજી ઢટ્ટાએ શ્રી વીરચંદભાઈ ગાંધીના અમેરિકાની ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા કાર્યવાહીની નોંધ પોતાની ડાયરીમાં કરી છે. તેઓ નોંધે છે તેમ, “અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી ગાંધીને હું અજમેરમાં મળ્યો. ત્યાં અમે બન્ને ભષણ આપવા માટે ગયા હતા. આ મુલાકાતમાં ગાંધીએ મને ચિકાગોના ટપાલ ખાતાના એક ઉચ્ચ અધિકારીનો પત્ર બતાવ્યો, જેમાં લખ્યું હતું કે, ‘ગાંધીના બતાવેલ વિધિ પ્રમાણે નવકાર મંત્રનો જાપ કરવાથી માથાનો દુઃખાવો દૂર થયો હતો તે કોઈ ભૂલથી ફરીથી શરૂ થયો છે. તો યોગ્ય સૂચના આપશો.” મંત્રના ચમત્કાર વિષે, શંકા ધરાવનાર માટે આ અનુપમ ઉદાહરણ છે! વધુમાં શ્રી ગુલાબચંદજી ઢટ્ટા લખે છે : “શ્રી ગાંધીએ મને એ વખતે એક અમેરિકન બહેનનો ફોટો બતાવ્યો (સંભવતઃ મિસિસ હાવર્ડનો), જે ભારતીય સ્વાંગમાં ઉનના આસન પર (કટાસણા પર) બેસી, મુહપત્તી હાથમાં રાખીને સામાયિક કરી રહી હતી. સ્થાપનાચાર્ય સામે હતા. હાથમાં માળા હતી. શ્રી ગાંધીએ મને જણાવ્યું કે, શ્રી વિજયાનંદસૂરિની વિશેષ સૂચનાઓ અનુસાર એક માસ સુધી નવકાર મંત્રનો જાપ કરવાથી એ બહેનને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું હતું અને ભારતમાંના પોતાના પૂર્વભવની કેટલીય વાતો કહી હતી.” ચિકાગોમાં ‘સોસાયટી ફોર ધી એજ્યુકેશન ઑફ વીમેન ઑફ ઇન્ડિયા' નામની સંસ્થા તેમણે સ્થાપી હતી, જેના મંત્રી તરીકે મિસિસ હાવર્ડ હતાં, જે અંગેની વિશેષ વિગત શ્રી વીરચંદભાઈનું કેળવણી યુગના સ્વપ્નદ્રષ્ટા તરીકે મૂલ્યાંકન કરતાં આગળ ઉપર આપી છે. (૨) હર્બર્ટ વૉરન (Herbert Warren): શ્રી વીરચંદભાઈની હસ્તદીક્ષિત આ ઉમદા વ્યક્તિને ‘આદર્શ જૈન'નાં ઉદાહરણરૂપ ગણાવી શકાય. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે તેમ, “માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાપૂર્ણ સત્ય રીતે અંતઃકરણપૂર્વક ગ્રહણ, જૈન તત્ત્વજ્ઞાનમાં સંપૂર્ણ અને તર્કયુક્ત શ્રદ્ધા, સ્વાધ્યાયમગ્નતા વગેરે સર્વ ગુણોનું મિશ્રણ એક અંગ્રેજ ગૃહસ્થમાં જોવું એ ખરેખર આનંદદાયક બનાવ છે.” ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા શ્રી વીરચંદભાઈએ ઈંગ્લેન્ડમાં “Philosophical Society’ નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા એમણે જૈન ધર્મ, હિન્દુ યોગા તેમજ બૌદ્ધ તત્ત્વજ્ઞાન વિષે તુલનાત્મક જ્ઞાન આપી શકાય એ માટે વર્ગો ચલાવ્યા હતા, ત્યારે શ્રી હર્બર્ટ વૉરન એક વિદ્યાર્થી હતા તેમણે ત્યારથી શ્રી વીરચંદભાઈનાં પ્રવચોની નોંધ રાખી હતી અને આ રીતે જેટલું ગ્રહણ કર્યું એ જ શ્રી વૉરનને જૈન ધર્મમાં શ્રદ્ધાશીલ રાખવા સમર્થ હતું. આ પ્રવચનોની નોંધ પરથી એમણે Jainism' નામનું તૈયાર કરેલું પુસ્તક પ્રગટ થયું હતું. પંડિત ફતેહચંદ લાલને આ પુસ્તકને આશીર્વચન લખી આપ્યાં છે. વીરચંદભાઈના દેહવિલય પછી ઉપરોક્ત સંસ્થા બંધ પડી. પરંતુ આ ગૃહસ્થ જિજ્ઞાસુ હતા અને કોઈ પણ તત્વની બાબત એમના મનનું સમાધાન ન થાય ત્યારે તેમણે જૈન ધર્મના ભારતીય તત્ત્વજ્ઞો સાથે પત્રવ્યવહાર કરી, પોતાની શંકાઓને નિર્મૂળ કરી હતી. આ રીતે એમને પંડિત લાલન, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી ગોવિંદજી મૂળજી મહેવાણી, શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા સાથે પત્રવ્યવહાર હતો. વીરચંદભાઈએ બતાવેલા જૈન ધર્મના આદર્શોને પોતાના દેશબાંધવો કેમ સમજી શકે અને જૈન ધર્મનો બહોળો પ્રચાર કેમ થાય એ જોવા તેઓ આતુર હતા. આથી એમણે લંડનમાં Jaina Literature Society ની સ્થાપના કરી. એ સંસ્થા દ્વારા એમણે અંગ્રેજ વિદ્વાનોના હાથે, સંશોધિત અને વિવેચનાત્મક જૈન ગ્રંથો, અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવી, પ્રગટ કરવાનું કાર્ય હાથ ધર્યું હતું. ‘જૈન જીવન’ અમલમાં મૂકી શકાય 2 HIè el Mahavira Brotherhood' 24214'Universal Faternity નામની સંસ્થા સ્થાપી હતી. શ્રી વીરચંદભાઈના પ્રબળ પ્રયત્નોની આ યાદગીરી છે! (૩) પ્રેસિડન્ટ ચાર્લ્સ સી. બોની (President C. C. Bonney: ચિકાગો વિશ્વધર્મ પરિષદનો આદર્શ, કલ્પના, વ્યવસ્થા અને સફળતા આ વ્યક્તિને આભારી હતી. એમણે ઇ.સ. ૧૮૮લ્માં આ યોજનાની કલ્પના કરી અને ઇ.સ. ૧૮૯૩માં એને મૂર્ત સ્વરૂપ આપ્યું. તેઓ પરિષદના પ્રમુખ હતા. - ૩૬ - Page #38 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – વીરચંદભાઈ સાથે તેઓ ગાઢ પરિચયમાં હતા. ભારત માટે એમને ખૂબ લાગણી અને સહાનુભૂતિ હતી. ઇ.સ. ૧૮૯૬-૯૭માં ભારતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં દુકાળ રાહત સમિતિ ની સ્થાપના કરી અને પ્રેસિડન્ટ સી. સી. બોનીનો આ સમિતિના પ્રમુખ તરીકે સહકાર લીધો. આ સમિતિ દ્વારા તાત્કાલિક રાહત માટે અનાજ ભરેલી સ્ટીમર અને લગભગ રૂપિયા ચાલીસ હજાર રોકડા દેશના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવ્યા હતા. (૪) ડો. જોન હેનરી બરોઝ (Dr. John Henry Barrows): ઇ.સ. ૧૮૯૩ની ચિકાગો વિશ્વધર્મ પરિષદના તેઓ મંત્રી હતા અને એ પરિષદમાં વીરચંદભાઈએ સૌમ્યતાપૂર્વક હિન્દુ ધર્મનો બચાવ કર્યો અને પરિષદનું ગૌરવ જાળવી રાખ્યું એથી પ્રભાવિત થયા હતા. વીરચંદભાઈ પરિષદની પૂર્ણાહુતિ બાદ વિદેશમાં ધર્મ પ્રચારાર્થે રહ્યા ત્યારે ડૉ. જોને તેમનું નિવાસસ્થાન ખાલી કરી આપ્યું હતું! (૫) વિલિયમ પાઈપ (William Pipe): વિશ્વધર્મ પરિષદના તેઓ સહમંત્રી હતા. વીરચંદભાઈની પ્રવૃત્તિના તેઓ પ્રશંસક હોવા ઉપરાંત તેમને સહાયભૂત થવા હંમેશા પ્રયત્નો કરતા. અમેરિકામાં વીરચંદભાઈએ સ્થાપેલી 'School of Oriental Philosophy અને “Esoteric Studies'ના વર્ગો વીરચંદભાઈ, વિલિયમ પાઈપની જાત-દેખરેખ નીચે ચલાવતા હતા. હિપ્નોટીઝમ અને શ્રી વીરચંદ ગાંધી - મહાત્મા ભગવાનદીને “મેરે સાથી' પુસ્તકમાં આ વિશે ઉલ્લેખ ન કર્યો હોત તો આ અંગે ક્યાંય માહિતી મળવી મુશ્કેલી બનત. એમણે લખ્યું છે કે, “શ્રી વીરચંદ ગાંધી ૧૯મી સદીમાં જન્મ્યા હતા, ત્યારે ભારત ગુલામ થયાને ૩૭ વર્ષ જ થયાં હતાં અને ત્યારે આ દેશમાં. એવી કેટલીક વ્યક્તિઓ હતી, જેમને ગુલામીનો સ્પર્શ પણ થયો ન હતો. આવી વ્યક્તિઓ પૈકી શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં જાહેર કર્યું કે હિપ્નોટીઝમ નામે ઓળખાતી વિદ્યાને જન્મ આપનાર ભારત છે! - ૩૭] Page #39 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા અહાહા! તે વખતે શ્રી વીરચંદ ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવિત થયા હશે! મેસોનિક ટેમ્પલમાં હિપ્નોટિઝમ પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, કે બત્તીઓ બંધ કરી દો અને માત્ર આછું જ અજવાળું રહેવા દો. એમ થતાં જ સફેદ વસ્ત્રોમાં પરિધાન થયેલા એ ભારતીયના શરીરમાંથી એક તેજરાશિ ચમકવા લાગી અને એમની સફેદ પાઘડી તો એવી ઝબકારા મારતી હતી કે જાણે ગાંધીના ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો ન હોય!! રક્ષણીય કરનું સમાધાન - એ તો એક સુવિદિત ઐતિહાસિક હકીકત છે કે શત્રુંજય પર્વતા શ્વેતામ્બર જૈનોના કબજામાં સમ્રાટ અકબર અને નગરશેઠ શ્રી શાંતિદાસના સમયથી હતો. આમ છતાં તે બાદશાહ અને તેના પછી આવેલ જહાંગીર, શાહજહાનાદિ બાદશાહોએ તામ્રપત્ર પર આપેલ ફરમાનોનો ઉપયોગ વેળાસર નહિ થવાથી, તેના પરની હકૂમત પાલિતાણાના નામદાર દરબારશ્રીના હાથમાં આવી. આ વખતે પાલિતાણાના ઠાકોર સૂરસિંહજીએ શત્રુંજય તીર્થની યાત્રાએ જનાર શ્વેતામ્બર જૈન યાત્રાળુઓ પર કર નાખવા સંબંધે ગોઠવણ કરી. અંતે પર્વતનું સંરક્ષણ કરવા માટે કરનો ઉપયોગ છે તેમ જણાવી પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો રક્ષણીય કર નાખવામાં આવ્યો. આ રીતિ ઘણી અગવડભરી અને આ કર ઘણો પાસદાયક હતો. શત્રુંજય પર્વત પાસેના સૂરજફંડ નજદીક શ્રી કષભદેવ ભગવાનની પાદુકા સ્થાપિત હતી. તે કોઈ વિજ્ઞસંતોષીએ તા. ૭/૬/૧૮૮૫ના રોજ ખોદી કાઢી અને તા. ૧૯/૬/૧૮૮૫ના રોજ ગૂમ થઈ. ત્યાંના બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને શ્રાવકોએ ખોદી લઈ ગુમ કરી છે એવી ફરિયાદ કરી (કે એવી ફરિયાદ કરાવવામાં આવી ?!) આથી તે તીર્થના શ્રાવકોએ રાખેલ નોકરોને માર મારી પકડવામાં આવ્યા. આ સંબંધી ગવર્નર તરફ અને બીજે તાર કરવામાં આવ્યા. તા. ૧૮/૭/૧૮૮૫ના રોજ પૂનામાં ગવર્નર લૉર્ડ રેકે, આ પાલિતાણાના જુલમકેસ સંબંધે, જૈનોનું એક પ્રતિનિધિ મંડળ મળ્યું. ત્યાર બાદ -- ૩૮ ] Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા સોનગઢના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઈસ દ્વારા એકપક્ષીય તપાસ થઈ તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણા દરબારશ્રી તરફથી જૈન નોકરો ઉપરના જુલમનો નિર્ણય કરવા સોનગઢ મુકામે તપાસ થશે, અને જૈન નોકરો ઉપર, પાલિતાણા કોર્ટમાં દાખલ થયેલ કેસ પણ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવો. આથી પાલિતાણાના નામદાર દરબારશ્રી મહાબળેશ્વર ગવર્નરને અરજી કરવા ગયા. એટલે વીરચંદભાઈ તથા અન્ય જૈન આગેવાનો ગવર્નર પાસે ગયા. એ અરસામાં વિક્રમ સંવત ૧૯૪૨ના કારતક વદ ૩ના રોજ પાલિતાણાના ઠાકોર શ્રી સુરસિંહજી અવસાન પામ્યા. એટલે આ જુલમકેસ બંધ રહ્યો. પાલિતાણાના ઠાકોર શ્રી સુરસિંહજીની જગ્યાએ ઠાકોર માનસિંહજી ગાદી પર આવ્યા, અને વીરચંદભાઈએ અથાક મહેનત લઈ રક્ષણીય કરનું નીચે મુજબ સમાધાન લાવ્યા. આ મહાન પ્રયાસથી ઠાકોરસાહેબ શ્રી માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે એવો કરાર થયો કે, (૧) રૂપિયા બેનો યાત્રાળુ દીઠ વેરો કાઢી નાખવો અને પ્રતિવર્ષ ઠાકોરને તે માટે જૈનો રૂ।.૧૫,૦૦૦ અંકે રૂપિયા પંદર હજાર ઉચક આપે. (૨) આ ગોઠવણ સને ૧૮૮૬ના એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી. (૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉચક રકમમાં ફેરફાર કરવાને બન્ને બાજુએ છૂટ રાખવામાં આવી. બન્ને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે. આ પ્રમાણે વીરચંદભાઈએ પોતાની પ્રભાવશાળી કર્તૃત્વશક્તિનો પરિચય આપ્યો. આ વખતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્સન (પાછળથી જેને એજન્ટ ટુ ધ ગવર્નર કહેવામાં આવતા) હતા. ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા - સમેતશિખર પર ચરબીના કારખાના અંગે વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો સિદ્ધિપદ પામ્યા છે એ કારણે સમેતશિખરની તીર્થ તરીકે વિશેષ મહત્તા છે. એ વખતના બંગાળના હજારીબાગ જિલ્લાના પાલગંજ ગામનો રાજા પારસસિંગ હતો. તે રાજ્યની સરહદમાં મધુવન અને સમેતશિખરજીનો પર્વત આવેલો છે. પાલિતાણામાં શત્રુંજય તીર્થ ઉપર ચોખા વગેરે ચડાવવાની વસ્તુઓ ભાટ લોકો લઈ જતા, તેમ આ તીર્થ ઉપરથી રાજાને લઈ જવાનો અગાઉ રિવાજ હતો. તે બદલ તેમ જ તીર્થના રક્ષણ બદલ રૂા.