________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા – એક વસ્તુનું અનેક દૃષ્ટિકોણથી અવલોકન કરવાની દષ્ટિ આપનાર જૈન ધર્મના અનુયાયીઓ સંકુચિતતાના જ્વરથી પીડાતા હતા. એ ધર્મના આધારરૂપ ચતુર્વિધ સંઘ ગચ્છના ભેદમાં રચ્યોપચ્યો રહેતો. આવા વાતાવરણમાં સમાજની નાડ પારખીને જૈન ધર્મની ઉન્નતિ માટે શું કરવું જોઈએ, ધર્મના પ્રસાર અને પ્રચાર માટે કેવા પગલાં ભરવાં જોઈએ એ માટે મહાન વિચારકનાં સ્વપ્નો સાકાર થવાનો સમય હજુ પરિપક્વ થયો ન હતો.
એક બાજુ જૈન ધર્મ આંતરિક વિખવાદનો ભોગ બન્યો હતો તો બીજી બાજુ દેશની અધોગતિ જૈન ધર્મને આભારી છે એવું પ્રસંગ આવ્ય લખવાનું કે બોલવાનું કેટલાક લોકો ચૂકતા નહીં. જૈન ધર્મને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એની વિચારસરણી સ્વતંત્ર છે એ મત હજુ સ્વીકૃત બન્યો ન હતો. જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની એક શાખા છે એમ મનાતું. આ વિધાન ન્યાયયુક્ત નથી એ સમજાવવા ઐતિહાસિક સંશોધન આવશ્યક હતું. પાશ્ચાત્ય કેળવણી લીધેલ કેટલાક શિક્ષિતો - Religious is humbug – ધર્મ એ ધતિંગ છે એમ માનતા. આવી સ્થિતિની એક પ્રક્રિયા થઈ અને સમાજમાં એક સુધારક વર્ગ ઊભો થયો. તેઓ સમાજ અને ધર્મની ક્ષતિઓ સામે આકરા પ્રહાર કરવા લાગ્યા. આમ જૈન ધર્મ – આંતરિક અને બાહ્ય – એમ બંને પરિબળોનો સામનો કરવાનો હતો.
વીરભૂમિમાં જન્મ સૌરાષ્ટ્રની દક્ષિણે ગોહિલવાડ પંથકના ભાવનગર શહેરથી આશરે ૧૦૦ કિલોમીટર પર મહુવા આવેલું છે, આ શહેર પ્રાચીન અને ઐતિહાસિક છે. જાવડશા - ભાવડશાની હૈયાની કંકાવટીમાં આ ભૂમિનો રંગ ધોળાયેલો. એમણે વિ.સં. ૧૦૮માં તીર્થાધિરાજ શત્રુંજયનો તેરમો ઉદ્ધાર કરાવેલો. ‘દશકુમાર ચરિત’ના છઠ્ઠા ઉચ્છવાસમાં ચિત્રગુપ્ત નિમ્બવતીની કથા કરેલી. એમાં આ શહેરનું મધુમતી નામ મળે છે. કાન્હડદે પ્રબંધ, ૧-૭૨માં પણ ઉના અને દાઠા સાથે મહુવાનો ઉલ્લેખ મળે છે. મહારાજા કુમારપાળના સમકાલીન જગડુશા આ ભૂમિના
૧૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org