________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા અહાહા! તે વખતે શ્રી વીરચંદ ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવિત થયા હશે! મેસોનિક ટેમ્પલમાં હિપ્નોટિઝમ પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, કે બત્તીઓ બંધ કરી દો અને માત્ર આછું જ અજવાળું રહેવા દો. એમ થતાં જ સફેદ વસ્ત્રોમાં પરિધાન થયેલા એ ભારતીયના શરીરમાંથી એક તેજરાશિ ચમકવા લાગી અને એમની સફેદ પાઘડી તો એવી ઝબકારા મારતી હતી કે જાણે ગાંધીના ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો ન હોય!!
રક્ષણીય કરનું સમાધાન - એ તો એક સુવિદિત ઐતિહાસિક હકીકત છે કે શત્રુંજય પર્વતા શ્વેતામ્બર જૈનોના કબજામાં સમ્રાટ અકબર અને નગરશેઠ શ્રી શાંતિદાસના સમયથી હતો. આમ છતાં તે બાદશાહ અને તેના પછી આવેલ જહાંગીર, શાહજહાનાદિ બાદશાહોએ તામ્રપત્ર પર આપેલ ફરમાનોનો ઉપયોગ વેળાસર નહિ થવાથી, તેના પરની હકૂમત પાલિતાણાના નામદાર દરબારશ્રીના હાથમાં આવી. આ વખતે પાલિતાણાના ઠાકોર સૂરસિંહજીએ શત્રુંજય તીર્થની યાત્રાએ જનાર શ્વેતામ્બર જૈન યાત્રાળુઓ પર કર નાખવા સંબંધે ગોઠવણ કરી. અંતે પર્વતનું સંરક્ષણ કરવા માટે કરનો ઉપયોગ છે તેમ જણાવી પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો રક્ષણીય કર નાખવામાં આવ્યો. આ રીતિ ઘણી અગવડભરી અને આ કર ઘણો પાસદાયક હતો.
શત્રુંજય પર્વત પાસેના સૂરજફંડ નજદીક શ્રી કષભદેવ ભગવાનની પાદુકા સ્થાપિત હતી. તે કોઈ વિજ્ઞસંતોષીએ તા. ૭/૬/૧૮૮૫ના રોજ ખોદી કાઢી અને તા. ૧૯/૬/૧૮૮૫ના રોજ ગૂમ થઈ. ત્યાંના બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને શ્રાવકોએ ખોદી લઈ ગુમ કરી છે એવી ફરિયાદ કરી (કે એવી ફરિયાદ કરાવવામાં આવી ?!) આથી તે તીર્થના શ્રાવકોએ રાખેલ નોકરોને માર મારી પકડવામાં આવ્યા. આ સંબંધી ગવર્નર તરફ અને બીજે તાર કરવામાં આવ્યા. તા. ૧૮/૭/૧૮૮૫ના રોજ પૂનામાં ગવર્નર લૉર્ડ રેકે, આ પાલિતાણાના જુલમકેસ સંબંધે, જૈનોનું એક પ્રતિનિધિ મંડળ મળ્યું. ત્યાર બાદ
--
૩૮ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org