________________
જ્યોતિર્ધરની જીવન ગાથા પ્રાચીન ભારતનો અન્ય રાષ્ટ્રો સાથે સંબંધ વ્યાપાર, કલા, સાહિત્ય અને ધર્મ – વગેરે વિવિધ દૃષ્ટિએ આલેખતાં જ્ઞાતિપ્રથા વિષે તેઓ લખે છે કે, “હાલમાં જે ધોરણે જ્ઞાતિપ્રથા અસ્તિત્વમાં છે તેની હું તરફેણ કરતો નથી, પરંતુ પંજાબ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. લીટનર (Dr. Leitner)ની માફક મને પ્રતીતિ થઈ છે કે જ્ઞાતિપ્રથાને એના મૂળ સ્વરૂપે જાળવી રાખવામાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કળા અને ઉદ્યોગ સાથેના અદ્વિતીય સંસ્કારની જાળવણી છે, જે આધુનિક જરૂરિયાતો અને મહત્ત્વાકાંક્ષાની સંપૂર્ણ સ્પર્ધા કરી શકે એમ છે.”
જેમ સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા હતાં, તેમ શ્રી વીરચંદભાઈનાં હસ્તદીક્ષિત મિસિસ હાવર્ડ હતાં.
એશિયાના પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં
ઇ.સ. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. એમના આ પરિષદના કાર્ય વિષે નોંધ આપતાં એક અગ્રગણ્ય વર્તમાનપત્ર લખે છે : “પાંત્રીસ કરોડની વસતિ ધરાવતા એશિયાનું પ્રતિનિધિત્વ ભારતના શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીએ કર્યું, જેણે આપણી પોસ્ટ પાર્સલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અને એનો વિકાસ કરવા સૂચવ્યું જેથી વિશ્વના દરેક દેશને તેમાં સમાવી શકાય. એ વસ્તુ સમજાવી એમણે આપણી આંખો ખોલી અને આપણને ફરીથી યાદ આપ્યું કે આપણે જે જરૂર છે તે વિસ્તૃત અને સંપૂર્ણ વાણિજ્યનું શિક્ષણ આપવાની છે.”
-
Jain Education International
-
અનુયાયીઓ અને વિદેશી મિત્રો
(૧) મિસિસ હાવર્ડ: સ્વામી વિવેકાનંદની શિષ્યા જેમ ભગિની નિવેદિતા હતાં તેમ શ્રી વીરચંદભાઈનાં હસ્ત દીક્ષિત શ્રીમતી હાવર્ડ હતાં. તેઓ શુદ્ધ શાકાહારી અને ચુસ્ત જૈનધર્મી થયાં એનું કારણ શ્રી વીરચંદભાઈનો સત્સંગ થયો એ હતું.
શ્રી ગુલાબચંદજી ઢટ્ટાએ શ્રી વીરચંદભાઈ ગાંધીના અમેરિકાની
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org