Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 55
________________ · જ્યોતિર્ધરની જીવન ગાથા રેવરન્ડ એડીસન પાર્કર (ડિસેમ્બર ૨, ૧૮૯૩): ચિકાગો વિશ્વધર્મ પરિષદની કાર્યવાહી દરમિયાન જૈન ધર્મ વિષે શ્રી ગાંધીજીનું પ્રવચન સાંભળવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને એમને વ્યક્તિગત મળવાનો પણ પ્રસંગ સાંપડ્યો એથી મને આનંદ થયો. મારા પર એમને વિષે ખૂબ જ બુદ્ધિશાળીમાંના એક અને પૂર્વના પ્રતિનિધિઓમાંથી આપણા માનસને હચમચાવી મૂકનાર તરીકેની છાપ પડી. મહાન પુરુષોના જીવન અને વિચારોને તેઓ રજૂ કરે છે એને એમના સિવાય બીજા કોઈના પાસેથી હું સાંભળવાનુ પસંદ ન કરું. બફેલો કોરિયર (ઑગસ્ટ ૧૯, ૧૮૯૪) Buffalo Courier; કાસાગાડામાં અત્યાર સુધીમાં કોઈનું પણ સન્માન કરવામાં આવ્યું ન હોય એવું ઉષ્માભર્યું સ્વાગત મુંબઈના જૈન શનિવારે સાંજના જ્યારે તેઓ જાંબુડી રંગનો ઝબ્બો, સોનેરી પાઘડી અને રેશમી કમરપટ્ટો એ રીતે સંપૂર્ણ ભારતીય સ્વાંગમાં આવ્યા ત્યારે પ્રેક્ષકોએ એમને હર્ષનાદથી વધાવી લીધા અને એમનું પ્રવચન ‘Some Mistake Corrected' પૂરું થયુ ત્યારે ફરી ફરીને પ્રવચન આપવા કહેવામાં આવ્યું હતું. લાઈટ ઑફ ટ્રુથ (૧૧/૮/૧૮૯૪) : શ્રી ગાંધી ભારતની વૈદિક શાખા, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે. તેઓ એ તત્ત્વજ્ઞાનને, આધ્યાત્મિક પ્રતિભાથી અને પોતાના ગુરુના વ્યવહારુ જ્ઞાનને પોતાની પ્રતિભા સાથે પ્રગટ કરે છે, પ્રકાશે છે. બફેલો એક્સપ્રેસ (૧૪/૮/૧૮૯૪)ઃ ભારતના શ્રી વીરચંદ ગાંધી રસ ધરાવતા અસંખ્ય લોકોના મુખ્ય, માનનીય વક્તા હતા. પ્રેક્ષકવર્ગ તરફ દૃષ્ટિ ફેરવતાં જણાયું કે દરેકે દરેક લોકો આ હિન્દુના શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા હતા અને સમજતા હતા. લાઈટ ઑફ ટ્રુથ (૧૮/૮/૧૮૯૪) : જૈન તત્ત્વવેત્તા શ્રી વીરચંદ ગાંધીએ પ્રાચીન ધર્મોની સમજણ આપવા વર્ગો શરૂ કર્યા છે. પોતાના ધર્મોનું તત્ત્વજ્ઞાન સમજાવતા આ હિન્દુ સ્કોલરને સાંભળવા બુદ્ધિશાળી-તેજસ્વી પ્રેક્ષકો ખૂબ જ આતુર હોય છે અને સભાગૃહ હંમેશા એવા પ્રેક્ષકોથી ભરપૂર રહે છે. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82