________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા
–
[વીરચંદ ગાંધીની કેટલીક વિશેષતાઓ છે
શ્રી વીરચંદ ગાંધીની કેટલીક વિશેષતાઓ તરફ ધ્યાન આપવું જરૂરી છે. એક તો એ કે તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તેથી જ તેઓ બધાં ભારતીય દર્શનોમાં યોગ્ય ચંચુપાત કરી શક્યા; અને તેથી જ તેમણે અમેરિકન ક્રિશ્ચિયાનિટીના પ્રચારકો સમક્ષ નિર્ભયપણે સાચી ટકોર કરી.
એમની બીજી વિશેષતા એ કે તેઓ જર્મની આદિ દેશોમાં થયેલા પ્રૌઢ ભારતીય વિદ્યાના અભ્યાસીઓના લખાણો પૂરા ધ્યાનથી વાંચતા અને પોતાના ભાષણોની તૈયારીમાં તેનો ઘટતો ઉપયોગ પણ કરતા.' તેથી જ એમનાં વ્યાખ્યાનો તટસ્થ અને પ્રામાણિક લેખાયા છે. ત્રીજી) બાબત એ છે કે શ્રીયુત વી. આર. ગાંધીનો મહાત્માજી સાથેનો સબંધ. મહાત્માજીએ મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને બીજી તરફ ખોરાકના અખતરા શરૂ કર્યા; તે વખતે, તેઓએ પોતે આત્મકથામાં (ભાગ-૨, પ્રકરણ ૩, પૃષ્ઠ ૯૩) કરેલ નિર્દેશ પ્રમાણે શ્રી વીરચંદ ગાંધી એ અખતરામાં જોડાયા હતા. મહાત્માજીએ પોતાના સ્મરણામાં આ વાતનો નિર્દેશ ન કર્યો હોત તો સૌરાષ્ટ્રના આ બે ગાંધીઓના અંગત પરિચય વિશે આપણે કશું જાણી શકત નહીં. છેલ્લે વી. આર. ગાંધીની એક સાહસવૃત્તિનો અને ભાવિ દર્શનનો નિર્દેશ કરવો જોઈએ. તે એ કે એમણે તે કાળે અમેરિકાના સર્વસાધારણ જનસમૂહ સમક્ષ કહેલું કે, ભારત એ અત્યારે પરદેશી એડી નીચે દબાયેલ છે. સ્વતંત્ર હોય તો માત્ર ધાર્મિક ક્ષેત્રમાં. પણ જ્યારે ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ ઉપર આક્રમણ નહીં કરે; જાણે કે આ ભવિષ્ય વાણીમાં મહાત્માજીના વિચારોનો પsધો ન સંભળાતો હોય!
તા. ૨૪-૧૨-૧૯૬૯
– પં. સુખલાલજી સંઘવી
-
૭૩ -
૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org