Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 59
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા Hindu rites and customs on board so as not to interfere with his caste. He will feel much obliged, if you will be so kind as to give him a certificate on leaving your ships to the effect that he has not eaten food prepared by the ship's cook but by his own cook. Thanking you in anticipation, Yours faithfully, Thos. Cook & Son. ઉપર મુજબનો પત્ર લઈને હું સ્ટીમર પર ગયો. તેની સાથે પી. એન્ડ ઓ. કંપની સાથે બંદોબસ્ત કર્યો હતો કે સ્ટીમરના અલાયદા ભાગ ઉપર એક લોઢાનો ચૂલો રાખવો. એ ચૂલા માટે મેં સદરહુ કંપનીને એકસો રૂપિયા જુદા આપ્યા હતા. એડનથી બીજી સ્ટીમરમાં જવાનું હતું અને એ ચૂલો પણ અમારે માટે ખાસ બીજી સ્ટીમર પર લઈ જવામાં આવ્યો હતો. એકલા ચૂલા માટે સો રૂપિયા મોટી રકમ છે પણ તેનો ખુલાસો પી. ઓ. કંપની નીચે પ્રમાણે આપે છે. મારી સાથે મી. નવું મંછાચંદ હતો. અને રસોઈ વિગેરે કામ માટે તેની જરૂર હતી. એ બે દિવસ સુધી નથને ફેર આવ્યો * તેથી અમે રસોઈ કરી શકયા નહીં. પણ અંતે તંદુરસ્તી સારી રહેવા લાગી. પહેલાં બે દિવસ સુધી અમારી પાસે મીઠાઈ વગર ખાવાના પદાર્થો ઘા હતા. તેનાથી અમે ચલાવ્યું. ત્રીજા દિવસે રસોઈ શરુ કરી. એડન પછી દરિયો શાંત હતો. તેથી રસોઈ કરવામાં અમને કશી અડચણા પણ પડી નહીં. એડનથી બીજી સ્ટીમર હિમાલય નામની હતી તેમાં અમે બેઠા. પહેલી સ્ટીમરના કપ્તાને અમને અમારા ખોરાક સંબંધી સર્ટિફિકેટ આપ્યું છે તેની નકલ નીચે પ્રમાણે છે: * મી. નથુ મંછાચંદ મહુવાના વતની હતા. અને શ્રી વીરચંદ ગાંધીના રસોઈ વગેરે કામ માટે અમેરિકા એમની સાથે ગયા હતા. ત્યાં જાદૂના અદ્ભુત પ્રયોગો કર્યા હતા. સુમાર’ સામયિકના આતંત્રી રવિશંકર રાવળે એમના જાદૂના પ્રયોગો ભાવનગરમાં જોવા જવાનો ઉલ્લેખ એમની આત્મકથામાં કર્યો છે. વિશેષ વિગતો માટે મેં સંપાદિત કરેલ પુસ્તક “મહુવાની અસ્મિતા” જુઓ. ૫૮ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82