૧૫૦૦ તેને સંઘ તરફથી આપવામાં આવતા હતા. બાદશાહના વખતથી પણ આ તીર્થની માલિકી જૈનોની જ હતી. પરંતુ દેખરેખ અને સારસંભાળ તથા હક્ક જાળવવાના પ્રયત્નો વગેરેમાં ખામી રહેવાથી તે હક્ક ડૂબી ગયો હતો, અને ત્યાંનો રાજા પહાડ ઉપર થતાં ઘાસ, લાકડાં તથા હરડા વગેરે વનસ્પતિની ઊપજ પણ લેતો હતો. | વિક્રમ સંવત ૧૯૪૨ના અરસામાં ત્યાંના રાજાએ પહાડને લગતી થોડીક જમીન એક બેડમ નામના અંગ્રેજને ચા રોપવા પટ્ટથી આપી. ચાર-પાંચ વર્ષ ચાનો બગીચો ખીલવ્યા બાદ ડુંગર ઉપર ડુક્કરની બેસુમાર વસતિ તેની નજરમાં આવી અને આ જગ્યામાં તેણે ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું ઊભું કર્યું. એ કારખાનું આપણા યાત્રાસ્થળથી બે-ત્રણ માઈલ દૂર હતું. પરંતુ સમેતશિખરજી ફરતી બાર ગાઉની પ્રદક્ષિણાના રસ્તામાં આવતું હતું. એમાં સંહાર થતાં ફુક્કરોની ચીસો ઉપર શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનની ટૂકે તેમ જ નીચે આવેલી ધર્મશાળામાં સંભળાતી હતી. આવી પશુઓની કતલ જોઈને અને તેની દર્દભરી ચીસો સાંભળીને લગ્નના માંડવેથી ગૃહત્યાગ કરનાર ભગવાન અરિષ્ટનેમિ (ભ. નેમિનાથજી)ના અનુયાયીઓ કેમ શાંત બેસી શકે? શ્રી સંઘના આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશ્નર પાસે ફરિયાદ કરી, પરંતુ “કોઈ પણ પ્રકારના વ્યાપારની બાબતમાં અમે વચ્ચે પડી શકતા નથી” એવી નોંધ સાથે ફરિયાદ કાઢી નાખવામાં આવી. આથી પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને – ૪૦ ] Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પ્રસ્તુત કારખાના સામે મનાઈ હુકમ મેળવવામાં આવ્યો. પણ ન્યાયાલયમાં આ મુકદ્દમાનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધ આવ્યો. પરિણામે હાઈકોર્ટનો આશરો લીધો. આ મુકદ્દમાનો સઘળો ખર્ચ કલકત્તાના શ્રીમંત બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ ભોગવ્યો. હાઈકોર્ટને કરેલી અપીલમાં ચરિત્રનાયક વીરચંદભાઈની સહાય લેવામાં મુશ્કેલી એ હતી કે પ્રાથમિક પુરાવા પરગણાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. બીજું સ્થાનિક ભાષામાં રહેલાં પત્રો, શિલાલેખો અને તામ્રપત્રો પુરાવા રૂપે રજૂ કરવાનાં હતાં. આ માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને પત્રો, શિલાલેખો તેમજ તામ્રપત્રોની નકલો રજૂ કરી તેમજ એનો અંગ્રેજી ભાષામં અનુવાદ કરીને સમેતશિખર પર્વતનો માલિકીહક્ક સાબિત કર્યો. સ્પષ્ટ અને સુંદર રજૂઆતના કારણે, ચુકાદો જૈન સંઘની તરફેણમાં આવ્યો. તીર્થની રક્ષાનું બીજું મહત્ત્વનું કાર્ય આ રીતે ચરિત્રનાયકે પાર પાડ્યું અને શ્રી જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી તરીકે એ સંસ્થાના ઉદ્દેશોને કાર્યાન્વિત કરવામાં તેઓશ્રી નિમિત્ત બન્યા. વીરચંદભાઈના પત્રો વીરચંદભાઈના પત્રો બહુ ઓછા ઉપલબ્ધ છે. એ પૈકી થોડાક શ્રી મહાવીર જન વિદ્યાલયના સંગ્રહાલયમાં છે. એમના કુટુંબીજનોએ ઇ.સ. ૧૯૬૪માં એમના જન્મશતાબ્દી વર્ષમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એમનું અપ્રગટ સાહિત્ય કાસ્કેટ, મેડલ વગેરે સોંપ્યું ત્યારે તેમના પત્રો પણ સાથે હતા. આ ઉપરાંત શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખપત્ર ‘જૈન યુગ’માં પણ બે-ત્રણ પત્રો પ્રગટ થયાનું મને સ્મરણ છે. એમના જીવનનું ઊજળું પાસું છે, સાહિત્ય. એમના જીવનની વ્યંજનાશક્તિ છે સાહિત્યમાં! તેઓ તત્ત્વજ્ઞ હતા, પણ સાથોસાથ રસજ્ઞ હતા. પાદપૂર્તિ બનાવતા, સાહિત્યચર્ચા કરતા, એમના મિત્રોએ બનાવેલી કવિતા માટે માર્ગદર્શન આપતા. આ બધું એમના મિત્ર ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – સાથેના પત્ર વ્યવહારમાં સ્ફટ થાય છે. પત્ર દ્વારા એમણે કરેલી સાહિત્યની ઉપાસના આપણને શીખવી જાય છે કે પત્રોમાં કેટલું સામર્થ્ય છે, પત્રો પણ સાહિત્યનું સ્વરૂપ પામી શકે છે. સાહિત્યનું અવિભાજ્ય અંગ છે! એ લોકોની સાહિત્યરસિક સ્નેહાળ મિત્રોની ત્રિપુટી – શ્રી ભગવાનદાસ દુર્લભદાસ પારેખ, શ્રી મૂલચંદ નથુભાઈ અને વીરચંદભાઈ ત્રણેયને એકબીજા પર અપાર સ્નેહ! એકનો પત્ર ન આવે અગર જરા વહેલોમોડો આવે તો કેટલા વ્યાકુળ થઈ જતા મિત્રસ્નેહનું સુભગ દર્શન આ પત્રોનો આત્મા આપણાને કરાવે છે. વીરચંદભાઈએ તા. ૨૩/૩/૧૮૮૭ના પત્રમાં શ્રી મણિલાલ મોહનલાલનો પત્ર ન આવતાં બે અન્યોક્તિઓ લખી, ટિપ્પણ લખેલી. તેમાંથી એક જોઈએ : (ઈન્દ્રવજા) શા સારુ દોડે ભલી ઓ હરિણી, પાણી નથી, ઝાંઝવું જો નિહાળી; ભોળાઈથી દુઃખી બહુ થવાશે, લોકો મહીં મૂરખ તું વદાશે! ટિપ્પણમાં લખ્યું : “કોને, કેવી રીતે ઉપરની અન્યોક્તિઓ લાગુ પાડવી તે તમારું અંતઃકરણ હમણાં નહીં કહે તો કેટલો એક વખત પછી કહેશે.” ભગવાનદાસ પારેખ કવિતાઓ લખતા અને વીરચંદભાઈને મોકલતા. એ પર વિવેચન દ્વારા માર્ગદર્શન માગતા અને પ્રત્યુત્તરમાં પોતાની સમજણ પ્રમાણે ચર્ચા કરતા. ભગવાનદાસ પારેખ નવરસ વિષે જાણે ખરા, પણ તેના પેટા પ્રકાર આદિમાં ખાસ સમજણ નહીં. તેમના એક કાવ્ય વિષે જ્યારે વીરચંદભાઈએ એનો રસ વિપ્રલંભ શૃંગાર કહેવાય અને એની સમજણ આપી ત્યારે અને ત્યાર પછીના પત્ર દ્વારા તેઓ રસ વિષે વિશેષ જ્ઞાતા થયા તા. ૩૦/૧/૧૮૮૭ના પત્રમાં ભગવાનદાસ સ્પષ્ટપણે લખે છે : -- ૪૨] ૪૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – “તેમાં વળી શુંગાર રસના પેટા ભાગિયા ગણાવી તે કવિતા વિપ્રલંભ શૃંગારમાં બની છે એમ લખ્યું તો તેનું જાણવું છે તે તો યોગ્ય લખ્યું હશે જ. પરંતુ હું નવરસ સિવાય તેના પેટા ભાગથી તદ્દન અજાયો છું, કારણ મેં કોઈ પાસે તે રચના શીખી નથી જેથી મને અંગની તથા વિપ્રલંભ શૃંગારની તથા તેની દશાની સૂઝ પડી.” એ જ પત્રમાં લખ્યું કે, “સંભોગ-શૃંગાર કોને કહે (તેની મને ઝાંખી ખબર છે) તેની મને પૂર્ણ ખબર નથી. તો હવે જેમ આને (વિપ્રલંભશૃંગાર) માટે જેમ દશા તથા અવસ્થા વર્ણવી તેમ જ તે માટે મને જણાવશો.” વીરચંદભાઈ તો તૃષાતુર હોઈ, એની ક્ષુધા-પ્યાસ છિપાવવા હંમેશા તત્પર. જવાબમાં શ્લોક લખી મોકલ્યો. એનું વિવેચન કરતાં જણાવ્યું...નાયક-નાયિકાનું પરસ્પર જોવું, વાતચીત કરવી, બાગબગીચામાં ફરવું, પુષ્પો એકઠાં કરવા, જળક્રીડા કરવી, મધુપાન કરવું, તાંબુલ ગ્રહણ કરવું, સુરત-સુખનો અનુભવ લેવો વગેરેનો જે અનુભવ કરે છે અને વળી પૂર્ણ રીતે આનંદિત મનથી; તે સર્વે સંભોગ-શૃંગાર કહેવાય છે.” આ તો થઈ એમની સાહિત્ય ચર્ચાની વાત. તેઓ કવિ હતા કે નહિ એનો નિર્ણય કરવાનું બાજુ પર રાખી એમના પત્રો ઉપરથી એટલું તો અવશ્ય કહી શકાય કે તેઓ કવિહૃદયી હતા. શ્રી ભગવાનદાસે, ‘લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! વસંતતિલકા છંદમાં પંક્તિ બનાવી પાદપૂર્તિ કરવા માટે વીરચંદભાઈને જણાવ્યું. એમના મિત્ર મૂળચંદભાઈએ ચાર કડી બનાવી અને શ્રી વીરચંદભાઈએ છ કડી બનાવી હતી. હાલ આ પત્રમાંથી જેટલી કડી ઉકેલી શકાય છે તેટલી કડી અત્રે આપી છેઃ (૧) જૈન સાધુ (મુનિ). આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે જાણે સુધાની સરિતા વહતી જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! - ૪૩ - Page #45 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા (૨) ચંદ્રજ્યોત્સના શી શોભતી સુખદ ચંદ્ર તણી જ જ્યોત્સના જેણે વધારી પ્રિયને મળવાની તૃષ્ણા જેવી જચ પ્રિય સમાગમમાં જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહી મીઠી! (૩) કોરટમાં હાજર થયેલા ગુનેગાર ઊભો રહ્યો ફપર સાહેબની સમક્ષ ઉદ્વેગ પામી મુખમાંથી વદાય રક્ષા નિર્દોષ છે ક ક ક ક ઉચ્ચારાતી દીઠી. લાગે અતિ શરકરા મમ તેહ મીઠે! (૪) તમારા પત્રની પ્રાપ્તિ રે મિત્ર પત્રની અહોનિશ વાટ દેખું વિહગ્નિ શાંતિ અરથે તવ ચિત્ર પ્રખું જ્યારે પ્રભાત સમયે તવ આવી મીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી ! (૫) પ્રભુભક્તિ સંસારમાં સુખદ વસ્તુ ન કો ગણાયે આનંદ કંદ પ્રભુ ભક્તિ કરો સદાયે શાંતિ થઈ પ્રભુ તણી જવ મૂર્તિ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! (૬) કવિતા. જૂના વિચાર સહ મૌન ન અર્થયુક્તિ રંજાડતી પ્રિયતમા તવ પ્રેમ ઉકિત માધુર્યયુક્ત કવિતા જવ તારી દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! --[૪૪]– ४४ Page #46 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – જૈન સાધુની દેશના કોર્ટમાં હાજર થયેલો ગુનેગાર પોતે નિર્દોષ છે એવો ચુકાદો સાંભળે ત્યારે, પત્ર પ્રાપ્તિથી થતો આનંદ, પ્રભુભક્તિ અને નિજાનંદ સાકરની જેમ અતિ મીઠાં જ લાગે ને? કેવી કલ્પનાથી તરત જ – પત્ર આવતાંની સાથે જ પાદપૂર્તિ બનાવી હતી ! ૨૩ વર્ષની વયે નિગ્રંથ મુનિની વાણી વિષે જે વિચારે છે એ જોતાં એમના સંસ્કારો કેટલા દઢ હશે અને આગળ જતાં આ સંસ્કારોએ જ એમના વિકાસમાં ભાગ ભજવ્યો હશે ને? વિદેશમાં પણ ચુસ્ત જૈન તરીકેનું એમનું જીવન હતું. ચુસ્ત વનસ્પત્યાહારી (જૈન ધર્મપ્રણિત શાકાહારી) તરીકે રહેવામાં એમનો કેટલીક મુસીબતો પડી હતી. સ્ટીમરમાં જતાં પોતાના માટે રસોઈ બનાવવા જુદો ચૂલો રાખવા પરવાનગી લેવી, જુદા ચૂલા દ્વારા જુદી રસોઈ બનાવી એ બાબતનું પ્રમાણપત્ર જહાજના કપ્તાન પાસેથી મેળવવું, (પરિણામે બીજે આવી સગવડતા મેળવવામાં અગવડતા ન પડે), આવાં પ્રમાણપત્ર મેળવવાં, ભલામણ પત્રો મેળવવા વગેરે બાબતોની વિધિથી કેટલી મુસીબત પડી હશે તે આજનો અનુભવી સમાજ સહેલાઈથી સમજી શકશે! (આ પત્રની આખીય નકલ માટે જુઓ પરિશિષ્ટ-૩) તા. ૨૯/૧/૧૮૮૪ના રોજ દયાચંદભાઈ પરના પત્રમાં તેઓએ આ બધી બાબતો સવિસ્તર લખી છે. સ્ટીમરમાં રસોઈ માટે જાદૂકલાના કસબી નથુ મંછાચંદ સાથે હતા. (આ પત્ર પરિશિષ્ટ ૩માં આપ્યો છે.) સ્ટીમરમાં અલ્હાબાદની કૉલેજના પ્રાધ્યાપક શ્રી જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, બૌદ્ધ ધર્મ સભાના મંત્રીશ્રી ધર્મપાલ, લંડનની થિયોસૉફિકલ સોસાયટીના પ્રમુખ શ્રીમતી એની બીસેન્ટ તથા મંત્રી કું. મ્યુલર સાથે હતાં. એમને વીરચંદભાઈએ જૈન ધર્મનું હાર્દ સમજાવ્યું ત્યારે તેઓને આશ્ચર્ય થયું અને કહ્યું, “આવી ઉત્તમ ફિલસૂફીનાં પુસ્તકો અંગ્રેજીમાં જૈન લોકો પ્રગટ કરતા નથી એ ઘણી દિલગીરીની વાત છે.” વિદેશમાં પણ જૈન સમાજનું ગૌરવ જળવાય એની એમણે કાળજી રાખી હતી. શિકાગો જતાં ન્યૂયોર્કમાં બે દિવસ રહેવું પડ્યું. આ ૪૫. Page #47 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – દિવસો દરમિયાન ધર્મ પરિષદના મંત્રી શ્રી વિલિયમ પાઈપ ન્યૂયૉર્ક આવ્યા હતા. અને જૈન ધર્મ પ્રણિત આચાર અનુસાર બધી જ સગવડતા વિશ્વધર્મ પરિષદના ખર્ચે કરવાની હતી. પરંતુ શ્રી વીરચંદભાઈને લાગ્યું કે, જૈન ધર્મની ઉન્નતિ માટે હું અહીં આવ્યો છું તે પ્રસંગે અમેરિકાના લોકોને મારે માટે ખર્ચ કરવો પડે, એ જો કે તેમને પ્રશંસનીય છે, તો પણ મારી શક્તિવાન જૈન કોમને નામોશી ભરેલું છે. તેથી પોતાના જ ખર્ચે રહેવાની ઉપકારભર્યા શબ્દો સાથે ધન્યવાદ આપી માગણી કરી. મહાત્મા ગાંધીજી સાથે સંપર્ક મહાત્મા ગાંધીજી જ્યારે મહાત્મા બન્યા ન હતા અને ઈંગ્લેંડમાં ખોરાકના અખતરા કરતા હતા ત્યારે ગાંધીજીએ મારા સત્યના પ્રયોગોમાં એક વાતનો નિર્દેશ કર્યો છે. તે અનુસાર વીરચંદ ગાંધી એ અખતરામાં એમની સાથે જોડાયા હતા. (ભાગ-૨, પ્રકરણ-૩, પૃ. ૯૩) મહાત્માજીએ આ નિર્દેશ ન કર્યો હોત તો આ બે ગાંધીઓના અંગત પરિચય વિશે આપણે કશું જાણી શકત નહીં એમ પં. સુખલાલજીએ ‘સ્વ. વીરચંદ ગાંધી વિષે કંઈક એ લેખમાં જણાવ્યું છે. તદુપરાંત શ્રી વીરચંદભાઈના પુત્ર સ્વ. મોહનભાઈ પરના એક પત્રમાં ‘પિતાશ્રીના આદર્શો જાળવી રાખ્યા હશે?’ એવી પૃચ્છા કરી હતી. આ પત્ર વીરચંદભાઈના અવસાન બાદ ચાર દાયકા પછી લખાયો હતો. આ પત્ર મારા જોવામાં આવ્યો છે અને તે એમનાં કુટુંબીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપેલ છે. કેળવણી યુગના સ્વપ્નદ્રષ્ટા ભારતમાં અને ખાસ કરીને જૈન સમાજમાં નવી કેળવણીનો વ્યાપક પ્રચાર થાય, એ માટેની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે એમણે અથાક પ્રયત્નો કર્યા હતા. ભારતમાં જૈન કૉલેજની સ્થાપના થાય એ એમનું સ્વપ્ન હતું. ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ કેળવણી માટે સહાયરૂપ થવા અમેરિકામાં એમણે એક ફંડની શરૂઆત પણ કરી હતી. પણ અલ્પાયુ સામે એ અધૂરું રહ્યું. • ૪૬ - Page #48 -------------------------------------------------------------------------- ________________ - - જ્યોતિર્ધરની જીવન ગાથા – એથી વિશેષ ઉલ્લેખનીય બાબત તો એ કે, એમણે એ જમાનામાં સ્ત્રી-કેળવણીની હિમાયત કરી અને સક્રિય પગલાં લીધાં. જે યુગ સ્ત્રી-કેળવણીને આવશ્યક સમજતો ન હતો અને જે યુગમાં સ્ત્રીઓનું સ્થાન ઘરની ચાર દીવાલ વચ્ચે જ સીમિત હતું, એ યુગમાં સ્ત્રીકેળવણીની વાત કરવી અને એનો અમલ કરવો એ નાનીસૂની વાત નથી! એમના પ્રયત્નોથી અમેરિકામાં “International Society for the Education of Woman in India નામે સંસ્થા સ્થપાઈ હતી અને એમના પ્રયત્નોથી ત્રણ ભારતીય બહેનોને આ સંસ્થા દ્વારા રહેઠાણ અને અભ્યાસના ખર્ચની એ સંસ્થાની જવાબદારીથી અમેરિકા અભ્યાસાર્થે મોકલી શક્યા. ભારતીય સન્નારીઓ સમાજમાં પોતાના સ્થાનને સમજે અને સાક્ષર, શિક્ષિત સ્ત્રીઓ સાવિત્રી, મૈત્રેયી, ગાર્ગી અને દમયંતી જેવી સતી સ્ત્રીઓના જેવો પોતાનો દરજ્જો પુનઃ પ્રાપ્ત કરે એવો ઉદ્દેશ આ સંસ્થાનો હતો. એમનો દેહવિલય ઇ.સ. ૧૯૦૧ના ઑગસ્ટની સાતમી તારીખે મુંબઈમાં . થયો. -: ઉપસંહાર :કેટલીક વ્યક્તિનાં કાર્ય એવા હોય છે કે એમણે કરેલાં સત્કર્મો જેવાં અન્ય કાર્યો થાય ત્યાં સુધી કાળ ભગવાન થોભી જાય એવી આપણને સ્વાભાવિક અપેક્ષા રહે, એવી આપણી પ્રાર્થના પણ હોય. પણ કાળ કોઈનો મિત્ર નથી; કોઈનો શત્રુ પણ નથી. તેની ગતિ સતત, ગહન અને અકળ છે. ભગવાન મહાવીર પણ કાળની ગતિને થંભાવી શક્યા નહીં. ત્રીજી વખતે વિદેશયાત્રાએથી નાદુરસ્ત તબિયત લઈને ૧૯૦૧ના જુલાઈમાં વીરચંદ ગાંધી સ્વદેશ પાછા ફર્યા. અહીં આવ્યા પછી એમની તબિયતમાં સુધારો થયો નહીં. ૩૭ વર્ષની જિંદગીમાં તેઓ સતત કાર્યરત રહ્યા, કદાચ શારીરિક ક્ષમતાથી વધી કાર્યશીલ રહ્યા. ઇ.સ. ૧૯૦૧ના ઑગસ્ટ માસની સાતમી તારીખે મુંબઈમાં એમનું દેહાવસાન થયું. કાળ ભગવાને એની અકળ લીલાનું દર્શન કરાવ્યું. કાકાસાહેબ કાલેલકરે સ્મરણયાત્રા'માં નોંધ્યું છે કે 'ડાહ્યો-શાણો - ૪૭ ] Page #49 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – માણસ ઝાઝું જીવે નહીં.' આ ઉક્તિ વીરચંદ ગાંધી અને એમના સમકાલીનોમાં અક્ષરશઃ સાચી પડતી જણાય છે. સમાજ સુધારક કરશનદાસ મૂળજી (૧૮૩૨-૭૨), સ્વામી વિવેકાનંદ (૧૮૬૨-૧૯૦૨), વા.મો. શાહ (૧૮૭૮-૧૯૩૧), શ્રીમદ્ રાજચંદ્ર (૧૮૬૮-૧૯૦૦): આ બધા મહાનુભાવોએ હજુ ચાલીસી વટાવી – ન વટાવી અને કાળ ભગવાનનું કહેણ આવ્યું. જાણે એ તેડું વહેલું આવવાનું હોય એમ ટૂંકી જિંદગીમાં સતત એક પછી એક કાર્ય હાથ પર લેવા માંડ્યાં અને આટોપવા લાગ્યા. વીરચંદ ગાંધીના કાર્યનું મૂલ્યાંકન કરવું પડે એવી સ્થિતિ આજે ઊભી થઈ રહી છે. વિદેશમાં જૈનોનો વસવાટ વધ્યો છે. ત્યાં વસતાં ફુટુંબોને એમનાં બાળકોના સંસ્કાર અંગેની ચિંતા છે. જૈન ધર્મનું પાયાનું જ્ઞાન સરળ અંગ્રેજી ભાષામાં આપવાનું છે. ભારતમાં પણ અંગ્રેજી માધ્યમવાળી ભાષામાં વ્યાવહારિક શિક્ષણ વધ્યું છે ત્યારે વીરચંદ ગાંધીનાં જૈન ધર્મ પરનાં અંગ્રેજી ભાષામાં અપાયેલ વ્યાખ્યાનોનું મૂલ્ય વધી જાય છે. આ દિશામાં એમણે પાયાનું કામ કર્યું છે. વળી, તીર્થસ્થાનોમાં ફિરકાભેદના કારણે ચાલી રહેલા વિવાદના કારણે એમની આજે સૌથી વિશેષ જરૂર છે. મક્ષીજી તીર્થ, શત્રુંજય અને સમેતશિખર પર ચરબીનું કારખાનું નાખવાના કિસ્સામાં એમણે દાખવેલી દૂરંદેશી, ધગશ, ઉત્સાહ અને તે વિસ્તારની ભાષા શીખવાની તમન્ના આજે પણ દ્યોતક છે. ક્યાંક દસ્તાવેજી વિગતો આપીને, ક્યાંક ઉદારતા રાખીને પ્રશ્નનું નિરાકરણ શોધવામાં એમનું જીવન દીવાદાંડીરૂપ બની રહેશે એમાં શંકા નથી. આવા પનોતા પુત્રને અનેકશઃ વંદના. R ४८ Page #50 -------------------------------------------------------------------------- ________________ OH nol ivadaM ab . જ્યોતિર્ધરની જીવન ગાથા LECTURE ON INDIA Ancient Literature of India. Position of Women in India. Early Life of the Hindus. ** Marriage Status in India. BY VIRCHAND R. GANDHI, B.A., of Bombay Honorary Secretary to the Jain Association of India ̧ અમેરિકામાં શ્રી વીરચંદભાઇ ગાંધીના ચેાાયેલ પ્રચના મગેનું પાટ, Social Customs of the 288 Millions of the Indian People. મૂળ પોસ્ટર મઢાવીને શ્રી મહુવા તપાગચ્છીય જૈન સંઘની પેઢીમાં સચવાયેલું છે તેની સાઈઝ ૧૫x ૧૨" છે ४८ llament The Society for the Education of women of India's Chicago's Hon. Secretary Mrs. Howard & Virchand Gandhi HM fajo02 adida Page #51 -------------------------------------------------------------------------- ________________ -- malalzo yao 011211 - Mr. Herbert Warren, Mr & Mrs. A. Gordon Hon. Secretary & Eminent Members of Mahavir Brotherhood, London established by Virchand Gandhi yo Page #52 -------------------------------------------------------------------------- ________________ ons fo Tap 255708 PENY ene જ્યોતિર્ધરની જીવન ગાથા Photo Courtesy: Neely's History of World's Parliament 1951BHSHS tous of Religions, 1893 s elsansko 6,5 She abía, prsicais, jakseats seikbeya is als é feisbla GHS oks ée lists Assins Susp fast fis fans & se pipe abuse From left to right Virchand Ghandhi, Mr. H. Dhamapal and Swani Vivekanand at world's Parliament of Religions. ૫૧ Elfs 013 Page #53 -------------------------------------------------------------------------- ________________ . જ્યોતિર્ધરની જીવન ગાથા પરિશિષ્ટ ૧ પશ્ચિમની નજરે શ્રી વીરચંદ ગાંધી શ્રી વીરચંદભાઈની વિદેશની કામગીરીને ત્યાંનાં વર્તમાનપત્રો અને અગ્રગણ્ય નાગરિકોએ કઈ દૃષ્ટિથી મૂલવ્યાં એ જોવું રસપ્રદ થશે, અને એ જોયા વિના એમનું મૂલ્યાંકન પણ અધૂરું ગણાશે. આ દૃષ્ટિએ એવા કેટલાંક વિદેશી પત્રોના અને અગ્રગણ્ય નાગરિકોના અભિપ્રાયનો અનુવાદ જોઈએ. એડિટર્સ બ્યૂરો (અમેરિકનં સામયિક) તંત્રી સ્થાનેથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મુંબઈ યુનિવર્સિટીના સ્નાનતક (બી.એ.) છે અને અસાધારણ બુદ્ધિ-પ્રતિભા ધરાવે છે. તેઓ અંગ્રેજી સહિત ચૌદ ભાષાના અચ્છા જાણકાર છે, અને જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી છે. ભારતમાંથી એક જ એવા સગૃહસ્થ હોવાનું તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે જે ચિકાગો વિશ્વધર્મ પરિષદ, ૧૮૯૩માં તેના વતનીઓ દ્વારા પસંદ કરાયેલા જૈન ધર્મના પ્રતિનિધિ હતા અને જેણે ૫૦,૦૦,૦૦૦ જૈનોનું ગૌરવથી પ્રતિનિધિત્વ કર્યું. મિ. ગાંધી આપણા રીતરિવાજો, રાજકીય પરિસ્થિતિ, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓનો અભ્યાસ કરવા આપણા દેશમાં રહ્યા છે. તેઓ પ્રભાવશળી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ લાગણીશીલ, ગંભીર, આદર્શસિદ્ધ તેમજ સ્વમાન અને નૈતિક હિંમત ધરાવે છે. આ બધું અને એથી વિશેષ અસર કરે એવી બાબત, એની સ્વસ્થતા, શાંતિ, જિજ્ઞાસુ દૃષ્ટિ અને ભારતના રીતરિવાજ તેમ જ ધર્મોની ચર્ચા કરવાની એમની છટા છે, પરંતુ જ્યારે માનવજાતની સ્વાર્થ પરાયણતા, અન્યાય અને અજ્ઞાન, લોકોની ભીષણતા વિષે તેઓ ચર્ચા કરે છે ત્યારે ખૂબ જ છટાપૂર્વક પ્રવચન કરે છે અને એ વિષે જ્યારે વિસ્તારથી ચર્ચા કરે છે ત્યારે તેનો આત્મા, એની આંખની તેજસ્વિતા દ્વારા ઝળહળી ઊઠે છે. જ્યારે પણ તક મળે ત્યારે ભારતના વતનીને સાંભળવાની કોઈએ - ૫૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – પણ તક ગુમાવી જોઈએ નહીં. બીજી કોઈ જગ્યાએ જવા કરતાં એક સાંજે એમની પાસેથી વધુ જ્ઞાન અને સત્ય લાધશે. ભારત અને તેના લોકો વિષે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શકશે. એમનું પ્રવચન પુરું થયા પછી પ્રેક્ષક વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પૂછશે તો તેઓ યોગ્ય પ્રત્યુત્તર આપશે. આવી ઉમદા અને મહાન વ્યક્તિ, જે સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપે છે અને એ મુજબ વર્તે છે એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં ક્લબ, વિદ્વાનોના વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ સોસાયટી, થિયોસોફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યા છે. અને પીર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે. રેવન્ડ આર. એ. વ્હાઈટ, ચિકાગોઃ . ભારતના વિવિધ ધર્મોની વિશ્વધર્મ પરિષદમાં રજૂઆત કરનાર શ્રી ગાંધીને હું ઘણા પંડિતોમાંના એક વિદ્વાન ગણું છું. મારા ચર્ચમાં