________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા – થયા. બન્ને વધારે જીવ્યા હોત તો પોતાના ભવિષ્યના સમયનો વધારે સારો જ ઉપયોગ કરત.
(૫) બન્ને સ્વભૂમિ હિન્દુસ્તાનમાં જ વિદેહ કેવલ્ય થયા છે. વિવેકાનંદ બેલૂરના મઠ ખાતે ઇ.સ. ૧૯૦૨માં અને વીરચંદ ઇ.સ.૧૯૦૧માં મુંબઈમાં.
(૬) સ્વામી વિવેકાનંદના વિચારોની પ્રબળ અસર તેમના શિષ્યમંડળ (અભેદાનંદ આદિ) રામકૃષ્ણ સોસાયટી આદિ અનેક સંસ્થાઓ સ્થાપી જ્વલંત અને ચિરસ્થાયી રાખી છે, જ્યારે અતિ શોકનો વિષય છે કે સ્વ. વીરચંદના વિચારોની પ્રબળ અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી, એટલું જ નહિ પરંતુ વીરચંદભાઈનું નામ કે નિશાન રાખવા કંઈ પણ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આનું નામ “નગુણાપણું નહીં?”
સૌથી વિશેષ આપણને આકર્ષે એવી બાબત તે તેઓના વિચારોમાં રહેલી સામ્યતા છે. ભિન્ન ભિન્ન ધર્મના પ્રચારકો છતાં વિચારસરણીમાં તેઓ બન્ને વચ્ચે ઘણી સમાનતા હતી. એકાદ ઉદાહરણ જોઈએ. સમાજસુધારકોએ હંમેશા જ્ઞાતિ-પ્રથાને દોષિત ઠરાવી છે એ હકીકતમાં ભૂલ છે. આ બાબત બન્ને વ્યક્તિઓ પોતપોતાની આગવી રીતે આલેખે છે :
“બુદ્ધથી માંડીને રાજા રામમોહનરાય સુધીના પ્રત્યેક સુધારકે જ્ઞાતિબંધનને ધાર્મિક સંસ્થા ગણવાની ભૂલ કરી છે, અને જ્ઞાતિબંધનોને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો છે.....”
જ્ઞાતિ એ ધાર્મિક સંસ્થા નથી. ધર્માચાર્યોની બધી ધર્મ ઘેલછાઓ. અસ્તિત્વમાં હતી તે છતાં જ્ઞાતિ એ ફક્ત ઘણા સમયથી જામીને દઢ થયેલી સામાજિક સંસ્થા છે. તે સંસ્થાએ પોતાની સેવા બજાવ્યા પછી હિંદના વાતાવરણને પોતાના અક્કડપણાથી વ્યાપ્ત કર્યું છે. અને તેને દૂર કરવાનો ફક્ત એક જ ઉપાય, ફક્ત તેઓએ લોકોને ખોયેલું સામાજિક વ્યક્તિત્વ પાછું આપવું, એ જ છે.”
શ્રી વીરચંદભાઈ પણ આ જ બાબતને જરા જુદી રીતે ઘટાવે છે. 'An unknown Life of Jesus Christ'ની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં
33.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org