Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 44
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – “તેમાં વળી શુંગાર રસના પેટા ભાગિયા ગણાવી તે કવિતા વિપ્રલંભ શૃંગારમાં બની છે એમ લખ્યું તો તેનું જાણવું છે તે તો યોગ્ય લખ્યું હશે જ. પરંતુ હું નવરસ સિવાય તેના પેટા ભાગથી તદ્દન અજાયો છું, કારણ મેં કોઈ પાસે તે રચના શીખી નથી જેથી મને અંગની તથા વિપ્રલંભ શૃંગારની તથા તેની દશાની સૂઝ પડી.” એ જ પત્રમાં લખ્યું કે, “સંભોગ-શૃંગાર કોને કહે (તેની મને ઝાંખી ખબર છે) તેની મને પૂર્ણ ખબર નથી. તો હવે જેમ આને (વિપ્રલંભશૃંગાર) માટે જેમ દશા તથા અવસ્થા વર્ણવી તેમ જ તે માટે મને જણાવશો.” વીરચંદભાઈ તો તૃષાતુર હોઈ, એની ક્ષુધા-પ્યાસ છિપાવવા હંમેશા તત્પર. જવાબમાં શ્લોક લખી મોકલ્યો. એનું વિવેચન કરતાં જણાવ્યું...નાયક-નાયિકાનું પરસ્પર જોવું, વાતચીત કરવી, બાગબગીચામાં ફરવું, પુષ્પો એકઠાં કરવા, જળક્રીડા કરવી, મધુપાન કરવું, તાંબુલ ગ્રહણ કરવું, સુરત-સુખનો અનુભવ લેવો વગેરેનો જે અનુભવ કરે છે અને વળી પૂર્ણ રીતે આનંદિત મનથી; તે સર્વે સંભોગ-શૃંગાર કહેવાય છે.” આ તો થઈ એમની સાહિત્ય ચર્ચાની વાત. તેઓ કવિ હતા કે નહિ એનો નિર્ણય કરવાનું બાજુ પર રાખી એમના પત્રો ઉપરથી એટલું તો અવશ્ય કહી શકાય કે તેઓ કવિહૃદયી હતા. શ્રી ભગવાનદાસે, ‘લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! વસંતતિલકા છંદમાં પંક્તિ બનાવી પાદપૂર્તિ કરવા માટે વીરચંદભાઈને જણાવ્યું. એમના મિત્ર મૂળચંદભાઈએ ચાર કડી બનાવી અને શ્રી વીરચંદભાઈએ છ કડી બનાવી હતી. હાલ આ પત્રમાંથી જેટલી કડી ઉકેલી શકાય છે તેટલી કડી અત્રે આપી છેઃ (૧) જૈન સાધુ (મુનિ). આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે જાણે સુધાની સરિતા વહતી જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી! - ૪૩ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82