Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 29
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા – વ્યક્તિને આ રીતે પરેશાન કરવાથી ધર્મને કલંક લાગે અને ભવિષ્યમાં, ધર્મના માટે પ્રાણ આપનાર મહાનુભાવને, આ કિસ્સો ડંખરૂપ બને. આવું ન થાય એટલે સમાજની શાણી-સમજુ વ્યક્તિઓએ પૂ. આત્મારામજી મહારાજને પરિસ્થિતિથી વાકેફ કરી, શ્રી વીરચંદભાઈને પ્રાયશ્ચિત્ત આપવા અગર તો વ્યવહારુ માર્ગ સૂચવવા જણાવ્યું. ધર્મનું કાર્ય કરવામાં દંડ શાનો? આ વાત ક્રાંતિકારી આચાર્યને રુચે શી રીતે? પ્રાયશ્ચિત્ત તો હંમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યાદિ સંબંધમાં કરેલા દૂષણ માટે હોઈ શકે. શ્રી વીરચંદભાઈએ વિદેશમાં જઈને આચારનું અણિશુદ્ધ પાલન કર્યું હતું. એની સાક્ષી તો એ વખતનાં અમેરિકાનાં વર્તમાનપત્રો પૂરે છે. Editor's Bureau લખે છે : “આ મહાન અને ઉમદા વ્યક્તિ પવિત્રતાનો જે ઉપદેશ આપે છે ને એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી.” આમ સમગ્ર દષ્ટિએ જોતાં પ્રાયશ્ચિત્ત આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હોવાથી પૂ. આત્મારામજી મહારાજે એ અંગે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે – ___ "श्री निशीथसूत्र में लिखा है कि जो बिना दूषल प्रायश्चित्त देवे तो प्रायश्चित्त देनेवाले को प्रायश्चित्त लेना पडता है और प्रायश्चित्त का देनेवाला जिनराज की आज्ञा का भंग करनेवाला होता है।" આત્મા અને ગુરુની સાક્ષીએ કોઈ પણ જીવ પોતાનાં દુષ્કૃત્યોની નિંદા કરે તો જ પ્રાયશ્ચિત્ત આપી શકાય. આ સિદ્ધાંતના સમર્થનમાં લક્ષ્મણા સાધ્વીનું દષ્ટાંત આપતાં આચાર્યશ્રીએ દલીલ કરી કે – ___ “तथा जब तक दूषण सेवनेवाला अपना दूषण कबूल न करे तब तक केवलज्ञानी भी तिस दूषणवाले को प्रायश्चित्त नहीं देते है। यह अधिकार लक्ष्मणा साध्वी के विषय में श्री महानीशथसूत्र में है। जब दूषण कबूल करे बिना प्रत्यक्ष दूषण जाननेवाले केवलज्ञानी भी प्रायश्चित्त नहीं देते है। तो मैं छद्मस्थ अल्पमति किस रीति से प्रायश्चित्त दे સવું?” સંઘના એકેક મુદ્દા અને સંઘમાં પ્રવર્તી રહેલી માન્યતાઓનો પ્રત્યુત્તર આપતાં, આચાર્યશ્રીએ, આગબોટમાં બેસવા તથા અનાર્ય દેશોમાં જવા -[ ૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82