Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 41
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા - સમેતશિખર પર ચરબીના કારખાના અંગે વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો સિદ્ધિપદ પામ્યા છે એ કારણે સમેતશિખરની તીર્થ તરીકે વિશેષ મહત્તા છે. એ વખતના બંગાળના હજારીબાગ જિલ્લાના પાલગંજ ગામનો રાજા પારસસિંગ હતો. તે રાજ્યની સરહદમાં મધુવન અને સમેતશિખરજીનો પર્વત આવેલો છે. પાલિતાણામાં શત્રુંજય તીર્થ ઉપર ચોખા વગેરે ચડાવવાની વસ્તુઓ ભાટ લોકો લઈ જતા, તેમ આ તીર્થ ઉપરથી રાજાને લઈ જવાનો અગાઉ રિવાજ હતો. તે બદલ તેમ જ તીર્થના રક્ષણ બદલ રૂા.૧૫૦૦ તેને સંઘ તરફથી આપવામાં આવતા હતા. બાદશાહના વખતથી પણ આ તીર્થની માલિકી જૈનોની જ હતી. પરંતુ દેખરેખ અને સારસંભાળ તથા હક્ક જાળવવાના પ્રયત્નો વગેરેમાં ખામી રહેવાથી તે હક્ક ડૂબી ગયો હતો, અને ત્યાંનો રાજા પહાડ ઉપર થતાં ઘાસ, લાકડાં તથા હરડા વગેરે વનસ્પતિની ઊપજ પણ લેતો હતો. | વિક્રમ સંવત ૧૯૪૨ના અરસામાં ત્યાંના રાજાએ પહાડને લગતી થોડીક જમીન એક બેડમ નામના અંગ્રેજને ચા રોપવા પટ્ટથી આપી. ચાર-પાંચ વર્ષ ચાનો બગીચો ખીલવ્યા બાદ ડુંગર ઉપર ડુક્કરની બેસુમાર વસતિ તેની નજરમાં આવી અને આ જગ્યામાં તેણે ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું ઊભું કર્યું. એ કારખાનું આપણા યાત્રાસ્થળથી બે-ત્રણ માઈલ દૂર હતું. પરંતુ સમેતશિખરજી ફરતી બાર ગાઉની પ્રદક્ષિણાના રસ્તામાં આવતું હતું. એમાં સંહાર થતાં ફુક્કરોની ચીસો ઉપર શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનની ટૂકે તેમ જ નીચે આવેલી ધર્મશાળામાં સંભળાતી હતી. આવી પશુઓની કતલ જોઈને અને તેની દર્દભરી ચીસો સાંભળીને લગ્નના માંડવેથી ગૃહત્યાગ કરનાર ભગવાન અરિષ્ટનેમિ (ભ. નેમિનાથજી)ના અનુયાયીઓ કેમ શાંત બેસી શકે? શ્રી સંઘના આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશ્નર પાસે ફરિયાદ કરી, પરંતુ “કોઈ પણ પ્રકારના વ્યાપારની બાબતમાં અમે વચ્ચે પડી શકતા નથી” એવી નોંધ સાથે ફરિયાદ કાઢી નાખવામાં આવી. આથી પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને – ૪૦ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82