________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા વર્તમાનપત્રો છે અને ૪ દર પખવાડિયે પ્રસિદ્ધ થનારા પેપર છે. માસિક ચોપાનિયા ૩૯૪ છે. દર બે મહિને પ્રસિદ્ધ થતાં ચોપાનિયા ૧૪ છે અને દર ત્રણ મહિને છપાતા ચોપાનીયા ૨૧ છે.
ન્યુયોર્ક શહેરનું વર્ણન પત્ર મારફતે જેટલું લખું તેટલું ઓછું છે. ઘણું કરીને થોડા દિવસમાં ગુજરાતી મુંબઈ સમાચારમાં ન્યુયોર્કનું વર્ણન હું લખી મોકલીશ.
તા. ૪ ઓગસ્ટ સોમવારની સાંજના ન્યુયોર્ક સેન્ટ્રલ એન્ડ હડસન રિવર રેલરોડની ટ્રેનમાં અમે ચિકાગો તરફ રવાને થયા. રસ્તામાં બાર કલાક સુધી નાયગરા ધોધ જોવાને મી. પાઈપના કહેવાથી રોકાયા. તા. ૬ સપ્ટેમ્બરથી આજ દિવસ સુધી ધર્મ સંબંધી અગત્યના બનાવો બન્યા છે. મેં ઘણી જગ્યાએ ભાષણો આપ્યા છે અને હજી આપું છું. એ બધી હકીકત ઘણા વિસ્તાર સાથે આપના ઉપર લખવાનો છે. આપ આટલો લાંબો પત્ર વાંચી કંટાળો પામશો ધારી વિશેષ હકીકત આવતા મેલમાં લખીશ. પરંતુ ચિકાગોમાં પાંચ માસ રહ્યા પછી અહીનાં અને ન્યુયોર્કના પેપરોનો તથા આગેવાન લોકોનો મારે માટે શો મત છે તે આ સાથેના બુકપોસ્ટ મારફતે મોકલેલા કાગળમાંથી આપ જાણશો. જૈન ધર્મ વિશે ભાષણો આપવા હજી હું એક માસ આશરે અત્રે રહીશ. વિશેષ હકીકત આવતા મેલમાં લખીશ.
લી. આજ્ઞાંકિત સેવક વીરચંદ રાઘવજી
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org