________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – own cook receiving nothing cooked by any of the ship's company.
Fred Buckland, Purser
તા. ૧૮મીના રોજ અમે પહોંચ્યા. સ્ટીમર પરથી ઉતરી અમે શહેરમાં ગયા અને લંડન પહોંચતા રેલગાડીમાં બે દિવસ બેસી રહેવું પડે છે તેથી રસ્તામાં ખાવા માટે મેવો તથા ફળ ખરીદી કર્યા. રસ્તામાં કોઈ જગ્યાએ રોકાયા નહીં. ફક્ત ઈટાલીના યુરિન શહેરમાં અમારે ગાડી બદલવી પડી. ત્યાં બે ચાર કલાક રોકાવું પડયું. તા. ૨૦ ઓગસ્ટના રોજ અમે લંડન પહોંચ્યા. બ્રીંડીઝીથી મારા એક મિત્ર ઉપર મેં અગાઉથી તાર મૂકી જણાવ્યું હતું કે અમારે માટે અલાયદુ એક મકાન ભાડે રાખે. લંડન પહોંચ્યા એટલે અમે ઘેર પહોંચ્યા એમ લાગ્યું. અમેરિકાની સ્ટીમર જવાને છ દિવસની વાર હતી. તેથી અમારે તેટલા વખત સુધી લંડનમાં રોકાવું પડ્યું. - તા. ૨૬ ઓગસ્ટના રોજ અમે લંડનથી રવાને થઈ સાઉધાપટન ગયા અને ત્યાંથી “પારિસ” નામની સ્ટીમરમાં બેઠાં. આ સ્ટીમરમાં અમારે સંગાથ ઘણો સારો હતો. લંડનની થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ મીસીસ એની બેસંટ તથા સેક્રેટરી મીસ મ્યુલર, અલાહાબાદની કૉલેજના ગણિતશાસ્ત્રના પ્રોફેસર સી. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી તથા બૌદ્ધ ધર્મસભાના સેક્રેટરી મી. ધર્મપાલએ સઘળા ચિકાગોની ધર્મસભા માટે પ્રતિનિધિ તરીકે જતા હતા. રસ્તામાં અમારે તેમની સાથે ઘણી જ સારી રીતે વાતચીત થઈ. તેમને જૈન ધર્મ સંબંધી કશી પણ માહિતી નહોતી. પણ જ્યારે જૈન ધર્મના તત્વો સંબંધી મેં ટૂંકામાં વર્ણન આપ્યું ત્યારે આવું ઉત્તમ તત્ત્વજ્ઞાન જૈન ધર્મમાં છે એ જાણી તેમને અજાયબી ઉત્પન્ન થઈ.
તેની સાથે તેઓએ જણાવ્યું કે આવી ઉત્તમ ફિલોસોફીના પુસ્તકો અંગ્રેજીમાં જેની લોકો પ્રસિદ્ધ કરતા નથી એ ઘણી દિલગીરીની વાત છે. સાઉઘાંપટન અને ન્યુયોર્કની વચ્ચે સ્ટીમરમાં મીસીસ એની બેસન્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org