________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા – દિવસો દરમિયાન ધર્મ પરિષદના મંત્રી શ્રી વિલિયમ પાઈપ ન્યૂયૉર્ક આવ્યા હતા. અને જૈન ધર્મ પ્રણિત આચાર અનુસાર બધી જ સગવડતા વિશ્વધર્મ પરિષદના ખર્ચે કરવાની હતી. પરંતુ શ્રી વીરચંદભાઈને લાગ્યું કે, જૈન ધર્મની ઉન્નતિ માટે હું અહીં આવ્યો છું તે પ્રસંગે અમેરિકાના લોકોને મારે માટે ખર્ચ કરવો પડે, એ જો કે તેમને પ્રશંસનીય છે, તો પણ મારી શક્તિવાન જૈન કોમને નામોશી ભરેલું છે. તેથી પોતાના જ ખર્ચે રહેવાની ઉપકારભર્યા શબ્દો સાથે ધન્યવાદ આપી માગણી કરી.
મહાત્મા ગાંધીજી સાથે સંપર્ક મહાત્મા ગાંધીજી જ્યારે મહાત્મા બન્યા ન હતા અને ઈંગ્લેંડમાં ખોરાકના અખતરા કરતા હતા ત્યારે ગાંધીજીએ મારા સત્યના પ્રયોગોમાં એક વાતનો નિર્દેશ કર્યો છે. તે અનુસાર વીરચંદ ગાંધી એ અખતરામાં એમની સાથે જોડાયા હતા. (ભાગ-૨, પ્રકરણ-૩, પૃ. ૯૩) મહાત્માજીએ આ નિર્દેશ ન કર્યો હોત તો આ બે ગાંધીઓના અંગત પરિચય વિશે આપણે કશું જાણી શકત નહીં એમ પં. સુખલાલજીએ ‘સ્વ. વીરચંદ ગાંધી વિષે કંઈક એ લેખમાં જણાવ્યું છે. તદુપરાંત શ્રી વીરચંદભાઈના પુત્ર સ્વ. મોહનભાઈ પરના એક પત્રમાં ‘પિતાશ્રીના આદર્શો જાળવી રાખ્યા હશે?’ એવી પૃચ્છા કરી હતી. આ પત્ર વીરચંદભાઈના અવસાન બાદ ચાર દાયકા પછી લખાયો હતો. આ પત્ર મારા જોવામાં આવ્યો છે અને તે એમનાં કુટુંબીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપેલ છે.
કેળવણી યુગના સ્વપ્નદ્રષ્ટા ભારતમાં અને ખાસ કરીને જૈન સમાજમાં નવી કેળવણીનો વ્યાપક પ્રચાર થાય, એ માટેની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે એમણે અથાક પ્રયત્નો કર્યા હતા. ભારતમાં જૈન કૉલેજની સ્થાપના થાય એ એમનું સ્વપ્ન હતું. ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ કેળવણી માટે સહાયરૂપ થવા અમેરિકામાં એમણે એક ફંડની શરૂઆત પણ કરી હતી. પણ અલ્પાયુ સામે એ અધૂરું રહ્યું.
•
૪૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org