________________
જ્યોતિર્ધરની જીવન ગાથા
ભાગમાં પણ પ્રવેશ કરવા દેવામાં નથી આવતી અને તેઓના પૂજારી હોવા સંબંધમાં એ કહેવું પર્યાપ્ત ગણાશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એક પણ સ્ત્રી પૂજારી નથી.
“જો હાલની ન્યૂનતા હિન્દુ ધર્મના કારણે ઉત્પન્ન થઈ છે એમ ગણવામાં આવે તો એ જ ધર્મમાં એવું સમર્થ રાષ્ટ્ર બનાવવાનું સામર્થ્ય છે, જે ગ્રીક ઈતિહાસકારોને એમ કહેવા માટે પ્રેરણારૂપ બન્યું કે ‘કોઈ પણ હિન્દુ અસત્ય બોલતો જોયો નથી અને કોઈ પણ હિન્દુ સ્ત્રી શીપતિત થયેલી સાંભળી નથી. અને આજે પણ ભારત કરતાં વધુ પવિત્ર સ્ત્રી અગર વધુ નમ્ર હૃદય પુરુષ બીજે ક્યાં છે ?’
“જેઓ ભારતની ભવ્યતાને નિંદે છે તેઓ માટે હું ખૂબ ખૂબ દિલગીર છું, પરંતુ મને એક જ આશ્વાસન છે કે એમને મળતી માહિતી બીજાત્રીજાઓની મારફત મળે છે, જે વહેમો અને માન્યતાઓથી ભરપૂર હોય છે. જિજસના ચારિત્ર્યની ટીકા કરતા હિન્દુઓનો ઈનકાર કરવામાં, જેઓ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સમજે છે અને જેમાં હકીકતે ધર્માંધતા અને ખંડનાત્મક દૃષ્ટિ જ હોય છે, તેમને હું ઈસપની જૂની કથા યાદ કરવા કહેવા લલચાઉં છું; ‘હું તમને નમસ્કાર કરતો નથી, પરંતુ તમારી પાછળ રહેલી શુભ ભાવનાને વદું છું અને તમને સમ્રાટ અકબરના જીવનમાંથી એક પ્રસંગ ઉદાહરણરૂપે કહીશ :
“મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ મક્કા જતું હતું. રસ્તામાં પોર્ટુગીઝોએ આ વહાણને કબજે કર્યું. લૂંટેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક નકલો હતી, જે કૂતરાઓને ગળે લટકાવી અને કૂતરાઓને શહેરમાં ફેરવ્યા. સંજોગવશાત્ એવું બન્યું કે સમ્રાટના માણસોએ પોર્ટુગીઝના એક વહાણને કબજે કર્યું જેમ પવિત્ર બાઈબલની પ્રતો હતી. સમ્રાટ અકબરનો તેની માતા પ્રત્યેનો સ્નેહ જાણીતો છે. તેની માતાને મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન પ્રત્યેના પોર્ટુગીઝનોના વર્તાવથી દુઃખ થયું હતું આથી તે સમ્રાટ અકબરને બાઈબલ પ્રત્યે પણ એવો વર્તાવ કરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ આ ઉમદા વ્યક્તિએ જવાબ આપ્યોઃ 'બા! આ અજ્ઞાત માણસો પવિત્ર કુરાનની મહત્તા
Jain Education International
૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org