________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – સ્વામી શ્રી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઈ ગાંધી કાર્યક્ષેત્ર એક હોય અને સમકાલીન હોય તો સ્વાભાવિક કોઈ પણ બે મહાનુભાવોની સરખામણી કરવાનું મન થાય છે. વિદેશમાં જૈન ધર્મનો પરિચય કરાવવાનું માન જેમ શ્રી વીરચંદભાઈને ઘટે છે, તેમાં વેદાંત તત્ત્વજ્ઞાનનો પાશ્ચાત્ય દેશોને પરિચય કરાવવાનો યશ સ્વામી શ્રી વિવેકાનંદને ફાળે જાય છે. સને ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેઓશ્રી અનુક્રમે જૈન ધર્મ અને વેદાન્ત તત્ત્વજ્ઞાનના પ્રતિનિધિ હતા.
વ્યક્તિત્વના ત્રણ ગુણો – કર્તવ્યનિષ્ઠા, પવિત્રતા અને સત્યતા. આ ત્રણે ગુણો બંને મહાનુભાવોએ પોતાના જીવનમાં વણી લીધા હતા. “હું મરીશ ત્યાં સુધી ખૂબ શાંતિ લીધા વગર કાર્ય કરીશ અને હું મરી ગયા પછી પણ જગતના હિત ખાતર કાર્ય કરીશ.” – સ્વામી શ્રી વિવેકાનંદના આ શબ્દો આજે પણ આપણી સંસ્કૃતિ માટે ધોતકરૂપ છે, તો શ્રી વીરચંદભાઈના અકાળ અવસાનનું કારણ તો અતિશય કર્મ પરાયણતા જ છે. એટલે એમની કર્તવ્યનિષ્ઠા વિષે વિશેષ લખવાનું પ્રાપ્ત થતું નથી; સમજી શકાય એવી બાબત છે. સ્વામી સંન્યાસી હોઈ પવિત્ર હતા. મનની પવિત્રતા – જિગર – હૃદયનિષ્ઠતા ધરાવનારને જ તેઓ મનુષ્ય ગણતા,
જ્યારે શ્રી વીરચંદભાઈ સંસારી હતા. શ્રાવક હોવા છતાંય એમનો સંસાર સાથેનો સંબંધ જળકમળવત્ હતો. વિદેશમાં પણ એમનું જીવન ધર્મ ચુસ્ત જૈનનું જીવન હતું, નિર્દોષ અન્નાહારી – શાકાહારી હતા; જે એ વખતની પ્રચલિત માન્યતા – વિદેશમાં જનાર ધર્મ ભ્રષ્ટ થાય છે - ને પડકારરૂપ હતું. એમની પવિત્રતાની પશ્ચિમના વિદ્વાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. જેમ સ્વામી વિવેકાનંદનું, તેમ શ્રી વીરચંદભાઈનું – પોતાના વિચારો સત્ય લાગે તો કદી પણ બહાર મૂક્યા વિના તેઓ રહેતા નહીં, પછી ભલે સામે હજારો મનુષ્યો વિરુદ્ધમાં તેમના પર હુમલો કરે. બન્નેના સમયે જ્ઞાતિબંધન, ટૂંકી દૃષ્ટિ અને વિદેશયાત્રાનો વિરોધ છતાં બંને મહાનુભાવોએ ધર્મના પ્રચારાર્થે સાગર ખેડડ્યા એથી વિશેષ સારું ઉદાહરણ આપણી સમક્ષ બીજું કયું હોઈ શકે?
- ૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org