Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 62
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – બે વખત “કર્મ' વિષય ઉપર ભાષણ આપ્યા હતા. તા. ૨ સપ્ટેમ્બરના રોજ અમે સવારના આઠ વાગતા ન્યુયોર્કના બંદરમાં આવી પહોંચ્યા. ગંજાવર કદની સ્ટીમરો બંદરમાં દોડાદોડ કરતી હતી. એકબાજુ એ બ્રુકલીન નામનું ન્યુયોર્કનું પરું હતું. બીજી બાજુ એ ન્યુજર્સી નામનું પરું છે. વચમાં ન્યુયોર્ક શહેર છે. આપણા દેશના કિનારા પર ઉતારુઓને પોતાનો સામાન સાથે લઈ કિનારા પર ઉતરવું પડે છે તેમ અહીં કરવું પડતું નથી. તમારી દરેક પેટી પર તમારું નામ લખી સ્ટીમરના માણસોને સામાન સોંપી દો એટલે તેઓ કિનારા ઉપર તમને દરેક ચીજ બનતી ઉતાવળથી આપી દેશે. અમારો ફૂલસામાન અમે સ્ટીમરના માણસોને સોંપી દીધો અને સ્ટીમર ઉપરથી દેશી પોશાકમાં કાંઠા ઉપર ઉતર્યા. કાંઠા ઉપર આપણી મુંબઈની જાણીતી ટોમસ ફ્રેકની પેઢીની અત્રેની ન્યુયોર્કની શાખાના પ્રતિનિધિ મી. હેમીલટન હાજર હતા. તેમણે ઘણા વિવેક સાથે અમને કહ્યું કે તેઓ અમારુ કશું પણ કામ કરવાને સેવામાં હાજર છે. અમે અમારો સામાન તપાસી લીધો. ન્યુયોર્ક યુનાઈટેડ સ્ટેટસનું બારું છે. તેથી તરી જકાતનો કાયદો બરાબર અમલમાં મુકવામાં આવે છે. તારી જકાતના દસ-વીશા ઈન્સપેક્ટરો ત્યાં હાજર હતા અને તેમને અમારો સામાન બતાવ્યા સિવાય અમારાથી જવાય તેમ નહોતું છતાં જેમ મુંબઈમાં ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર કસ્મટમ્સ ખાતાના સીપાઈઓ લોકોને અપમાન ભરેલી રીતે સતાવે છે તેમ અહીં નહોતું. તેઓએ અમને પૂછયું કે જકાત આપવી પડે એવો સમાન અમારી પાસે હોય તો તેમને જણાવવું.અમે કહ્યું કે અમારી પાસે તેવો કશો સામાન નથી. ઉપર ઉપરથી અમારો સામાન તેઓએ તપાસ્યો અને પછી અમને જવા દીધા. ચિકાગોની ધર્મસભા તરફથી તેના સેક્રેટરી મિ. વિલીયમ પાઈપ અમને લેવા માટે બંદર ઉપર આવ્યા હતા. એ ધર્મસભાની જનરલ કમિટીએ ખાસ અમારા માટે મિ. પાઈપને ચિકાગોથી ન્યુયોર્ક મોકલ્યા હતા. તેઓ અમને મળ્યા. મિ. વિલિયમ પાઈપ ફક્ત ૩૨ વર્ષના ઉત્સાહી. ગૃહસ્થ છે. શરીર અને તંદુરસ્તીની દરકાર કર્યા વિના તેઓએ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ માટે અથાગ મહેનત લીધી છે. અમારો - ૬૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82