________________
જ્યોતિર્ધરની જીવન ગાથા
પ્રસ્તુત કારખાના સામે મનાઈ હુકમ મેળવવામાં આવ્યો. પણ ન્યાયાલયમાં આ મુકદ્દમાનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધ આવ્યો. પરિણામે હાઈકોર્ટનો આશરો લીધો. આ મુકદ્દમાનો સઘળો ખર્ચ કલકત્તાના શ્રીમંત બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ ભોગવ્યો.
હાઈકોર્ટને કરેલી અપીલમાં ચરિત્રનાયક વીરચંદભાઈની સહાય લેવામાં મુશ્કેલી એ હતી કે પ્રાથમિક પુરાવા પરગણાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. બીજું સ્થાનિક ભાષામાં રહેલાં પત્રો, શિલાલેખો અને તામ્રપત્રો પુરાવા રૂપે રજૂ કરવાનાં હતાં. આ માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને પત્રો, શિલાલેખો તેમજ તામ્રપત્રોની નકલો રજૂ કરી તેમજ એનો અંગ્રેજી ભાષામં અનુવાદ કરીને સમેતશિખર પર્વતનો માલિકીહક્ક સાબિત કર્યો. સ્પષ્ટ અને સુંદર રજૂઆતના કારણે, ચુકાદો જૈન સંઘની તરફેણમાં આવ્યો. તીર્થની રક્ષાનું બીજું મહત્ત્વનું કાર્ય આ રીતે ચરિત્રનાયકે પાર પાડ્યું અને શ્રી જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી તરીકે એ સંસ્થાના ઉદ્દેશોને કાર્યાન્વિત કરવામાં તેઓશ્રી નિમિત્ત બન્યા.
વીરચંદભાઈના પત્રો
વીરચંદભાઈના પત્રો બહુ ઓછા ઉપલબ્ધ છે. એ પૈકી થોડાક શ્રી મહાવીર જન વિદ્યાલયના સંગ્રહાલયમાં છે. એમના કુટુંબીજનોએ ઇ.સ. ૧૯૬૪માં એમના જન્મશતાબ્દી વર્ષમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એમનું અપ્રગટ સાહિત્ય કાસ્કેટ, મેડલ વગેરે સોંપ્યું ત્યારે તેમના પત્રો પણ સાથે હતા. આ ઉપરાંત શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખપત્ર ‘જૈન યુગ’માં પણ બે-ત્રણ પત્રો પ્રગટ થયાનું મને સ્મરણ છે.
એમના જીવનનું ઊજળું પાસું છે, સાહિત્ય. એમના જીવનની વ્યંજનાશક્તિ છે સાહિત્યમાં! તેઓ તત્ત્વજ્ઞ હતા, પણ સાથોસાથ રસજ્ઞ હતા. પાદપૂર્તિ બનાવતા, સાહિત્યચર્ચા કરતા, એમના મિત્રોએ બનાવેલી કવિતા માટે માર્ગદર્શન આપતા. આ બધું એમના મિત્ર
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org