________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – જૈન સાધુની દેશના કોર્ટમાં હાજર થયેલો ગુનેગાર પોતે નિર્દોષ છે એવો ચુકાદો સાંભળે ત્યારે, પત્ર પ્રાપ્તિથી થતો આનંદ, પ્રભુભક્તિ અને નિજાનંદ સાકરની જેમ અતિ મીઠાં જ લાગે ને? કેવી કલ્પનાથી તરત જ – પત્ર આવતાંની સાથે જ પાદપૂર્તિ બનાવી હતી ! ૨૩ વર્ષની વયે નિગ્રંથ મુનિની વાણી વિષે જે વિચારે છે એ જોતાં એમના સંસ્કારો કેટલા દઢ હશે અને આગળ જતાં આ સંસ્કારોએ જ એમના વિકાસમાં ભાગ ભજવ્યો હશે ને?
વિદેશમાં પણ ચુસ્ત જૈન તરીકેનું એમનું જીવન હતું. ચુસ્ત વનસ્પત્યાહારી (જૈન ધર્મપ્રણિત શાકાહારી) તરીકે રહેવામાં એમનો કેટલીક મુસીબતો પડી હતી. સ્ટીમરમાં જતાં પોતાના માટે રસોઈ બનાવવા જુદો ચૂલો રાખવા પરવાનગી લેવી, જુદા ચૂલા દ્વારા જુદી રસોઈ બનાવી એ બાબતનું પ્રમાણપત્ર જહાજના કપ્તાન પાસેથી મેળવવું, (પરિણામે બીજે આવી સગવડતા મેળવવામાં અગવડતા ન પડે), આવાં પ્રમાણપત્ર મેળવવાં, ભલામણ પત્રો મેળવવા વગેરે બાબતોની વિધિથી કેટલી મુસીબત પડી હશે તે આજનો અનુભવી સમાજ સહેલાઈથી સમજી શકશે! (આ પત્રની આખીય નકલ માટે જુઓ પરિશિષ્ટ-૩) તા. ૨૯/૧/૧૮૮૪ના રોજ દયાચંદભાઈ પરના પત્રમાં તેઓએ આ બધી બાબતો સવિસ્તર લખી છે. સ્ટીમરમાં રસોઈ માટે જાદૂકલાના કસબી નથુ મંછાચંદ સાથે હતા. (આ પત્ર પરિશિષ્ટ ૩માં આપ્યો છે.)
સ્ટીમરમાં અલ્હાબાદની કૉલેજના પ્રાધ્યાપક શ્રી જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, બૌદ્ધ ધર્મ સભાના મંત્રીશ્રી ધર્મપાલ, લંડનની થિયોસૉફિકલ સોસાયટીના પ્રમુખ શ્રીમતી એની બીસેન્ટ તથા મંત્રી કું. મ્યુલર સાથે હતાં. એમને વીરચંદભાઈએ જૈન ધર્મનું હાર્દ સમજાવ્યું ત્યારે તેઓને આશ્ચર્ય થયું અને કહ્યું, “આવી ઉત્તમ ફિલસૂફીનાં પુસ્તકો અંગ્રેજીમાં જૈન લોકો પ્રગટ કરતા નથી એ ઘણી દિલગીરીની વાત છે.”
વિદેશમાં પણ જૈન સમાજનું ગૌરવ જળવાય એની એમણે કાળજી રાખી હતી. શિકાગો જતાં ન્યૂયોર્કમાં બે દિવસ રહેવું પડ્યું. આ
૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org