એમણે આપેલ પ્રવચન મારા મત મુજબ, એમની રજૂઆત કરવાની ઢબ અને વિગત એમ બન્ને દષ્ટિથી એમને છાજે એવું હતું. અને એમણે દર્શાવી આપ્યું કે એમણે પીર્વાત્ય તત્ત્વજ્ઞાન સંપૂર્ણ રીતે ગ્રહણ કરેલું છે. શ્રી ગાંધીને અંગ્રેજી ભાષા પર સારો કાબૂ છે અને તેમનામાં દરેક જગ્યાએ રસ-જિજ્ઞાસા જાગે એવું વ્યક્તિત્વ છે. માનાર્હ ઈ. બી. શેરમેનઃ ચિકાગો વિશ્વધર્મ પરિષદના પૂર્વના ઘણા વિદ્વાનો અને વિચારકોને મળવામાં મને હંમેશા આનંદ થાય છે. તેમાંના મુંબઈના ધારાશાસ્ત્રી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી એક છે. ભાગ્યે જ કોઈ દિવસ મારું એવું નસીબ હોય કે હું શ્રી ગાંધી જેવા એક સગ્રુહસ્થને મળ્યો હોઉં, જેનું વાચન અને સંસ્કાર વિસ્તૃત અને વિવિધ હોય તેમ જ સાથોસાથ મીઠાશ, નિખાલસતા અને જ્ઞાન આપવા માટેની તાલાવેલી જેનામાં હોય. પ૩ - Page #55 -------------------------------------------------------------------------- ________________ · જ્યોતિર્ધરની જીવન ગાથા રેવરન્ડ એડીસન પાર્કર (ડિસેમ્બર ૨, ૧૮૯૩): ચિકાગો વિશ્વધર્મ પરિષદની કાર્યવાહી દરમિયાન જૈન ધર્મ વિષે શ્રી ગાંધીજીનું પ્રવચન સાંભળવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને એમને વ્યક્તિગત મળવાનો પણ પ્રસંગ સાંપડ્યો એથી મને આનંદ થયો. મારા પર એમને વિષે ખૂબ જ બુદ્ધિશાળીમાંના એક અને પૂર્વના પ્રતિનિધિઓમાંથી આપણા માનસને હચમચાવી મૂકનાર તરીકેની છાપ પડી. મહાન પુરુષોના જીવન અને વિચારોને તેઓ રજૂ કરે છે એને એમના સિવાય બીજા કોઈના પાસેથી હું સાંભળવાનુ પસંદ ન કરું. બફેલો કોરિયર (ઑગસ્ટ ૧૯, ૧૮૯૪) Buffalo Courier; કાસાગાડામાં અત્યાર સુધીમાં કોઈનું પણ સન્માન કરવામાં આવ્યું ન હોય એવું ઉષ્માભર્યું સ્વાગત મુંબઈના જૈન શનિવારે સાંજના જ્યારે તેઓ જાંબુડી રંગનો ઝબ્બો, સોનેરી પાઘડી અને રેશમી કમરપટ્ટો એ રીતે સંપૂર્ણ ભારતીય સ્વાંગમાં આવ્યા ત્યારે પ્રેક્ષકોએ એમને હર્ષનાદથી વધાવી લીધા અને એમનું પ્રવચન ‘Some Mistake Corrected' પૂરું થયુ ત્યારે ફરી ફરીને પ્રવચન આપવા કહેવામાં આવ્યું હતું. લાઈટ ઑફ ટ્રુથ (૧૧/૮/૧૮૯૪) : શ્રી ગાંધી ભારતની વૈદિક શાખા, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે. તેઓ એ તત્ત્વજ્ઞાનને, આધ્યાત્મિક પ્રતિભાથી અને પોતાના ગુરુના વ્યવહારુ જ્ઞાનને પોતાની પ્રતિભા સાથે પ્રગટ કરે છે, પ્રકાશે છે. બફેલો એક્સપ્રેસ (૧૪/૮/૧૮૯૪)ઃ ભારતના શ્રી વીરચંદ ગાંધી રસ ધરાવતા અસંખ્ય લોકોના મુખ્ય, માનનીય વક્તા હતા. પ્રેક્ષકવર્ગ તરફ દૃષ્ટિ ફેરવતાં જણાયું કે દરેકે દરેક લોકો આ હિન્દુના શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા હતા અને સમજતા હતા. લાઈટ ઑફ ટ્રુથ (૧૮/૮/૧૮૯૪) : જૈન તત્ત્વવેત્તા શ્રી વીરચંદ ગાંધીએ પ્રાચીન ધર્મોની સમજણ આપવા વર્ગો શરૂ કર્યા છે. પોતાના ધર્મોનું તત્ત્વજ્ઞાન સમજાવતા આ હિન્દુ સ્કોલરને સાંભળવા બુદ્ધિશાળી-તેજસ્વી પ્રેક્ષકો ખૂબ જ આતુર હોય છે અને સભાગૃહ હંમેશા એવા પ્રેક્ષકોથી ભરપૂર રહે છે. ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા – પરિશિષ્ટ - ૨ [શ્રી વીરચંદ ગાંધીના જીવનની સાલવારી શ્રાવણ વદ ૮, વિ.સં. ૧૯૨૦ મહુવામાં શ્રી રાઘવજી ગાંધીને ત્યાં તા. ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ શ્રી માનબાઈની કૃષિએ જન્મ. ઈ.સ. ૧૮૭૨-૭૩ – મહુવાના હેડમાસ્તર અને ઈન્સ્પેક્ટરની ભલામણથી હાઈસ્કૂલના અભ્યાસ માટે સહફુટુંબ ભાવનગર, ૧૮૭૯ – લગ્નગ્રંથિથી જોડાયા. ૧૮૮૦ – મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાંથી પસાર. ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ – સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. ૧૮૮૦ – ઉચ્ચ અભ્યાસ માટે સહફટુંબ મુંબઈ આવ્યા. એલફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ. ૧૮૮૪ – મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી. જૈન સમાજમાંથી પ્રથમ સ્નાતક. ૧૮૮૪ – શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાના મંત્રી તરીકે વરણી, જાહેર જીવનના શ્રીગણીશ. ૧૮૮૫ - શત્રુંજય કેસ સંબંધમાં જુબાનીઓ લઈ એમણે મુંબઈ, અમદાવાદ, પૂના વગેરે સ્થળોએ અરજી કરી ગવર્નર સાહેબને મળી ઈન્કવાયરીનો હુકમ મેળવ્યો. ૧૮૮૫-૮૬ - મેસર્સ લીટલ, સ્મીથ, ફ્રેઅર એન્ડ નિકોલસન, સરકારી સોલિસિટર્સની પેઢીમાં આર્ટિકલ્ડ ક્લાર્ક તરીકે જોડાયા. ૧૮૮૬ – એપ્રિલ - શત્રુંજય પર યાત્રાએ જનારને આપવો પડતો મુંડકાવેરો બંધ થયો. એ કેસમાં કર્નલ વોટ્સન અને મુંબઈના ગવર્નર લૉર્ડ રેને મળી, સમજાવી, ચુકાદો તરફેણમાં આયો. ૧૮૮૬ – ડિસેમ્બર-શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને માનપત્ર આપવામાં આવ્યું. ૧૮૮૬-૮૭ – મક્ષીજી તીર્થ સંબંધી ઝઘડાનો નિકાલ. ૧૮૯૦ – પિતાશ્રી રાઘવજીભાઈનો સ્વર્ગવાસ. પિતાની આજ્ઞા : મારી પાછળ રડવું નહીં. ભોંયે ઉતારવો નહીં. સ્મશાનમાં અળગણ પાણીએ નહાવું નહીં. મરણ ખર્ચ કરવો નહીં.' વગેરેનો અમલ પણ કર્યો. ૧૮૯૧ – બેડમ સાહેબે સમેતશિખર પર ચરબીના કારખાના સંબંધમાં આપેલા જવાબ પછી હાઈકોર્ટમાં અપીલ થઈ ત્યારે કલકત્તા ગયા. બંગાળી ભાષા શીખ્યા અને ઐતિહાસિક દસ્તાવેજો રજૂ – પપ ]> પપ Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા - કરી ‘આ તીર્થ જૈનોનું છે એવો ચુકાદો મેળવ્યો. ૧૮૯૩ - જૂન – પૂ. આત્મારામજી મહારાજ ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જઈ શકે એમ ન હોવાથી મુંબઈના જૈન સંઘે શ્રી વીરચંદ ગાંધીને મોકલવા સર્વાનુમતે ઠરાવ કર્યો. સાથે એક માણસ મદદ માટે આપવાનું પણ ઠરાવ્યું. ૧૮૯૩ – ઑગસ્ટ - સ્ટીમર આસામ મારફત અમેરિકા તરફ પ્રયાણ. ૧૮૯૩ - સપ્ટેમ્બર - ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત અને તા. ૨૫/૯/૧૮૯૪ના રોજ હિન્દુ દર્મ પરના પ્રહારનો સૌજન્યપૂર્ણ પ્રત્યુત્તર. ૧૮૯૩-૯૫ – (૧) અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જૈન ધર્મ વિષે પ્રવચનો. ‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ફિલોસોફી'ની સ્થાપના દ્વારા હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે વ્યાખ્યાનો. (૨) શિકાગોમાં “An Unknown Life of Jesus Christ'નું પ્રકાશન. (૩) લંડન આવ્યાં. લૉર્ડ રેના પ્રમુખસ્થાને યોજેલ સભામાં ભારતીય તત્ત્વજ્ઞાન વિષે વ્યાખ્યાન. ૧૮૯૫ - સ્વદેશાગમન. આર્યસમાજ, બુદ્ધિવર્ધક સભ વગેરે સંસ્થાઓના ઉપક્રમે પ્રવચનો આપ્યાં. ‘હેમચંદ્રાચાર્ય વર્ગની સ્થાપના. ૧૮૯૫ – સપ્ટેમ્બર-અજમેરમાં ભરાયેલ ‘ધર્મ મહોત્સવમાં જૈન ધર્મના પ્રતિનિધિ. ૧૮૯૬ – ઑગસ્ટ, ૨૦, ૨૧ - અમેરિકાથી નિમંત્રણ મળતાં ધર્મપત્ની સાથે તા. ૨૧ના રોજ ફરી અમેરિકા તરફ પ્રયાણ તા. ૨૦ના રોજ શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી તરફથી માનપત્ર. ૧૮૯૬ – ભારતમાં દુષ્કાળ પડ્યાના સમાચાર મળતાં અમેરિકામાં ‘દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના રૂા.૪૦,૦૦૦ રોકડા અને અનાજ ભરેલા વહાણની ભારત તરફ રવાનગી. ૧૮૯૭ – શત્રુંજય કેસ સંબંધમાં ઈંગ્લેન્ડ ગયા૧૮૯૯ – આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાનું પ્રતિનિધિત્વ. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને માનપત્ર. તા. ૨૩, સપ્ટેમ્બર, ૧૮૯૯. ૧૯૦૧ - જુલાઈ – સ્વદેશાગમન. ૧૯૦૧ – ઑગસ્ટ ૭, - ૩૭ વર્ષની ઉંમરે દેહવિલય. Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા –– પરિશિષ્ટ - ૩ (સ્વનામ ધન્ય શ્રી વીરચંદ ગાંધી અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત થવા મુંબઈ છોડી ગયા ને ચિકાગો પહોંચ્યા પછી ત્યાંથી વિગતવાર સ્વહસ્તે પત્ર લખ્યો હતો. તે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખપત્ર “જૈન યુગ'ના વિ.સં. ૧૯૮૨ના ચૈત્ર માસ (ઇ.સ. ૧૯૩૧)ના અંકમાં પ્રગટ થયો હતો તે અત્રે રજૂ કર્યો છે. – લેખક ચિકાગો તા. ૨૯ જાન્યુઆરી, ૧૮૯૪ રા. રા. મેહેરબાન શેઠજી સાહેબ, દયાચંદભાઈ મલકચંદની સેવામાં, મુંબઈનું બારું તા. ૪ ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ છોડયા પછી આપના ઉપર સવિસ્તર પત્ર હું લખી શક્યો નથી. કારણ માત્ર એ જ કે આ દેશમાં કંઈ પણ સંગીન, સ્તુતિપાત્ર કામ કર્યા પછી આપને પત્ર લખું તો જ આપને આનંદ પ્રાપ્ત થાય. આ શહેરમાં હું પાંચ મહિના થયા છું અને તે દરમિયાન આપ સંતોષ પામો એટલું કામ હું કરી શકયો છું. માટે હવે આપને સવિસ્તર પત્ર લખું છું. - તા. ૪ ઓગસ્ટના રોજ સ્ટીમર પર જતાં પહેલાં મેસર્સ થોમસ ફુક એન્ડ સનની મુંબઈની પેઢી તરફથી સ્ટીમરના કપ્તાન ઉપર મેં એક પત્ર લખાવી લીધો હતો તેની નકલ નીચે આપું છું. Bombay, 4th August, 1893 The Commanding. Officers of the S. S. Assam and the S. S. Himalaya Dear Sirs, The bearer of this, Mr. Gandhi, a Hindu Gentleman of this city is en-route to Chicago and is going to observe - પ૭ : Page #59 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા Hindu rites and customs on board so as not to interfere with his caste. He will feel much obliged, if you will be so kind as to give him a certificate on leaving your ships to the effect that he has not eaten food prepared by the ship's cook but by his own cook. Thanking you in anticipation, Yours faithfully, Thos. Cook & Son. ઉપર મુજબનો પત્ર લઈને હું સ્ટીમર પર ગયો. તેની સાથે પી. એન્ડ ઓ. કંપની સાથે બંદોબસ્ત કર્યો હતો કે સ્ટીમરના અલાયદા ભાગ ઉપર એક લોઢાનો ચૂલો રાખવો. એ ચૂલા માટે મેં સદરહુ કંપનીને એકસો રૂપિયા જુદા આપ્યા હતા. એડનથી બીજી સ્ટીમરમાં જવાનું હતું અને એ ચૂલો પણ અમારે માટે ખાસ બીજી સ્ટીમર પર લઈ જવામાં આવ્યો હતો. એકલા ચૂલા માટે સો રૂપિયા મોટી રકમ છે પણ તેનો ખુલાસો પી. ઓ. કંપની નીચે પ્રમાણે આપે છે. મારી સાથે મી. નવું મંછાચંદ હતો. અને રસોઈ વિગેરે કામ માટે તેની જરૂર હતી. એ બે દિવસ સુધી નથને ફેર આવ્યો * તેથી અમે રસોઈ કરી શકયા નહીં. પણ અંતે તંદુરસ્તી સારી રહેવા લાગી. પહેલાં બે દિવસ સુધી અમારી પાસે મીઠાઈ વગર ખાવાના પદાર્થો ઘા હતા. તેનાથી અમે ચલાવ્યું. ત્રીજા દિવસે રસોઈ શરુ કરી. એડન પછી દરિયો શાંત હતો. તેથી રસોઈ કરવામાં અમને કશી અડચણા પણ પડી નહીં. એડનથી બીજી સ્ટીમર હિમાલય નામની હતી તેમાં અમે બેઠા. પહેલી સ્ટીમરના કપ્તાને અમને અમારા ખોરાક સંબંધી સર્ટિફિકેટ આપ્યું છે તેની નકલ નીચે પ્રમાણે છે: * મી. નથુ મંછાચંદ મહુવાના વતની હતા. અને શ્રી વીરચંદ ગાંધીના રસોઈ વગેરે કામ માટે અમેરિકા એમની સાથે ગયા હતા. ત્યાં જાદૂના અદ્ભુત પ્રયોગો કર્યા હતા. સુમાર’ સામયિકના આતંત્રી રવિશંકર રાવળે એમના જાદૂના પ્રયોગો ભાવનગરમાં જોવા જવાનો ઉલ્લેખ એમની આત્મકથામાં કર્યો છે. વિશેષ વિગતો માટે મેં સંપાદિત કરેલ પુસ્તક “મહુવાની અસ્મિતા” જુઓ. ૫૮ - Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા Dear Sirs, In reply to your letter of date, I bag to inform you that a stove has been placed on board the "ASSAM" for the use of Mr. Gandhi and friend and I have written to the commander of the connecting ship at Aden to see that it is kept for their exclusive use. I note that they considered Rs.100/- a high charge but you will dountless have explained to them that the stove at some inconvenience to the ship and has to be transhipped at Aden, carried to London and brought back again. Bombay, 3rd August, 1893 M/s. Thos Cook & Son, Bombay. Peninsular & Oriental Steam Navn. Co. S. S. Assam, Aden, 11th August, 1893 I hereby certify that Mr. Gandhi, second saloon passenger on board this steamer has travelled from Bombay to Aden, during which time the has had no food prepared by any one on board but his own private cook. Yours faithfully, Superientendent એજ પ્રમાણે સ્ટીમર હિમાલયના કપ્તાને નીચે મુજબ સર્ટિફિકેટ આપ્યું છે. ૫૯ S. S. Himalaya, 18th August, 1893 This is to certify that Mr. Gandhi embarked on board this ship at Aden Ex Assam on the 11th August, 1893 and disembarked at Brindisi on the 18th August, 1893 during which time he only had meals cooked by his T. F. Creery Commander Page #61 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – own cook receiving nothing cooked by any of the ship's company. Fred Buckland, Purser તા. ૧૮મીના રોજ અમે પહોંચ્યા. સ્ટીમર પરથી ઉતરી અમે શહેરમાં ગયા અને લંડન પહોંચતા રેલગાડીમાં બે દિવસ બેસી રહેવું પડે છે તેથી રસ્તામાં ખાવા માટે મેવો તથા ફળ ખરીદી કર્યા. રસ્તામાં કોઈ જગ્યાએ રોકાયા નહીં. ફક્ત ઈટાલીના યુરિન શહેરમાં અમારે ગાડી બદલવી પડી. ત્યાં બે ચાર કલાક રોકાવું પડયું. તા. ૨૦ ઓગસ્ટના રોજ અમે લંડન પહોંચ્યા. બ્રીંડીઝીથી મારા એક મિત્ર ઉપર મેં અગાઉથી તાર મૂકી જણાવ્યું હતું કે અમારે માટે અલાયદુ એક મકાન ભાડે રાખે. લંડન પહોંચ્યા એટલે અમે ઘેર પહોંચ્યા એમ લાગ્યું. અમેરિકાની સ્ટીમર જવાને છ દિવસની વાર હતી. તેથી અમારે તેટલા વખત સુધી લંડનમાં રોકાવું પડ્યું. - તા. ૨૬ ઓગસ્ટના રોજ અમે લંડનથી રવાને થઈ સાઉધાપટન ગયા અને ત્યાંથી “પારિસ” નામની સ્ટીમરમાં બેઠાં. આ સ્ટીમરમાં અમારે સંગાથ ઘણો સારો હતો. લંડનની થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ મીસીસ એની બેસંટ તથા સેક્રેટરી મીસ મ્યુલર, અલાહાબાદની કૉલેજના ગણિતશાસ્ત્રના પ્રોફેસર સી. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી તથા બૌદ્ધ ધર્મસભાના સેક્રેટરી મી. ધર્મપાલએ સઘળા ચિકાગોની ધર્મસભા માટે પ્રતિનિધિ તરીકે જતા હતા. રસ્તામાં અમારે તેમની સાથે ઘણી જ સારી રીતે વાતચીત થઈ. તેમને જૈન ધર્મ સંબંધી કશી પણ માહિતી નહોતી. પણ જ્યારે જૈન ધર્મના તત્વો સંબંધી મેં ટૂંકામાં વર્ણન આપ્યું ત્યારે આવું ઉત્તમ તત્ત્વજ્ઞાન જૈન ધર્મમાં છે એ જાણી તેમને અજાયબી ઉત્પન્ન થઈ. તેની સાથે તેઓએ જણાવ્યું કે આવી ઉત્તમ ફિલોસોફીના પુસ્તકો અંગ્રેજીમાં જેની લોકો પ્રસિદ્ધ કરતા નથી એ ઘણી દિલગીરીની વાત છે. સાઉઘાંપટન અને ન્યુયોર્કની વચ્ચે સ્ટીમરમાં મીસીસ એની બેસન્ટ Page #62 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – બે વખત “કર્મ' વિષય ઉપર ભાષણ આપ્યા હતા. તા. ૨ સપ્ટેમ્બરના રોજ અમે સવારના આઠ વાગતા ન્યુયોર્કના બંદરમાં આવી પહોંચ્યા. ગંજાવર કદની સ્ટીમરો બંદરમાં દોડાદોડ કરતી હતી. એકબાજુ એ બ્રુકલીન નામનું ન્યુયોર્કનું પરું હતું. બીજી બાજુ એ ન્યુજર્સી નામનું પરું છે. વચમાં ન્યુયોર્ક શહેર છે. આપણા દેશના કિનારા પર ઉતારુઓને પોતાનો સામાન સાથે લઈ કિનારા પર ઉતરવું પડે છે તેમ અહીં કરવું પડતું નથી. તમારી દરેક પેટી પર તમારું નામ લખી સ્ટીમરના માણસોને સામાન સોંપી દો એટલે તેઓ કિનારા ઉપર તમને દરેક ચીજ બનતી ઉતાવળથી આપી દેશે. અમારો ફૂલસામાન અમે સ્ટીમરના માણસોને સોંપી દીધો અને સ્ટીમર ઉપરથી દેશી પોશાકમાં કાંઠા ઉપર ઉતર્યા. કાંઠા ઉપર આપણી મુંબઈની જાણીતી ટોમસ ફ્રેકની પેઢીની અત્રેની ન્યુયોર્કની શાખાના પ્રતિનિધિ મી. હેમીલટન હાજર હતા. તેમણે ઘણા વિવેક સાથે અમને કહ્યું કે તેઓ અમારુ કશું પણ કામ કરવાને સેવામાં હાજર છે. અમે અમારો સામાન તપાસી લીધો. ન્યુયોર્ક યુનાઈટેડ સ્ટેટસનું બારું છે. તેથી તરી જકાતનો કાયદો બરાબર અમલમાં મુકવામાં આવે છે. તારી જકાતના દસ-વીશા ઈન્સપેક્ટરો ત્યાં હાજર હતા અને તેમને અમારો સામાન બતાવ્યા સિવાય અમારાથી જવાય તેમ નહોતું છતાં જેમ મુંબઈમાં ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર કસ્મટમ્સ ખાતાના સીપાઈઓ લોકોને અપમાન ભરેલી રીતે સતાવે છે તેમ અહીં નહોતું. તેઓએ અમને પૂછયું કે જકાત આપવી પડે એવો સમાન અમારી પાસે હોય તો તેમને જણાવવું.અમે કહ્યું કે અમારી પાસે તેવો કશો સામાન નથી. ઉપર ઉપરથી અમારો સામાન તેઓએ તપાસ્યો અને પછી અમને જવા દીધા. ચિકાગોની ધર્મસભા તરફથી તેના સેક્રેટરી મિ. વિલીયમ પાઈપ અમને લેવા માટે બંદર ઉપર આવ્યા હતા. એ ધર્મસભાની જનરલ કમિટીએ ખાસ અમારા માટે મિ. પાઈપને ચિકાગોથી ન્યુયોર્ક મોકલ્યા હતા. તેઓ અમને મળ્યા. મિ. વિલિયમ પાઈપ ફક્ત ૩૨ વર્ષના ઉત્સાહી. ગૃહસ્થ છે. શરીર અને તંદુરસ્તીની દરકાર કર્યા વિના તેઓએ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ માટે અથાગ મહેનત લીધી છે. અમારો - ૬૧ - Page #63 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા વિચાર ન્યુયોર્ક શહેરમાં બિલકુલ રોકાયા સિવાય તરત જ ચિકાગો. જવાનો હતો. પરંતુ મી. પાઈપે કહ્યું કે “તમે ૧૨૦૦૦ માઈલની મુસાફરી કરતાં અહીં આવ્યા છો માટે બે દિવસ અહીં આરામ લો અને આજ શનિવાર છે પણ સોમવારની સાંજના અહીંથી આપણે ચિકાગો તરફ રવાને થઈશું.” તેઓએ અમારા માટે મકાનનો અગાઉથી બંદોબસ્ત કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે ખોરાકની બાબતમાં અમારો રિવાજ તમે જાણતા નહીં હો, અમે ઉત્તમ હિંદુ તથા જૈન લોકો સિવાય બીજા કોઈના હાથની રસોઈ જમતા નથી. મી. પાઈપે કહ્યું કે “તમારી અનુકૂળ પડે તેવી રીતનો મરજી મુજબ બંદોબસ્ત કરશે' ફક્ત બે દિવસ ન્યુયોર્કમાં રહેવાનું હતું. તેથી અમે વિચાર કર્યો કે ફળફૂલ ઉપર રહેવું વધારે ઠીક પડશે. મી. વિલિયમ પાઈપ ચિકાગોની ધર્મસભાને ખરચે અમારે માટે બધો બંદોબસ્ત કરવાને તૈયાર હતા. પરંતુ મેં વિચાર કર્યો કે જૈનધર્મની ઉન્નતિ માટે હું અહીં આવ્યો છું તેને પ્રસંગે અમેરિકાના લોકોને મારે માટે ખરચ કરવો પડે એ જો કે તેમને પ્રશંસનીય છે. તો પણ મારી શક્તિવાન જૈનકોમને નામોશી ભરેલું છે તેથી મી. પાઈપને તેમના ઉત્તમ વિચાર માટે ઉપકાર ભરેલા શબ્દોથી ધન્યવાદ આપી જણાવ્યું કે મારો તમામ ખર્ચહું પોતે જ આપીશ. મી. પાઈપ ન્યુયોર્કની પ્રખ્યાત બ્રન્સવીક હોટેલમાં ગયા અને હું તથા મી. નથ બ્રોડવે સેન્ટ્રલ હોટેલના મેનેજરને મળવા ગયા અને અમે મેનેજરને જણાવ્યું કે અમારે ફક્ત બે દિવસ ન્યુયોર્કમાં રહેવું છે માટે અમને તેઓ એક ઓરડો ભાડે આપે તો ઠીક. અમને તેઓએ એક ઈલાયદો ઓરડો આપ્યો. અમારો સામાન એ ઓરડામાં મૂકી અમે બજારમાં ગયા અને સફરજન, કેળા, દ્રાક્ષ, નારંગી, જામરૂખ વગેરે ફળ ખરીદ કરી મકાન ઉપર આવ્યા. સાંજના પાંચ વાગતા ફળાહાર કરી મી. પાઈપને મળવા માટે હું બ્રન્સવીક હોટલમાં ગયો. ધર્મસભા સંબંધી તેમની સાથે ઘણી વાતચીત થઈ. પાંચ સાત ન્યુસ પેપરના રિપોર્ટરો ત્યાં હાજર હતા. તેઓએ જૈનધર્મ તથા જૈન ફોમ સંબંધી ઘણા ઘણા સવાલો મને પૂછયા. ન્યુયોર્કનું પ્રખ્યાત વર્તમાન પત્ર નામે “ધી વર્લ્ડ' મારે માટે નીચે પ્રમાણે કહે છે : - ૬૨ - Page #64 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા --- Mr. Virchand R. Gandhi said he belived he was the first member of the jain society that had been allowed to visit outside of India within two thousand years. "It is a tenet of our order," he continued, "that shoud a member break bread with Englishmen, he shall be excommunicated. The high priest and a gathering of the society selected me as a delegate to the religious congress at chicago. Other meetings denouced me for coming here. I am here and glad to be here. Gandhi is prohibited from touching meat of any kind. He does not know the taste of flesh. He is an exceedingly intellignet man and stands high in his order, બીજે દિવસે રવિવાર હોવાથી અમારે કશું અગત્યનું કામ નહોતું તેથી અમે શહેર જોવા નીકળ્યા. અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસનું પાયતખ્ત શહેર વોશીંગ્ટન છે, તો વસ્તી, ઉદ્યોગ, સાહસ, હુન્નર તથા સુધારાની બાબતમાં ન્યુયોર્ક આ દેશમાં પ્રથમ દરજ્જો ધરાવે છે. આ શહેરનો વિસ્તાર ૪૨ ચોરસ માઈલ છે અને વસ્તી સમારે સત્તર લાખ છે. દુનિયાના દરેક ભાગના લોકો અહીં વસે છે. આયલેન્ડના ડબલીન શહેરમાં જેટલા આઈરીશ લોકો રહે છે તેના કરતા વધારે આઈરીશ લોકો ન્યુયોર્કમાં રહે છે. બરલીન સિવાય જર્મની દેશના કોઈ પણ શહેરમાં જેટલા જર્મન લોકો રહે છે તેના કરતાં વધારે જર્મન લોકો ન્યુયોર્ક શહેરમાં વસે છે. યુનાઈટેડ સ્ટેટસ આખું રાજ્ય પ્રજાસત્તાક હોવાથી મોટા અમલદારો લોકોની ચૂંટણીથી નિમાય છે. ન્યુયોર્કનો મ્યુનિસિપલ કારોબાર બત્રીસ મેમ્બરો ચલાવે છે. એ મેમ્બરોને લોકો ચૂંટે છે. શહેરની વાર્ષિક આવક સુમારે કરોડ રૂપિયા છે. આ ન્યુયોર્ક શહેરમાં ૨૬૦૦૦ કારખાના છે. તેમાં સાડા ત્રણ લાખ લોકોને રોજી મળે છે. તેઓ દર વરસે ૨૩૦૦૦૦૦૦૦૦ રૂપિયાનો સામાન બનાવે છે. આ શહેરમાં ૪૩ પ્રસિદ્ધ થતાં વર્તમાનપત્રો છે. ૯ અઠવાડિયામાં બે વખત પ્રસિદ્ધ થતા. વર્તમાનપત્રો છે. ૨૨૧ અઠવાડિયામાં એકવાર પ્રસિદ્ધ થતાં -- ૬૩ - Page #65 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા