________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા શ્રી વીરચંદભાઈએ ઈંગ્લેન્ડમાં “Philosophical Society’ નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા એમણે જૈન ધર્મ, હિન્દુ યોગા તેમજ બૌદ્ધ તત્ત્વજ્ઞાન વિષે તુલનાત્મક જ્ઞાન આપી શકાય એ માટે વર્ગો ચલાવ્યા હતા, ત્યારે શ્રી હર્બર્ટ વૉરન એક વિદ્યાર્થી હતા તેમણે ત્યારથી શ્રી વીરચંદભાઈનાં પ્રવચોની નોંધ રાખી હતી અને આ રીતે જેટલું ગ્રહણ કર્યું એ જ શ્રી વૉરનને જૈન ધર્મમાં શ્રદ્ધાશીલ રાખવા સમર્થ હતું. આ પ્રવચનોની નોંધ પરથી એમણે Jainism' નામનું તૈયાર કરેલું પુસ્તક પ્રગટ થયું હતું. પંડિત ફતેહચંદ લાલને આ પુસ્તકને આશીર્વચન લખી આપ્યાં છે.
વીરચંદભાઈના દેહવિલય પછી ઉપરોક્ત સંસ્થા બંધ પડી. પરંતુ આ ગૃહસ્થ જિજ્ઞાસુ હતા અને કોઈ પણ તત્વની બાબત એમના મનનું સમાધાન ન થાય ત્યારે તેમણે જૈન ધર્મના ભારતીય તત્ત્વજ્ઞો સાથે પત્રવ્યવહાર કરી, પોતાની શંકાઓને નિર્મૂળ કરી હતી. આ રીતે એમને પંડિત લાલન, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી ગોવિંદજી મૂળજી મહેવાણી, શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા સાથે પત્રવ્યવહાર હતો.
વીરચંદભાઈએ બતાવેલા જૈન ધર્મના આદર્શોને પોતાના દેશબાંધવો કેમ સમજી શકે અને જૈન ધર્મનો બહોળો પ્રચાર કેમ થાય એ જોવા તેઓ આતુર હતા. આથી એમણે લંડનમાં Jaina Literature Society ની સ્થાપના કરી. એ સંસ્થા દ્વારા એમણે અંગ્રેજ વિદ્વાનોના હાથે, સંશોધિત અને વિવેચનાત્મક જૈન ગ્રંથો, અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવી, પ્રગટ કરવાનું કાર્ય હાથ ધર્યું હતું. ‘જૈન જીવન’ અમલમાં મૂકી શકાય 2 HIè el Mahavira Brotherhood' 24214'Universal Faternity નામની સંસ્થા સ્થાપી હતી.
શ્રી વીરચંદભાઈના પ્રબળ પ્રયત્નોની આ યાદગીરી છે! (૩) પ્રેસિડન્ટ ચાર્લ્સ સી. બોની (President C. C. Bonney: ચિકાગો વિશ્વધર્મ પરિષદનો આદર્શ, કલ્પના, વ્યવસ્થા અને સફળતા આ વ્યક્તિને આભારી હતી. એમણે ઇ.સ. ૧૮૮લ્માં આ યોજનાની કલ્પના કરી અને ઇ.સ. ૧૮૯૩માં એને મૂર્ત સ્વરૂપ આપ્યું. તેઓ પરિષદના પ્રમુખ હતા.
- ૩૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org