________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – બંને તત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી હતા, બંનેમાં તુલનાત્મક અધ્યયનશક્તિ અને વિશાળ દષ્ટિ હતી. બંને યોગના અભ્યાસી હતા અને યોગની ક્રિયા-પ્રક્રિયા વિદેશીઓને સમજાવી, આર્ય સંસ્કૃતિનું હાર્દ સમજાવવામાં બંનેએ અથાક પરિશ્રમ લીધો હતો. વિદેશમાં તેઓ. રહ્યા ત્યારે એકબીજાના પૂરક તરીકે રહ્યા. સ્વામી વિવેકાનંદને શ્રી વીરચંદભાઈની શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં જણાવે છે કે, “પૂનાની એક ખ્રિસ્તી બાઈ નામે મિસ સોરાબજી અને જૈનોના પ્રતિનિધિ મિ. ગાંધી આ દેશમાં લાંબો સમય રહેવાનાં છે અને તે દરમિયાન એક શહેરથી બીજે શહેર એમ ભાષણો આપવાનાં છે, મને આશા છે કે તેઓ તેમાં વિજય મેળવશે.”
સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઈ ગાંધી - બન્ને કરુણામૂર્તિ હતા. પોતાના દેશબાંધવો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓને કેવું લાગી આવ્યું હતું એનો આપણને તો ઇ.સ. ૧૮૯૬-૯૭માં ભારતમાં પડેલા દુષ્કાળ અને એ સમયે તેઓએ લીધેલ શ્રમ પરથી જ ખ્યાલ આવે છે. સ્વામીજીએ ચોતરફ પરિભ્રમણ કરી માંદાની માવજત અને પીડિતોની સેવા કરી અને પીડિતોની સેવામાં જ એમણે પ્રભુને નિહાળ્યા. આ સત્ય એટલી હદ સુધી એમના મનમાં વસી ગયું હતું કે રાહતકાર્ય માટે આશ્રમનું મકાન વેચવું પડે તોપણ એમની તત્પરતા હતી. એ સમયે શ્રી વીરચંદભાઈ અમેરિકામાં હતા. જ્યારે એમને દુષ્કાળના સમાચાર મળ્યા, ત્યારે વિશ્વધર્મ પરિષદના પ્રમુખ સી. સી. બોનીના અધ્યક્ષપદે અને પોતાના મંત્રીપદે એક દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી. ચિકાગોની જનતાને દર્દભરી અપીલ કરતાં તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે અન્ન ભરેલું વહાણ તુરત જ રવાના કરવામાં આવ્યું અને વિશેષમાં રાહતકાર્ય માટે ટહેલ નાખતાં ત્યાંની જનતાએ શ્રી વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ રૂપિયા ચાલીશ હજાર રોકડા દેશના વિવિધ ભાગોમાં રાહત અર્થે મોકલવામાં આવ્યા. આ બાબત શ્રી વીરચંદભાઈએ જ તા. ૧૯ જુલાઈ, ૧૮૯૭ના પત્રમાં ઉલ્લેખ કર્યો છે : “ઘણો પ્રયાસ કરી અમે સાનફ્રાન્સિસ્કો શહેરથી એક સ્ટીમર ભરી મકાઈ કલકત્તે મોકલાવી છે. તે ગરીબ લોકોમાં ત્યાં વહેંચવામાં આવશે.
- ૩૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org