________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા
કાર્યવાહીની નોંધ પોતાની ડાયરીમાં કરી છે. તેઓ નોંધે છે તેમ, “અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી ગાંધીને હું અજમેરમાં મળ્યો. ત્યાં અમે બન્ને ભષણ આપવા માટે ગયા હતા. આ મુલાકાતમાં ગાંધીએ મને ચિકાગોના ટપાલ ખાતાના એક ઉચ્ચ અધિકારીનો પત્ર બતાવ્યો, જેમાં લખ્યું હતું કે, ‘ગાંધીના બતાવેલ વિધિ પ્રમાણે નવકાર મંત્રનો જાપ કરવાથી માથાનો દુઃખાવો દૂર થયો હતો તે કોઈ ભૂલથી ફરીથી શરૂ થયો છે. તો યોગ્ય સૂચના આપશો.” મંત્રના ચમત્કાર વિષે, શંકા ધરાવનાર માટે આ અનુપમ ઉદાહરણ છે!
વધુમાં શ્રી ગુલાબચંદજી ઢટ્ટા લખે છે : “શ્રી ગાંધીએ મને એ વખતે એક અમેરિકન બહેનનો ફોટો બતાવ્યો (સંભવતઃ મિસિસ હાવર્ડનો), જે ભારતીય સ્વાંગમાં ઉનના આસન પર (કટાસણા પર) બેસી, મુહપત્તી હાથમાં રાખીને સામાયિક કરી રહી હતી. સ્થાપનાચાર્ય સામે હતા. હાથમાં માળા હતી. શ્રી ગાંધીએ મને જણાવ્યું કે, શ્રી વિજયાનંદસૂરિની વિશેષ સૂચનાઓ અનુસાર એક માસ સુધી નવકાર મંત્રનો જાપ કરવાથી એ બહેનને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું હતું અને ભારતમાંના પોતાના પૂર્વભવની કેટલીય વાતો કહી હતી.”
ચિકાગોમાં ‘સોસાયટી ફોર ધી એજ્યુકેશન ઑફ વીમેન ઑફ ઇન્ડિયા' નામની સંસ્થા તેમણે સ્થાપી હતી, જેના મંત્રી તરીકે મિસિસ હાવર્ડ હતાં, જે અંગેની વિશેષ વિગત શ્રી વીરચંદભાઈનું કેળવણી યુગના સ્વપ્નદ્રષ્ટા તરીકે મૂલ્યાંકન કરતાં આગળ ઉપર આપી છે.
(૨) હર્બર્ટ વૉરન (Herbert Warren): શ્રી વીરચંદભાઈની હસ્તદીક્ષિત આ ઉમદા વ્યક્તિને ‘આદર્શ જૈન'નાં ઉદાહરણરૂપ ગણાવી શકાય.
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે તેમ, “માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાપૂર્ણ સત્ય રીતે અંતઃકરણપૂર્વક ગ્રહણ, જૈન તત્ત્વજ્ઞાનમાં સંપૂર્ણ અને તર્કયુક્ત શ્રદ્ધા, સ્વાધ્યાયમગ્નતા વગેરે સર્વ ગુણોનું મિશ્રણ એક અંગ્રેજ ગૃહસ્થમાં જોવું એ ખરેખર આનંદદાયક બનાવ છે.”
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org