Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 43
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – સાથેના પત્ર વ્યવહારમાં સ્ફટ થાય છે. પત્ર દ્વારા એમણે કરેલી સાહિત્યની ઉપાસના આપણને શીખવી જાય છે કે પત્રોમાં કેટલું સામર્થ્ય છે, પત્રો પણ સાહિત્યનું સ્વરૂપ પામી શકે છે. સાહિત્યનું અવિભાજ્ય અંગ છે! એ લોકોની સાહિત્યરસિક સ્નેહાળ મિત્રોની ત્રિપુટી – શ્રી ભગવાનદાસ દુર્લભદાસ પારેખ, શ્રી મૂલચંદ નથુભાઈ અને વીરચંદભાઈ ત્રણેયને એકબીજા પર અપાર સ્નેહ! એકનો પત્ર ન આવે અગર જરા વહેલોમોડો આવે તો કેટલા વ્યાકુળ થઈ જતા મિત્રસ્નેહનું સુભગ દર્શન આ પત્રોનો આત્મા આપણાને કરાવે છે. વીરચંદભાઈએ તા. ૨૩/૩/૧૮૮૭ના પત્રમાં શ્રી મણિલાલ મોહનલાલનો પત્ર ન આવતાં બે અન્યોક્તિઓ લખી, ટિપ્પણ લખેલી. તેમાંથી એક જોઈએ : (ઈન્દ્રવજા) શા સારુ દોડે ભલી ઓ હરિણી, પાણી નથી, ઝાંઝવું જો નિહાળી; ભોળાઈથી દુઃખી બહુ થવાશે, લોકો મહીં મૂરખ તું વદાશે! ટિપ્પણમાં લખ્યું : “કોને, કેવી રીતે ઉપરની અન્યોક્તિઓ લાગુ પાડવી તે તમારું અંતઃકરણ હમણાં નહીં કહે તો કેટલો એક વખત પછી કહેશે.” ભગવાનદાસ પારેખ કવિતાઓ લખતા અને વીરચંદભાઈને મોકલતા. એ પર વિવેચન દ્વારા માર્ગદર્શન માગતા અને પ્રત્યુત્તરમાં પોતાની સમજણ પ્રમાણે ચર્ચા કરતા. ભગવાનદાસ પારેખ નવરસ વિષે જાણે ખરા, પણ તેના પેટા પ્રકાર આદિમાં ખાસ સમજણ નહીં. તેમના એક કાવ્ય વિષે જ્યારે વીરચંદભાઈએ એનો રસ વિપ્રલંભ શૃંગાર કહેવાય અને એની સમજણ આપી ત્યારે અને ત્યાર પછીના પત્ર દ્વારા તેઓ રસ વિષે વિશેષ જ્ઞાતા થયા તા. ૩૦/૧/૧૮૮૭ના પત્રમાં ભગવાનદાસ સ્પષ્ટપણે લખે છે : -- ૪૨] ૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82