વર્તમાનપત્રો છે અને ૪ દર પખવાડિયે પ્રસિદ્ધ થનારા પેપર છે. માસિક ચોપાનિયા ૩૯૪ છે. દર બે મહિને પ્રસિદ્ધ થતાં ચોપાનિયા ૧૪ છે અને દર ત્રણ મહિને છપાતા ચોપાનીયા ૨૧ છે. ન્યુયોર્ક શહેરનું વર્ણન પત્ર મારફતે જેટલું લખું તેટલું ઓછું છે. ઘણું કરીને થોડા દિવસમાં ગુજરાતી મુંબઈ સમાચારમાં ન્યુયોર્કનું વર્ણન હું લખી મોકલીશ. તા. ૪ ઓગસ્ટ સોમવારની સાંજના ન્યુયોર્ક સેન્ટ્રલ એન્ડ હડસન રિવર રેલરોડની ટ્રેનમાં અમે ચિકાગો તરફ રવાને થયા. રસ્તામાં બાર કલાક સુધી નાયગરા ધોધ જોવાને મી. પાઈપના કહેવાથી રોકાયા. તા. ૬ સપ્ટેમ્બરથી આજ દિવસ સુધી ધર્મ સંબંધી અગત્યના બનાવો બન્યા છે. મેં ઘણી જગ્યાએ ભાષણો આપ્યા છે અને હજી આપું છું. એ બધી હકીકત ઘણા વિસ્તાર સાથે આપના ઉપર લખવાનો છે. આપ આટલો લાંબો પત્ર વાંચી કંટાળો પામશો ધારી વિશેષ હકીકત આવતા મેલમાં લખીશ. પરંતુ ચિકાગોમાં પાંચ માસ રહ્યા પછી અહીનાં અને ન્યુયોર્કના પેપરોનો તથા આગેવાન લોકોનો મારે માટે શો મત છે તે આ સાથેના બુકપોસ્ટ મારફતે મોકલેલા કાગળમાંથી આપ જાણશો. જૈન ધર્મ વિશે ભાષણો આપવા હજી હું એક માસ આશરે અત્રે રહીશ. વિશેષ હકીકત આવતા મેલમાં લખીશ. લી. આજ્ઞાંકિત સેવક વીરચંદ રાઘવજી ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પરિશિષ્ટ - ૪ Virchand Raghavji Gandhi, Esq., B.A, Member of the Royal Asiatic Society, Secretary to the Jain Association of India, President of the Hemchandra-acharya Study Class, & c., & c. BOMBAY Dear Sir, We the Members of the Mangrol Jain Sangit Mandali, are assembled here to-day to give expression in public to the high esteem and ardent admiration with which we all regard you for the incalculable benefits you have conferred upon our assembly by useful services and timely suggestions, as well as on the whole Community, on religious matters and many important and intricate questions connected with the affairs of our Sacred Places. We avail ourselves of this occasion, especially because only to-morrow you will be on your way to that Land where you went in 1893, as an accredited Delegate of the Jain Community, to represent the views on the Ethics and Philosophy of our Religion in the Parliament of Religions at Chicago. It was a matter of joy and satisiaction for us all that out of a few Indian Delegates of light and learning, who could compete with and hold their own against the foremost thinkers of Europe and America, you were the only person who was heard with rapt attention and accorded due praise. Your real work may be said to have commenced with the termination of the sittings of that grand Assembly, for it was then that invitations from persons of diverse views and various positions, coupled with the earnest solicitatious of Associations, Unions, and Clubs, began to pour in, which induced you to prolong your stay there. This brief sojourn ૬૫ • Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા you turned to the best account, by delivering many public lectures on the idea and aim of Jain Philosophy-nay, when on certain occasions the duty of representing the whole India devolved upon you, you discoursed on Indian. Philosophy in general, and succeeded to a great extent in dispelling doubts and misconceptions about the History, Morality and Religion of the Hindus, and thus lifted up the veil which screened real things from their gaze. Here, also, after your arrival you did not fail to embrace every opportunity to enlighten us on the manners, customs, and the educational systems of America, and your unremitted exertions have resulted in creating a zealous study of our Religion and Philosophy and the fomation of the Hemchandra-acharya Study Class. Rejoicing as we do at your second visit, we cannot but feel profound sorrow at the idea of separation from a person of your knowledge, ability, and simplicity. We however, console ourselves with the fact that what is loss to us is a substantial gain to our American Brother. Those of our Brethren on the other side of the Mississippi, who being far removed from the centres of your activity, could not share the pleasures of your company and addresses, will have now ample time to satisfy themselves. It will also be a boon and blessing to the enthusiastic students of Occult Philosophy, who paid you a well merited meed of honour by founding a Society of Philosophic Investigations in your name. We feel pride and pleasure to know that you will be accompanied by your devoted Wife, who will be a source of great help and comfort to you, and will afford our American Sisters, a good opportunity to form a correct idea of the nature, virtues, and responsibilities of an Aryan Lady. In conclusion Sir, we heartily wish you a bon royage, and pray that blessings may be strewn across your path, ૬૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ - relacizall ydq 011911 – and that your efforts in propounding and propagating the high principles of our noble Religion may be crowned with success, and hope that the revival of the glorious Past of the noble Land of the East, which was hailed with fervour in a dim and prophetic vision by that illustrious French writer Victor Hugo, is destined to take place in the soil of America, and that India and America, which have been already brought into contact by material civilization, will through our spiritual thoughts be united in more enduring and permanent bonds of Fraternity. As for ourselves, we shall be longingly looking forward for that day, when after mastering the great problem of the free education of the masses, you will return here and work for its introduction, for it is upon the solution of this problem alone that the future happiness of our country depends. BOMBAY We beg to remain, 20th August, 1896 DEAR SIR, Your Friends and Well Wishers, Amarchand Talackchand, Premchand Roychand, Honorary Secretary President of the Meeting; Motichand Devchand, President, for Members of the Mangrol Jain Sangit Mandali. Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પરિશિષ્ટ ૫ શ્રી દેશી નાટક સમાજના સ્થાપક અને ગુર્જર નાટ્ય કલાને ઉચ્ચ પંક્તિપર મૂકનાર સાક્ષર કવિ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી અને પં. દામોદર કાનજીએ પ્રસંગોચિત રચેલ નીચેનાં પ્રશસ્તિ કાવ્યો અત્રે સાદર છે. (૧) ત્રોટક છંદ પરમાર્થિક તારક મધ્યમણી, વળી દુર્જન ધુઅડ દીનમણી, વીરચંદ સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજી સુત રત્નમણી વિચરી ધીરવીર વિદેશભણી, પરણી કિરતિ કમળા રમણી, રમણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજી સુત રત્નમણી કરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંધથી ભેળમસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યા ખૂબી ગાંધી તણી, જય રાઘવજી સુત રત્નમણી (૨) થયા છો રે પતિ તેજ પ્યારી એ રાહ. રહ્યા છોરે જિન તત્ત્વપ્રકાશક વીરચંદ ઝળકી વીરચંદ ઝળકી, ગગનમાં વીરચંદ ઝળકી, જળસ્થળમાં, પળપળમાં, (બે વખત બોલવું) સરલ સુજન મનપંકજ ખીલતાં વચન પ્રભ નિરખી તત્ત્વસાગરે ભરતી કરતી, ચંદ્રપ્રભા ખીલતી કંઈ ડુબતા, નર તરતા, (૨) રહ્યો છો રે. જિનવચન સુધારસ પાન કરતાં મુખમુદ્રા મલકી અંતરમાં આનંદ ઊભરાતાં વિસરી જાય વિવેક એક વીરે, બહુ ધીરે (૨) જિનશાસન જય જય વર્તાવ્યો પાત્ર પુરુષ પરખી ચઢતી ચાલે ચંદ્ર કળાએ દિન પ્રતિદિન વધતી મન ચકવા, કરે બકવા, (૨) રે વીરચંદ કરી પ્રસન્ન પદ્મિની ફરજો નજર હરખી ૬૮ ― — ― -- ― રહ્યા છો રે. રહ્યા છો રે. - રહ્યા છો રે. Page #70 -------------------------------------------------------------------------- ________________ – – જ્યોતિર્ધરની જીવન ગાથા –– (૩) ત્રિભંગીની ચાલ લાજ વધારી કાજ કરી શુભ, લાજ વધારી ધર્મ તણી, સમાજ મહિં રહિ સજ મેળવી મુક્તિ કરી સૌ કર્મ તણી. દેશ વિદેશ ફરી બહુ રીતે, લેશ નહિં હિમત હારી, બેશ ધર્મનાં કાર્ય કર્યા સૌ, વેશ દેશનો સૌ ધારી, ધર્મ તણાં મર્મો સમજાવી, કર્મ તજાવ્યાં અન્ન તણાં, વિદેશના લોકો ના થોકે, પણ જેને બહુ શ્રેષ્ઠ ગયા. માન મેળવ્યું જ્ઞાન દઈને, સર્વ સ્થળે જેણે ભારી, ચિત્ત હર્યા બહુ પ્રિત કરીને, નીતિ બનાવી બહુ સારી. સત્કૃત્યો આ સઘળાં નિરખી હરખી અતીશું અંતરમાંય, ફુસુમ સુગંધી ગાંધી તમને, સૌ સર્વે લેને કરમાય. (४) शिखरीणी वृत्तम् वरं वीर दृष्टव दिनमणिसकाशं गुणनिधिम् मसीदंति प्रीत्या हृदयमनिशं चामलद्दषां सदा त्वां पश्यन्ती निरुपमगुणं सर्वहृदम् अभीवंदत्युष्मच्चरणयुगलं मंडली सखे! दामोदराभिवोहं गुणगणरहितोऽपि सद्गुणं प्रीत्या मिथ्या पंडितनाम्नः प्राथीते वर्णयामि वीरमणे! – દામોદર કાનજી (૫) (ક્ષત્રી કલંક કેમ લેશે રે – એ રાહ) પ્રેમી ધર્મબંધુ આપ નિરખો, બહાદુર જૈન વીરચંદ રે; નિરખી એ ગુણવાનને હરખો, બહાદુર જૈન વીરચંદને. કેવું બચપણનું એનું જ્ઞાન, બ. બેચલર ઓફ આર્ટ્સનું માન. બ. ૨ બાદ કીધો કાયદાનો અભ્યાસ, બ. તેથી તિર્થોના દુશ્મનો પામ્યા ત્રાસ. પગલાનો કેસ લોર્ડ રેની પાસ, બ. જીતી શુરસિંહને કર્યો નિરાશ. બ. ૪ મુંડકામાં કર્યું એજન્ટનું કામ, બ. સમજાવ્યો વૉટસન ધરી હામ. બ. ૫ - ૬૯ - Page #71 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા - મક્ષીજીમાં ફક્ત પામ્યા ભલી ભાત, બ. દીગમ્બરીની એ પાસ શી તાકાત બ. ૬ મોટો શિખરજીનો જીત્યો તું કેશ, બ, મહાશાતના ટળાવી તેં હંમેશ. બ. ૭ એમાં કષ્ટ તે ભોગવ્યા છે અપાર, બ. નહિં હિંમતમાં કચાશ લગાર. બ. ૮ ઈત્યાદિ અનેક કરી ધર્મ કામ, બ. જૈન મંત્રી તરીકે દીપાવ્યું નામ. બ. ૯ તલકચંદ ને વીર પ્રેમચંદ, બ. તને દેખી માને જાણે ઉગ્યો ચંદ્ર. બ. ૧૦ હતી ઔત્પાતિકી બુદ્ધિ તારી ખાસ, બ. તેમાં પાણી વેનયિકી ગુરૂ પાસ. બ.