Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 63
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા વિચાર ન્યુયોર્ક શહેરમાં બિલકુલ રોકાયા સિવાય તરત જ ચિકાગો. જવાનો હતો. પરંતુ મી. પાઈપે કહ્યું કે “તમે ૧૨૦૦૦ માઈલની મુસાફરી કરતાં અહીં આવ્યા છો માટે બે દિવસ અહીં આરામ લો અને આજ શનિવાર છે પણ સોમવારની સાંજના અહીંથી આપણે ચિકાગો તરફ રવાને થઈશું.” તેઓએ અમારા માટે મકાનનો અગાઉથી બંદોબસ્ત કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે ખોરાકની બાબતમાં અમારો રિવાજ તમે જાણતા નહીં હો, અમે ઉત્તમ હિંદુ તથા જૈન લોકો સિવાય બીજા કોઈના હાથની રસોઈ જમતા નથી. મી. પાઈપે કહ્યું કે “તમારી અનુકૂળ પડે તેવી રીતનો મરજી મુજબ બંદોબસ્ત કરશે' ફક્ત બે દિવસ ન્યુયોર્કમાં રહેવાનું હતું. તેથી અમે વિચાર કર્યો કે ફળફૂલ ઉપર રહેવું વધારે ઠીક પડશે. મી. વિલિયમ પાઈપ ચિકાગોની ધર્મસભાને ખરચે અમારે માટે બધો બંદોબસ્ત કરવાને તૈયાર હતા. પરંતુ મેં વિચાર કર્યો કે જૈનધર્મની ઉન્નતિ માટે હું અહીં આવ્યો છું તેને પ્રસંગે અમેરિકાના લોકોને મારે માટે ખરચ કરવો પડે એ જો કે તેમને પ્રશંસનીય છે. તો પણ મારી શક્તિવાન જૈનકોમને નામોશી ભરેલું છે તેથી મી. પાઈપને તેમના ઉત્તમ વિચાર માટે ઉપકાર ભરેલા શબ્દોથી ધન્યવાદ આપી જણાવ્યું કે મારો તમામ ખર્ચહું પોતે જ આપીશ. મી. પાઈપ ન્યુયોર્કની પ્રખ્યાત બ્રન્સવીક હોટેલમાં ગયા અને હું તથા મી. નથ બ્રોડવે સેન્ટ્રલ હોટેલના મેનેજરને મળવા ગયા અને અમે મેનેજરને જણાવ્યું કે અમારે ફક્ત બે દિવસ ન્યુયોર્કમાં રહેવું છે માટે અમને તેઓ એક ઓરડો ભાડે આપે તો ઠીક. અમને તેઓએ એક ઈલાયદો ઓરડો આપ્યો. અમારો સામાન એ ઓરડામાં મૂકી અમે બજારમાં ગયા અને સફરજન, કેળા, દ્રાક્ષ, નારંગી, જામરૂખ વગેરે ફળ ખરીદ કરી મકાન ઉપર આવ્યા. સાંજના પાંચ વાગતા ફળાહાર કરી મી. પાઈપને મળવા માટે હું બ્રન્સવીક હોટલમાં ગયો. ધર્મસભા સંબંધી તેમની સાથે ઘણી વાતચીત થઈ. પાંચ સાત ન્યુસ પેપરના રિપોર્ટરો ત્યાં હાજર હતા. તેઓએ જૈનધર્મ તથા જૈન ફોમ સંબંધી ઘણા ઘણા સવાલો મને પૂછયા. ન્યુયોર્કનું પ્રખ્યાત વર્તમાન પત્ર નામે “ધી વર્લ્ડ' મારે માટે નીચે પ્રમાણે કહે છે : - ૬૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82