________________
જ્યોતિર્ધરની જીવન ગાથા - કરી ‘આ તીર્થ જૈનોનું છે એવો ચુકાદો મેળવ્યો. ૧૮૯૩ - જૂન – પૂ. આત્મારામજી મહારાજ ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં
જઈ શકે એમ ન હોવાથી મુંબઈના જૈન સંઘે શ્રી વીરચંદ ગાંધીને મોકલવા સર્વાનુમતે ઠરાવ કર્યો. સાથે એક માણસ મદદ માટે
આપવાનું પણ ઠરાવ્યું. ૧૮૯૩ – ઑગસ્ટ - સ્ટીમર આસામ મારફત અમેરિકા તરફ પ્રયાણ. ૧૮૯૩ - સપ્ટેમ્બર - ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત
અને તા. ૨૫/૯/૧૮૯૪ના રોજ હિન્દુ દર્મ પરના પ્રહારનો
સૌજન્યપૂર્ણ પ્રત્યુત્તર. ૧૮૯૩-૯૫ – (૧) અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જૈન ધર્મ વિષે પ્રવચનો.
‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ફિલોસોફી'ની સ્થાપના દ્વારા હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે વ્યાખ્યાનો. (૨) શિકાગોમાં “An Unknown Life of Jesus Christ'નું પ્રકાશન. (૩) લંડન આવ્યાં. લૉર્ડ રેના પ્રમુખસ્થાને યોજેલ
સભામાં ભારતીય તત્ત્વજ્ઞાન વિષે વ્યાખ્યાન. ૧૮૯૫ - સ્વદેશાગમન. આર્યસમાજ, બુદ્ધિવર્ધક સભ વગેરે સંસ્થાઓના
ઉપક્રમે પ્રવચનો આપ્યાં. ‘હેમચંદ્રાચાર્ય વર્ગની સ્થાપના. ૧૮૯૫ – સપ્ટેમ્બર-અજમેરમાં ભરાયેલ ‘ધર્મ મહોત્સવમાં જૈન ધર્મના પ્રતિનિધિ. ૧૮૯૬ – ઑગસ્ટ, ૨૦, ૨૧ - અમેરિકાથી નિમંત્રણ મળતાં ધર્મપત્ની
સાથે તા. ૨૧ના રોજ ફરી અમેરિકા તરફ પ્રયાણ તા. ૨૦ના રોજ શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી માંગરોળ જૈન
સંગીત મંડળી તરફથી માનપત્ર. ૧૮૯૬ – ભારતમાં દુષ્કાળ પડ્યાના સમાચાર મળતાં અમેરિકામાં ‘દુષ્કાળ
રાહત સમિતિની સ્થાપના રૂા.૪૦,૦૦૦ રોકડા અને અનાજ
ભરેલા વહાણની ભારત તરફ રવાનગી. ૧૮૯૭ – શત્રુંજય કેસ સંબંધમાં ઈંગ્લેન્ડ ગયા૧૮૯૯ – આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાનું પ્રતિનિધિત્વ.
જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને માનપત્ર. તા. ૨૩,
સપ્ટેમ્બર, ૧૮૯૯. ૧૯૦૧ - જુલાઈ – સ્વદેશાગમન. ૧૯૦૧ – ઑગસ્ટ ૭, - ૩૭ વર્ષની ઉંમરે દેહવિલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org