________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા - મક્ષીજીમાં ફક્ત પામ્યા ભલી ભાત, બ. દીગમ્બરીની એ પાસ શી તાકાત બ. ૬ મોટો શિખરજીનો જીત્યો તું કેશ, બ, મહાશાતના ટળાવી તેં હંમેશ. બ. ૭ એમાં કષ્ટ તે ભોગવ્યા છે અપાર, બ. નહિં હિંમતમાં કચાશ લગાર. બ. ૮ ઈત્યાદિ અનેક કરી ધર્મ કામ, બ. જૈન મંત્રી તરીકે દીપાવ્યું નામ. બ. ૯ તલકચંદ ને વીર પ્રેમચંદ, બ. તને દેખી માને જાણે ઉગ્યો ચંદ્ર. બ. ૧૦ હતી ઔત્પાતિકી બુદ્ધિ તારી ખાસ, બ. તેમાં પાણી વેનયિકી ગુરૂ પાસ. બ.૧૧ કાર્યણીકી પારિણામી થઈ બુદ્ધિ, બ. તેથી મન વચ કાયાની છે શુદ્ધિ. બ. ૧૨ આત્મારામજી ગુરૂજીનું જે કામ, બ. પ્રતિનીધી તરીકે કર્યું તમામ. બ. ૧૩ ચીકાગોમાં જૈન ધર્મને દીપાવી, બ. રીલીજયન પાર્લામેન્ટને શોભાવી. બ. ૧૪ અમેરિકા દેશ છે કદરદાન, બ. એમ ખાતરી કરાવી તેં નિદાન. બ. ૧૫ જૈન ધર્મનોં બોધ લીધો પ્રીતે, બ. ગાંધી સોસાયટી સ્થાપી તેવી રીતે. બ. ૧૬ કોલમ્બસની જેવી ભીડી તેં હામ, બ. જૈન ધર્મને દીપાવ્યો ઠામ ઠામ. બ. ૧૭ ઇંદ્રિઓના ભોગ તજી ગામો ગામ, બ. ઉપદેશ આપી કીધાં રૂડાં કામ. બ. ૧૮ જૈન કોમમાં ન દીસે તારી જોડ, બ. કોણ કરી શકે તુજ સંગ હોડ. બ. ૧૯ વિલાયતમાં મેમ્બર થયો છો તું, બ. રૉયલ એશ્યાટિક સોસાયટીનો તું. બ. ૨૦ હેમચંદ્ર શાળા સ્થાપિ અહિં આવી, બ. જૈન મંડળને પ્રીતિ ઉપજાવી. બ. ૨૧ ક્રોધ માન માયા લોભની ઓછાશ, બ. તેથી માન મળ્યા ઠામો ઠામ ખાસ.બ.૨૨ ધર્મ જ્યોત પ્રગટાવો જૈન વાણિ, સુણી કરો મોટા પુન્યની કમાણિ. બ. ૨૩ એનો જય જય થાઓ એમ ગાવો, મુળચંદના વચનનો એ લ્હાવો. બ. ૨૪ તા. ૨૦/૮/૧૮૯૬
– મૂળચંદ નથુભાઈ*
* મૂળચંદ નથુભાઈના વારસદારો માટુંગા (સે.રેલ્વે)માં રહે છે. અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હાલના મંત્રી શ્રી કે. જી. શાહના મોટા સસરા છે.
–
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org