૧૧ કાર્યણીકી પારિણામી થઈ બુદ્ધિ, બ. તેથી મન વચ કાયાની છે શુદ્ધિ. બ. ૧૨ આત્મારામજી ગુરૂજીનું જે કામ, બ. પ્રતિનીધી તરીકે કર્યું તમામ. બ. ૧૩ ચીકાગોમાં જૈન ધર્મને દીપાવી, બ. રીલીજયન પાર્લામેન્ટને શોભાવી. બ. ૧૪ અમેરિકા દેશ છે કદરદાન, બ. એમ ખાતરી કરાવી તેં નિદાન. બ. ૧૫ જૈન ધર્મનોં બોધ લીધો પ્રીતે, બ. ગાંધી સોસાયટી સ્થાપી તેવી રીતે. બ. ૧૬ કોલમ્બસની જેવી ભીડી તેં હામ, બ. જૈન ધર્મને દીપાવ્યો ઠામ ઠામ. બ. ૧૭ ઇંદ્રિઓના ભોગ તજી ગામો ગામ, બ. ઉપદેશ આપી કીધાં રૂડાં કામ. બ. ૧૮ જૈન કોમમાં ન દીસે તારી જોડ, બ. કોણ કરી શકે તુજ સંગ હોડ. બ. ૧૯ વિલાયતમાં મેમ્બર થયો છો તું, બ. રૉયલ એશ્યાટિક સોસાયટીનો તું. બ. ૨૦ હેમચંદ્ર શાળા સ્થાપિ અહિં આવી, બ. જૈન મંડળને પ્રીતિ ઉપજાવી. બ. ૨૧ ક્રોધ માન માયા લોભની ઓછાશ, બ. તેથી માન મળ્યા ઠામો ઠામ ખાસ.બ.૨૨ ધર્મ જ્યોત પ્રગટાવો જૈન વાણિ, સુણી કરો મોટા પુન્યની કમાણિ. બ. ૨૩ એનો જય જય થાઓ એમ ગાવો, મુળચંદના વચનનો એ લ્હાવો. બ. ૨૪ તા. ૨૦/૮/૧૮૯૬ – મૂળચંદ નથુભાઈ* * મૂળચંદ નથુભાઈના વારસદારો માટુંગા (સે.રેલ્વે)માં રહે છે. અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હાલના મંત્રી શ્રી કે. જી. શાહના મોટા સસરા છે. – ૭૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા (૬) વીરચંદ વડવીર, હમારા-વીરચંદ વડવીર રાઘવજી શા સુત ધીર-હમારા વીરચંદ વડવીર ધર્માનુરાગી બાળપણાથી (બે વાર) -૧ બી.એ. તણી ડીગ્રી લઈ આંહી ધર્મની બારે તું ધાયોજ ભાઈ! સમેતશિખર પાલીતાણાદિ માંહી, પૂર્ણ પ્રયાસ કર્યો જશદાયી. (જૈન એસોસિએશન, ઓફ ઈન્ડિયાનો) ગ્રહી મંત્રીપદ વડવીર - હમારા વીરચંદ અહીંથી અમેરિકા દૂર દેશે (બે વાર) સર્વ ધર્મ પરિષદ્માં પધારી; વક્તૃત્વ શક્તિ વડે તેં સખારી! જિનવર શાસન શોભા વધારી; કીધાં અનેકને જિન તત્ત્વ ધારી. (દ્રવ્ય પર્યાય, લક્ષણો સમજાવી) ગાંધી ગુણવંત ગંભીર-હમારા વીરચંદ મુંબઈ શહેર વિધવિધ પહેરે (બે વાર) ભાષણ મહી ભૂષણોને દીપાવ્યા, વર્ગ અભ્યાસ આદિ બીજ વાવ્યાં; પત્નીપતિ સહ કુટુંબજ આજે, પુનઃ પ્રવાસ કરણ શુભ કાજે. યશ પામો સાહસધીર હમારા વીરચંદ ૭૧ -- વડવીર ૨ (સુખરૂપ નિર્વિઘ્નપણે) વડવીર ૪ વડવીર. ૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – ચંદ્ર ચળકતા મળકતાજ તમથી (બે વાર) આનંદ અશ્રુથી આમ વધાવી, પ્રીત પ્રકાશે વિયોગનો ભાવી; પણ અમને મળશો વહેલા આવી, ટોકરશી કહે શિશ નમાવી. (શાસન દેવતા સહાય રહો) મગંળમય શ્રી મહાવીર – હમારા વીરચંદ વડવીર ૫ સબુર સબુર સબુર (એ રાગ) વિજય વિજય વિજય વિજય, વિજયવંત વીરચંદ્ર – ધર્મને ગજાવનરો, પ્રિય ભ્રાત છો અમારો, જૈન ધર્મનો તું તારો – વિજય. ધન્ય માત ધન્ય તાત, સ્વ પરદેશ તું વિખ્યાત મગરૂર છે જૈન સાથ – વિજય. સરસ્વતિની પૂર્ણ સહાય, યશ ગુણ તારા ગવાય, દેશ અમેરિકાની માંહે-વિજય. જૈન સંઘમાં ઉમંગ-પત્ની પતિ સંગ રંગ જઈ જમાવો ધર્મ જંગ - વિજય. ફુશળ કાય દીર્ઘ આય, કહે ટોકરશી ફુટુંબમાંય મંગળ વર્તે સદાય – વિજય. તા.૨૧/૮/૧૮૯૬ – ટોકરશી નેણશી Page #74 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – [વીરચંદ ગાંધીની કેટલીક વિશેષતાઓ છે શ્રી વીરચંદ ગાંધીની કેટલીક વિશેષતાઓ તરફ ધ્યાન આપવું જરૂરી છે. એક તો એ કે તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તેથી જ તેઓ બધાં ભારતીય દર્શનોમાં યોગ્ય ચંચુપાત કરી શક્યા; અને તેથી જ તેમણે અમેરિકન ક્રિશ્ચિયાનિટીના પ્રચારકો સમક્ષ નિર્ભયપણે સાચી ટકોર કરી. એમની બીજી વિશેષતા એ કે તેઓ જર્મની આદિ દેશોમાં થયેલા પ્રૌઢ ભારતીય વિદ્યાના અભ્યાસીઓના લખાણો પૂરા ધ્યાનથી વાંચતા અને પોતાના ભાષણોની તૈયારીમાં તેનો ઘટતો ઉપયોગ પણ કરતા.' તેથી જ એમનાં વ્યાખ્યાનો તટસ્થ અને પ્રામાણિક લેખાયા છે. ત્રીજી) બાબત એ છે કે શ્રીયુત વી. આર. ગાંધીનો મહાત્માજી સાથેનો સબંધ. મહાત્માજીએ મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને બીજી તરફ ખોરાકના અખતરા શરૂ કર્યા; તે વખતે, તેઓએ પોતે આત્મકથામાં (ભાગ-૨, પ્રકરણ ૩, પૃષ્ઠ ૯૩) કરેલ નિર્દેશ પ્રમાણે શ્રી વીરચંદ ગાંધી એ અખતરામાં જોડાયા હતા. મહાત્માજીએ પોતાના સ્મરણામાં આ વાતનો નિર્દેશ ન કર્યો હોત તો સૌરાષ્ટ્રના આ બે ગાંધીઓના અંગત પરિચય વિશે આપણે કશું જાણી શકત નહીં. છેલ્લે વી. આર. ગાંધીની એક સાહસવૃત્તિનો અને ભાવિ દર્શનનો નિર્દેશ કરવો જોઈએ. તે એ કે એમણે તે કાળે અમેરિકાના સર્વસાધારણ જનસમૂહ સમક્ષ કહેલું કે, ભારત એ અત્યારે પરદેશી એડી નીચે દબાયેલ છે. સ્વતંત્ર હોય તો માત્ર ધાર્મિક ક્ષેત્રમાં. પણ જ્યારે ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ ઉપર આક્રમણ નહીં કરે; જાણે કે આ ભવિષ્ય વાણીમાં મહાત્માજીના વિચારોનો પsધો ન સંભળાતો હોય! તા. ૨૪-૧૨-૧૯૬૯ – પં. સુખલાલજી સંઘવી - ૭૩ - ૭૩. Page #75 -------------------------------------------------------------------------- ________________ reillaeza yao 011911 — પરિશિષ્ટ - ૬ જ્યારે ત્રીજી વખત અમેરિકાના પ્રવાસે “શ્રી વીરચંદભાઈ ગયા. ત્યારે સ્વ. ન્યાય મૂર્તિ મહાગોવિંદ રાનડેના પ્રમુખપણા નીચે જુદી જુદી કોમનો એકત્રિત મહાન મેળાવડો થયો હતો તે વખતે તેમને અંગ્રેજીમાં માનપત્ર અર્પવામાં આવ્યું હતું – તેની નકલ આ પ્રમાણે છે - To, Virchand Raghowji Gandhi, ESQ., B.A., M.R.A.S. Dear Brother, We, your friends and admirers, have assembled here to day to give expression to our sentiments of deep gratitute and high admiration, which we so sincerely cherish for you, in due appreciation of the invlauable and innumerable services, which you have so creditably rendered to the members of your Community and to the people of India in general, by fostering brotherly feelings in the hearts of the kind and courteous Americans for the people of our renowned India. We feel much satisfaction and pride to repeat that we find in you, only a representative of the Jain Religion, at the famous Parliament of Religions, held at Chicago, but at the same time, we find in you a most energetic and competent advocate of the cause of Indian Philosophy Disregarding the unavoidable inconveniences, which present themselves to an orthodox Hindu traveller scrupulously following the prescriptions of religion, while prosecuting noble work, which you have so cheerfully undertaken, you visited different parts of America and preached in lofty tones from public and private pulpits, the religious and philosophical tenets of Hinduism; and we are extremely glad to endorse the opinion of the American public and the press, that you have succeeded with all the moral triumph of a conscientious preacher, in awakening American interest and sympathies for the religion and philosophy of India, which has been so gloriously hailed 98] Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધરની જીવન ગાથા – by foreigners from times immemorial, as the Mother of Religions and the Cradle of Civilization. This, in itself is a sign, prophesying good for the Orient and the Occident. But your Mission did not end here; you next concentrated all your energies in a pitched battle against the giant of darkness assuming various forms and especially against lack of education among the women of this country, which is one of the saddest and most deplorable condition of Indian Society, and leading the van of most of the sympathetic and humane sisters of America you succeeded in founding an “International Society for the Education of Women in India,” which Society, we are much pleased to hear, has sent three of our Hindu sisters to America, with the offer to maintain and educate them, for three years at the expense of the Society, so that they may be enabled to practically study how to become proper help-mates to their husbands and pioneers in the work of reforming our Society. We respectfully solicit your favour to convey to our American Sisters our feelings of the deepest gratitude for the noble help they have offered to our Indian Sisters, and also to convey our best sympathies and choicest blessings in their noble mission of patronizing female education in India. Equally precious are your services, during the recent famine of India, when you got enlisted, with your characterristic promptness, the sympathy of the kind-hearted Americans for the poorer masses, who were starving to death for want of sufficient food, and sent a ship to India, ladon with American maize for free distribution among the famine stricken people. These services, and these touches of your philanthropic disposition, we assure you, our dear brother, have rightly earned for you our leasting admiration and gratitude. The cause of vegetarianism is equally commanding our admiration-your numerous addresses so vividly portraying the excruciating pains and heart-rending agonies of the poor animals, writhing under the knieves of the heartless butchers, o gulo Page #77 -------------------------------------------------------------------------- ________________ - gel farzo yao 011e11 - have reclaimed many flesh-eaters to the pure Hindu vegetarian diet and have taught them to respect the feelings even of the lower creation-an object lesson of spiritual life which India