________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – [ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સ્મરણ એ જીવન છે, તો વિસ્મરણ એ મરણ.
સ્મરણની પાંખે ઊડીને માનવી મધુર સ્મૃતિને મમળાવે છે, વાગોળે છે. પ્રેરક જીવન જીવી જનાર મહાપુરુષ અને પૂર્વકાલીન યશોજ્જવળ સંસ્કાર-વારસાની સ્મરણયાત્રા કદાચ લાંબી નીવડે પણ એ ભવિષ્યની. કેડી કંડારનારી બને છે, ક્યારેક જીવનનો નકશો બદલનારી નીવડે
છે.
કાળના સ્મૃતિ-ગર્ભમાંથી આજે અહીં એવા એક પ્રેરક જીવનની વાત કરવી છે અને તે છે સ્વનામધન્ય વીરચંદ ગાંધી. ઇ.સ.૧૮૯૩માં ચિકાગો (અમેરિકા)માં વિશ્વધર્મ પરિષદ મળેલી. એમાં એમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું. ભારતમાંથી અલ્હાબાદના પ્રા. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, પૂનાનાં મીસ સોરાબજી, બ્રહ્મોસમાજના શ્રી નગરકર, બૌદ્ધ ધર્મના સિલોનથી સી. ધર્મપાલ અને હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ આ પરિષદમાં હાજર રહ્યા હતા.
સદી પહેલાંનો સમાજ અને જૈન ધર્મ ઇ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી દેશભરમાં જાગૃતિની લહેર ફેલાઈ હતી. જૂનીપુરાણી સંકુચિતતા અને રૂઢિના ત્યાગમાં સમાજ પોતાના અસ્તિત્વની સ્થિરતા જોતો જાય એવા દિવસો બહુ દૂર ના હતા. એવા પરિવર્તનને આત્મસાત કરે અને સમાજને દોરવણી આપે એવા મહાનુભાવો હજુ પારણામાં ઝૂલી રહ્યા હતા, કે હજુ અવતરવાના હતા. રાજકીય ક્ષેત્રે આવી રહેલાં પરિવર્તનની સમાજ, નીતિ, વ્યાપાર, કાયદો, ધર્મ વગેરે દરેક ક્ષેત્રમાં અસર થઈ રહી હતી. દેશોન્નતિ, સમાજોન્નતિ અને ધર્મોન્નતિ માટે દેશભરના લોકો એકતાનો મંત્ર સાધી રહ્યા હતા. એક બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મને બેઠો કર્યો તો બીજી બાજુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હિંદુ ધર્મને ઉજાળી રહ્યા હતા. તો સ્વામી વિવેકાનંદ (ઇ.સ.૧૮૬૨-૧૯૦૨)ના અવતરણની ઘડીઓ ગણાતી હતી.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org