________________
નિ ગાથા
- જ્યોતિર્ધરની જીવન ગાથા –
મુંબઈમાં મિશ્ર પ્રત્યાઘાત સામાન્ય રીતે મનુષ્યો બે પ્રકારના હોય છે ?
એમાનો એક પ્રકાર એવો છે કે જે નિંદા અને ઝેર એકઠાં કરી ચોતરફ ફેલાવવાનું કામ કરે છે. જ્યારે બીજા પ્રકારના મનુષ્યો
જ્યાંથી મળે ત્યાંથી મીઠાશ એકત્રિત કરી એમાંથી સૌંદર્યસભર સત્ત્વ દુનિયા સમક્ષ રજૂ કરે છે.
પ્રથમ વર્ગનો માનવી માખી જેવો હોય છે, જેનાથી સ્વચ્છ સદાચારી માણસ અલિપ્ત રહેવાનું પસંદ કરે છે.
બીજો વર્ગ મધુમક્ષિકા જેઓ છે, જેની સત્વશીલતા મેળવવા ગુણાનુરાગી હંમેશાં તત્પર હોય એ સ્વાભાવિક છે.
શ્રી વીરચંદભાઈ ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કરી સ્વદેશ આવ્યા ત્યારે તેમને પણ બન્ને વર્ગના મનુષ્યોનો અનુભવ થયો.
ઘડીભર એમ થાય કે વિદેશમાં જૈન ધર્મની શાન વધારનાર, ભારતીય સંસ્કૃતિની ગૌરવભરી રજૂઆત કરનાર ભારતમાતાનો લાડકવાયો પાછો ગોદ ખૂંદવા આવે ત્યારે એને સર્વત્ર આવકાર જ મળે ને? પણ એના જ વર્ગના અમુક ભાઈઓ આ આનંદમાં ભાગીદાર થઈ શકે એમ ન હતા.
અને બને છે એમ માખીનો વર્ગ સંખ્યામાં વિસ્તૃત હતો, મધુમક્ષિકાનો વર્ગ પ્રમાણમાં અલ્પ પણ સત્ત્વશીલતાવાળો હતો. અનાર્ય દેશમાં શાસ્ત્ર મોકલવાનો કે ધર્મના પ્રચારાર્થે વિદેશમાં જવા વિષેના વિરોધનો વંટોળ હજુ શમ્યો ન હતો.
આવા વાતાવરણમાં શ્રી વીરચંદભાઈના પ્રશંસકો, ગુણાનુવાદકોએ બુદ્ધિવર્ધક સભા, આર્યસમાજ વગેરે સંસ્થાના ઉપક્રમે એમનાં પ્રવચનો યોજ્યા; એ સભાઓમાં ધાંધલ મચી અને ખુરશીઓ ઊછળી. ‘વીરચંદ ગાંધીને નાત બહાર મૂકો'ના લોકોએ નારા લગાવ્યા અને અન્ય ધમકીઓ પણ મળવા લાગી.
ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં તેઓ હાજરી આપવા ગયા ત્યારે તેની સામે વિરોધ દર્શાવતી પત્રિકા બહાર પડી હતી, જે નીચે મુજબ છે :
— —- ૨૬ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org