________________
જ્યોતિર્ધરની જીવન ગાથા
સોનગઢના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઈસ દ્વારા એકપક્ષીય તપાસ થઈ તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણા દરબારશ્રી તરફથી જૈન નોકરો ઉપરના જુલમનો નિર્ણય કરવા સોનગઢ મુકામે તપાસ થશે, અને જૈન નોકરો ઉપર, પાલિતાણા કોર્ટમાં દાખલ થયેલ કેસ પણ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવો. આથી પાલિતાણાના નામદાર દરબારશ્રી મહાબળેશ્વર ગવર્નરને અરજી કરવા ગયા. એટલે વીરચંદભાઈ તથા અન્ય જૈન આગેવાનો ગવર્નર પાસે ગયા. એ અરસામાં વિક્રમ સંવત ૧૯૪૨ના કારતક વદ ૩ના રોજ
પાલિતાણાના ઠાકોર શ્રી સુરસિંહજી અવસાન પામ્યા. એટલે આ જુલમકેસ બંધ રહ્યો.
પાલિતાણાના ઠાકોર શ્રી સુરસિંહજીની જગ્યાએ ઠાકોર માનસિંહજી ગાદી પર આવ્યા, અને વીરચંદભાઈએ અથાક મહેનત લઈ રક્ષણીય કરનું નીચે મુજબ સમાધાન લાવ્યા.
આ મહાન પ્રયાસથી ઠાકોરસાહેબ શ્રી માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે એવો કરાર થયો કે,
(૧) રૂપિયા બેનો યાત્રાળુ દીઠ વેરો કાઢી નાખવો અને પ્રતિવર્ષ ઠાકોરને તે માટે જૈનો રૂ।.૧૫,૦૦૦ અંકે રૂપિયા પંદર હજાર ઉચક આપે.
(૨) આ ગોઠવણ સને ૧૮૮૬ના એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી.
(૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉચક રકમમાં ફેરફાર કરવાને બન્ને બાજુએ છૂટ રાખવામાં આવી. બન્ને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે.
આ પ્રમાણે વીરચંદભાઈએ પોતાની પ્રભાવશાળી કર્તૃત્વશક્તિનો
પરિચય આપ્યો.
આ વખતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્સન (પાછળથી જેને એજન્ટ ટુ ધ ગવર્નર કહેવામાં આવતા) હતા.
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org