Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 78
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા -- | લેખક પરના પત્રોમાંથી સારવીને) સુંદર અક્ષરે લખેલો તા. ૨૧/૪નો પત્ર મળ્યો. શ્રી વીરચંદભાઈ વિશે મને કશી માહિતી નથી. મેં એમને જોએલા નહીં. પ્રથમ જ્યારે તે વખતના છાપાઓમાં કે સ્વામી વિવેકાનંદના પત્રોમાં વાંચ્યું હતું કે શિકાગો પરિષદમાં Mr. Gandhi represented the Jains ત્યારે મેં માનેલું કે દક્ષિણ આફ્રિકાવાળા કર્મવીર ગાંધી જ એ હશે. પછી જ્યારે ૧૯૧૫માં શાતિ નિકેતનમાં મહાત્માજીના પરિવારના લોકોને મળ્યો ત્યારે જાણ્યું કે સન ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદમાં ગએલા ગાંધી તે જુદા જ હતા અને એમનું નામ વીરચંદ ગાંધી હતું. તા. ૨૨/૪/૧૯૬૪ કાકાસાહેબ કાલેલકર સન્નિધિ, રાજઘાટ, નવી દિલ્હી–૧. શ્રી વીરચંદ ગાંધી વિશે તમારા મત સાથે હું સંમત છું. સૌરાષ્ટ્ર ગુજરાતની એ વિભૂતિ ગણાય અને એ રીતે એમના વિશે જે કાંઈ કરવા જેવું હોય તે તે થાય એ ઈચ્છવા જેવું છે. એક વાતમાં હું તમારાથી જુદો પડું છું. એમની જન્મશતાબ્દી અથવા એમના સન્માનમાં જે કાંઈ કરવા જેવું હોય એ લોકોએ કરવું જોઈએ. સરકાર એમાં મદદગાર બની શકે પરંતુ પ્રારંભ પ્રતિષ્ઠિત સંસ્થાઓએ કે વ્યક્તિઓએ કરવાનો રહે છે. સરકાર એ રીતે આવું કામ પોતાના હાથમાં લઈ શકે નહીં. વિવેકાનંદ કે ટાગોર વિશે બીજી રીતે થયું હોય તો પણ મારા મત પ્રમાણે પ્રજા તરફથી આવી પ્રવૃત્તિ થાય એ જ ઈષ્ટ છે. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત, વિદ્યાસભા એવી કોઈ સંસ્થા, મહુવાના લોકો કે ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો સાથે મળીને શ્રી વીરચંદ ગાંધી, શ્રી કરશનદાસ મુળજીનું કે એવી જે બીજી વ્યક્તિઓ થઈ ગઈ હોય. તેમનું બહુમાન કરવાનું ઇચ્છે તે જરૂરી છે. રાજ્ય એ કામ હાથમાં લે એ શક્ય નથી, ઇષ્ટ પણ નથી. રાજ્ય પ્રજાકીય પ્રવૃત્તિને મદદગાર થાય એ ઇષ્ટ છે અને ઇષ્ટ ગણાય. સચિવાલય, બળવંતરાયના વંદે માતરમ્ તા. ૨૭/૪/૧૯૬૪ મુખ્યમંત્રી, ગુજરાતરાજ્ય અમદાવાદ-૧૫. આપણાં સમાજમાં મહાન ગણાતી વ્યક્તિઓના જીવન સંબંધી ખૂબ જ અંધેર પ્રવર્તે છે અને તેને પરિણામે ચરિત્ર લખનારને પારાવાર મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે. તે તો જેને વીત્યું હોય તે જ સમજી શકે. છતાં કાર્યને પાર પાડવા ઇચ્છનારે હિંમત રાખી એમાંથી જ રસ્તો કાઢવાનો રહે છે. એ દષ્ટિએ જૂના સામયિક-પત્રોની ફાઈલો મેળવી. તેમાંથી મળી શકે તેટલી હકીકતને તારવી લઈ તેનો ઉપયોગ કરશો. - ૭૭ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82