has still to preach and teach to most of the civilized nations of the world. Your strong protests against the misrepresentations by the American Missionaries of the Indian life and morals, your valuable advice, for the introduction of the American system of practical education in. Indian schools, your genuine desire to see our Indian students in England, paying particular attention of English arts and manufactures with the object of improving and promoting Indian industries, your contributions to the Indian press for drawing the attention of our educated youths to commercial fields that are open for them in England and America - these are some of the multifarious subjects that have held us in unspeakable wonder, and speak volumes for your sound judgement and.comprehensive abilities. This large and influential gathering rejoices to see that you are the first Hindu among the whole Hindu Community of India, to take your wife to America and to give a partial illustration of the life of an Indian Hindu woman to our sisters of the Western Hemisphere. A short stay of nearly two years of your son Master Mohan in America, and his training in an American Educational Institution, give us every hope that he will be a second Gandhi after you to pick up, with the greatest zeal and interest, the work which you have commenced so successfully of implanting “India in America." In conclusion, we wish you a hearty bon voyage to England and America and a happy return to our dear country after fulfilling your noble mission of preaching Oriental Philosophy. On behalf of the Friends and Admirers, assembled in a Public Meeting held at Novelty Theatre. BOMBAY, President Dated 23rd September, 1899 M. G. Ranade Page #78 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા -- | લેખક પરના પત્રોમાંથી સારવીને) સુંદર અક્ષરે લખેલો તા. ૨૧/૪નો પત્ર મળ્યો. શ્રી વીરચંદભાઈ વિશે મને કશી માહિતી નથી. મેં એમને જોએલા નહીં. પ્રથમ જ્યારે તે વખતના છાપાઓમાં કે સ્વામી વિવેકાનંદના પત્રોમાં વાંચ્યું હતું કે શિકાગો પરિષદમાં Mr. Gandhi represented the Jains ત્યારે મેં માનેલું કે દક્ષિણ આફ્રિકાવાળા કર્મવીર ગાંધી જ એ હશે. પછી જ્યારે ૧૯૧૫માં શાતિ નિકેતનમાં મહાત્માજીના પરિવારના લોકોને મળ્યો ત્યારે જાણ્યું કે સન ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદમાં ગએલા ગાંધી તે જુદા જ હતા અને એમનું નામ વીરચંદ ગાંધી હતું. તા. ૨૨/૪/૧૯૬૪ કાકાસાહેબ કાલેલકર સન્નિધિ, રાજઘાટ, નવી દિલ્હી–૧. શ્રી વીરચંદ ગાંધી વિશે તમારા મત સાથે હું સંમત છું. સૌરાષ્ટ્ર ગુજરાતની એ વિભૂતિ ગણાય અને એ રીતે એમના વિશે જે કાંઈ કરવા જેવું હોય તે તે થાય એ ઈચ્છવા જેવું છે. એક વાતમાં હું તમારાથી જુદો પડું છું. એમની જન્મશતાબ્દી અથવા એમના સન્માનમાં જે કાંઈ કરવા જેવું હોય એ લોકોએ કરવું જોઈએ. સરકાર એમાં મદદગાર બની શકે પરંતુ પ્રારંભ પ્રતિષ્ઠિત સંસ્થાઓએ કે વ્યક્તિઓએ કરવાનો રહે છે. સરકાર એ રીતે આવું કામ પોતાના હાથમાં લઈ શકે નહીં. વિવેકાનંદ કે ટાગોર વિશે બીજી રીતે થયું હોય તો પણ મારા મત પ્રમાણે પ્રજા તરફથી આવી પ્રવૃત્તિ થાય એ જ ઈષ્ટ છે. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત, વિદ્યાસભા એવી કોઈ સંસ્થા, મહુવાના લોકો કે ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો સાથે મળીને શ્રી વીરચંદ ગાંધી, શ્રી કરશનદાસ મુળજીનું કે એવી જે બીજી વ્યક્તિઓ થઈ ગઈ હોય. તેમનું બહુમાન કરવાનું ઇચ્છે તે જરૂરી છે. રાજ્ય એ કામ હાથમાં લે એ શક્ય નથી, ઇષ્ટ પણ નથી. રાજ્ય પ્રજાકીય પ્રવૃત્તિને મદદગાર થાય એ ઇષ્ટ છે અને ઇષ્ટ ગણાય. સચિવાલય, બળવંતરાયના વંદે માતરમ્ તા. ૨૭/૪/૧૯૬૪ મુખ્યમંત્રી, ગુજરાતરાજ્ય અમદાવાદ-૧૫. આપણાં સમાજમાં મહાન ગણાતી વ્યક્તિઓના જીવન સંબંધી ખૂબ જ અંધેર પ્રવર્તે છે અને તેને પરિણામે ચરિત્ર લખનારને પારાવાર મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે. તે તો જેને વીત્યું હોય તે જ સમજી શકે. છતાં કાર્યને પાર પાડવા ઇચ્છનારે હિંમત રાખી એમાંથી જ રસ્તો કાઢવાનો રહે છે. એ દષ્ટિએ જૂના સામયિક-પત્રોની ફાઈલો મેળવી. તેમાંથી મળી શકે તેટલી હકીકતને તારવી લઈ તેનો ઉપયોગ કરશો. - ૭૭ ] Page #79 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા - વા. મો. શાહ અને વીરચંદભાઈ ગાંધી – એઓ બન્ને સમકાલીન હતા. છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે વીરચંદભાઈએ તો સને ૧૮૯૩માં ચિકાગોની ધર્મપરિષદમાં જૈન તત્વજ્ઞાનનો વિજય વાવટો ફરકાવ્યો હતો, જ્યારે વા. મો. શાહે તો સને ૧૮૯૮ થી જ લેખન પ્રવૃત્તિ શરૂ કરી હતી એમ હોઈ એમની એ સમકાલીનતાનો નહિ જેવો મેળ મળી રહે છે. વા. મો. શાહે વીરચંદભાઈ સંબંધી કંઈ વિશેષ લખ્યું હોય એવું મારી જાણમાં નથી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ભાગ્યે જ થયો હશે. છતાં જૈન હિતેચ્છુ તે સંબંધી જે કાંઈ મળી શકશે તે શોધી કાઢીને તમોને મોકલી આપીશ. તા. ૧૪/૫/૧૯૬૪ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ૨, શ્રીનગર સોસાયટી, સંપાદકઃ વા. મો. શાહ મહાત્મા ગાંધી રોડ, સાહિત્ય પ્રકાશન ગોરેગાવ, મુંબઈ-૬૨. શ્રી વીચંદ ગાંધીને મળેલ મેડલ - ચંદ્રક - - - 9 Page #80 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – સંદર્ભસૂચિ પુસ્તકો 1) Jain Philosophy - By Virchand R. Gandhi 2) Karma Philosophy - By Virchand R. Gandhi 3) Yoga Philosophy - By Virchand R. Gandhi 4) An Unknown Life of Jesus Christ Translated from French to English by Virchand R. Gandhi ૫) સવીર્યધ્યાન 6) The History of World's Parliament of Religious By J. H. Barrows 7) Neely's History of World's Parliament of Religious By Neely ૮) મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ, પ્રકરણ ૧૬ ૯) જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી ગ્રંથ : ગુજરાતી (ઈતર) વિભાગ ૧૦) આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથા ૧૧) મહાજન મંડળ, પ્રથમ દર્શન ૧૨) મારા સત્યના પ્રયોગો 13) Selected Speeches of Virchand R. Gandhi published by Vijay Vallabhsuri Smarak Nidhi ૧૪) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ-લે. મોહનલાલ દલીચંદ દેસાઈ ૧૫) માલણના કિનારે – સંપાદક : પન્નાલાલ ર. શાહ ૧૬) સ્વ. વીરચંદ ગાંધીનું જીવનચરિત્ર - લે. કાંતિલાલ ઉપાધ્યાય 17) The Six Systems of Indian Philosophy By Virchand R. Gandhi ૧૮) શ્રીમદ્ રાજચંદ્ર सन १८९३ की विश्वधर्म परिषद और जैन धर्म । लेखक : प्रा. पृथ्वीराज जैन ૨૦) જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૨ ૨૧) મહુવાની અસ્મિતા – સંપાદક : પન્નાલાલ ર. શાહ 98). - ૭૯ - Page #81 -------------------------------------------------------------------------- ________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – સામયિકો નવચેતન, જુલાઈ અને સપ્ટેમ્બર, ૧૯૬૪ બુદ્ધિપ્રભા, ઑગસ્ટ, ૧૯૬૪ (જન્મશતાબ્દી વિશેષાંક) જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, પુસ્તક ૧૦-૧૧, ઑક્ટોબર, નવેમ્બર, ૧૯૧૪ ફુમાર, ઑગસ્ટ, ૧૯૩૯ જૈનયુગ, ૧૯૩૩ના વર્ષની ફાઈલ બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૧૯૬૪ જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક ૧૨મું, અંક ૭ આસો, વિ.સં. ૧૯૫૨ જૈન (સાપ્તાહિક) જન્મશતાબ્દી વિશેષાંક, ઑગસ્ટ, ૧૯૬૪ નિયાનંદ, મ, ૧૯૬૪, મસ્ત, ૧૬૬૪ – શતાબ્દી વિશેષાંક શ્રી વીવૃંદ ગાંધીને મળેલ મેડલ – ચંદ્રક CHAVO RAGNA ૧ PAS . Page #82 -------------------------------------------------------------------------- ________________ જન્મ પન્નાલાલ રસિકલાલ શાહ : વિ.સ. ૧૯૯૬ના જેઠ સુદ 9 તા. ૧૪મી જૂન 1940 તળાજા જિ. ભાવનગર મૂળવતન : મહુવા જિ. ભાવનગર અભ્યાસ : બી.કોમ.(માટુંગાની આર.એ. પોદાર કોલેજઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ. મુંબઈ યુનિવર્સિટી ફાઈનલ સી.એ. લો ગ્રુપ મે-૧૯૬૭ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ સાહિત્યિક પ્રકાશિત ગ્રંથો : સંપાદન : (1) મહુવાની અસ્મિતા (2) અર્ધી સદીના આરે (સંવર્ધિત) (3-4) જૈન સાહિત્ય સમારોહ : ગુચ્છ-૧અને 2 (5) સમય ચિંતન (6) તત્ત્વ વિચાર અને અભિવંદના (7) સવીર્ય ધ્યાન (8) માણસના કિનારે કવિતા : સ્મિત કર્યું ના હોત ! વિવેચન : શબ્દનાં ઓવારણાં જીવન ચરિત્ર : (1) જ્યોતિર્ધરની જીવનગાથા (સંવર્ધિત) (2) વીરચંદ રાઘવજી સ્પંદન અને સંવેદન (પ્રેસમાં). સ્થાપક તંત્રી : ઘોઘારી જૈન દર્શન'-ફેબ્રુઆરી ૧૯૭૮થી સપ્ટેમ્બર 1979, ‘ઘોઘારી જૈન સમાચાર', ફેબ્રુઆરી 1996 થી ઓક્ટોબર 1997 વિદ્યાલય’ સંપાદકા : ‘પ્રબુદ્ધ જીવન' સંપાદન : નવેમ્બર 1981 થી જાન્યુઆરી 1987 સામાજિક : (1) શ્રી મહાવીર જૈન વિદ્યાલય વ્યવસ્થાપક સમિતિના સભ્ય ઇ.સ. 1976 થી 1988 સુધી ચૂંટાયેલા સભ્ય. ત્યારબાદ કાયમી સભ્ય. (2) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માનદ મંત્રી ઈ.સ. 1970 થી 1987 અને 1992 થી 1995 કોષાધ્યક્ષ (3) શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, કોષાધ્યક્ષ ઈ.સ. 1980 થી 82. અને ત્યારબાદ કારોબારી સમિતિના સભ્ય (4) જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના 1986 થી સંયોજનક (5) ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 1992 થી સંયોજક (6) ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના બિનહરીફ ચૂંટાયેલા સભ્ય (7) મહુવા યુવક સમાજ મુંબઈના 1988 થી 1991 મંત્રી (8) શ્રી ગુજરાત કેળવણી મંડળ સંચાલિત ગંભીરચંદ ઉમેદચંદ શાહ વ્યાખ્યાનમાળાના અને ઉપનગરોની વ્યાખ્યાનમાળાના કો.ઓર્ડિનેટર (9) મંત્રી, જૈન સાહિત્ય સમારોહ (10) સંયોજક, અખિલ ભારતીય ઘોઘારી વિશાશ્રીમાળી જૈન યુવક પરિષદ માર્ચ 1980 (11) ટ્રસ્ટી, ગંગોત્રી સંસ્કાર તીર્થ, માનપુર(૧૨) શ્રીમતી એમ.એમ.પી.શાહ મહિલા કોલેજ ખી મેગેઝિન કાઉન્સિલના સભ્ય 6.7 6 - 980