________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – need to be pricked."
“Such language udner such circumstances is beyond criticism and stands out in unpleasant contrast to the dignified reply made yesterday afternoon by Virchand Raghavji Gandhi, who represents in the Parliament the Jaina sect of India.”
આટલી ટીકાટિપ્પણ બાદ શ્રી વીરચંદભાઈનું આખુંય પ્રવચન અક્ષરશઃ આપ્યું હતું. આ સિવાય “ઈન્ટર ઓશ્યન” (Inter Ocean) વગેરે અન્ય પત્રોએ પણ આ પ્રમાણે પ્રત્યાઘાતો આપ્યા હતા.
અત્રે એ નોંધવું રસપ્રદ થશે કે ભારતમાંથી હાજર રહેલા. પ્રતિનિધિઓ પૈકી શ્રી વીરચંદભાઈ ગાંધીએ જ હિન્દુ ધર્મ પર થયેલા પ્રહારોનો ગૌરવપૂર્ણ પ્રત્યુત્તર આપ્યો હતો.
પરિષદમાંથી વિદાય તેઓ બુદ્ધિપ્રધાન તો હતા જ, પરંતુ સાથોસાથ લાગણીપ્રધાન પણ હતા જ. ચિકાગો વિશ્વધર્મ પરિષદની કાર્યવાહી સમેટી લેતાં સૌએ આભારવિધિ કરી હતી, એમાં શ્રી વીરચંદભાઈએ જલદીથી છૂટા પડવા અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું:
“શું આપણે એ વાતનું દુઃખ નથી અનુભવી રહ્યા કે આપણે અતિશીધ્ર વિદાય થઈ રહ્યા છીએ? શું આપણી ઈચ્છા નથી કે આ પરિષદ સત્તર વખત સત્તર દિવસ ચાલુ રહે? શું આપણે આ મંચ ઉપરથી વિદ્વાન પ્રતિનિધિઓનાં વ્યાખ્યાન આનંદ અને રુચિપૂર્વક નથી સાંભળ્યાં? શું આપણને એમ નથી લાગતું કે પરિષદના સંચાલન દ્વારા જે કાંઈ સિદ્ધ થયું છે એના કરતાં પરિષદના સંચાલકોનું સ્વપ્ના કંઈક અત્યાધિક હતું?”
આર્યસંસ્કૃતિ પ્રતિનિધિત્વ વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે એમણે બાહ્ય ટીકાઓથી રક્ષણ કર્યું અને એનો પ્રચાર કરવામાં એક નિખાલસ અને વિશાળ હૃદયી વિદ્વાનને શોભે એવું કૌશલ્ય દાખવ્યું. એમની ચર્ચા અને ટીકાઓની પ્રત્યુત્તરમાં સૌમ્ય અને ઉચ્ચ ધોરણ જાળવતા.
૨૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org