Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 58
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા –– પરિશિષ્ટ - ૩ (સ્વનામ ધન્ય શ્રી વીરચંદ ગાંધી અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત થવા મુંબઈ છોડી ગયા ને ચિકાગો પહોંચ્યા પછી ત્યાંથી વિગતવાર સ્વહસ્તે પત્ર લખ્યો હતો. તે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખપત્ર “જૈન યુગ'ના વિ.સં. ૧૯૮૨ના ચૈત્ર માસ (ઇ.સ. ૧૯૩૧)ના અંકમાં પ્રગટ થયો હતો તે અત્રે રજૂ કર્યો છે. – લેખક ચિકાગો તા. ૨૯ જાન્યુઆરી, ૧૮૯૪ રા. રા. મેહેરબાન શેઠજી સાહેબ, દયાચંદભાઈ મલકચંદની સેવામાં, મુંબઈનું બારું તા. ૪ ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ છોડયા પછી આપના ઉપર સવિસ્તર પત્ર હું લખી શક્યો નથી. કારણ માત્ર એ જ કે આ દેશમાં કંઈ પણ સંગીન, સ્તુતિપાત્ર કામ કર્યા પછી આપને પત્ર લખું તો જ આપને આનંદ પ્રાપ્ત થાય. આ શહેરમાં હું પાંચ મહિના થયા છું અને તે દરમિયાન આપ સંતોષ પામો એટલું કામ હું કરી શકયો છું. માટે હવે આપને સવિસ્તર પત્ર લખું છું. - તા. ૪ ઓગસ્ટના રોજ સ્ટીમર પર જતાં પહેલાં મેસર્સ થોમસ ફુક એન્ડ સનની મુંબઈની પેઢી તરફથી સ્ટીમરના કપ્તાન ઉપર મેં એક પત્ર લખાવી લીધો હતો તેની નકલ નીચે આપું છું. Bombay, 4th August, 1893 The Commanding. Officers of the S. S. Assam and the S. S. Himalaya Dear Sirs, The bearer of this, Mr. Gandhi, a Hindu Gentleman of this city is en-route to Chicago and is going to observe - પ૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82