Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 38
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – વીરચંદભાઈ સાથે તેઓ ગાઢ પરિચયમાં હતા. ભારત માટે એમને ખૂબ લાગણી અને સહાનુભૂતિ હતી. ઇ.સ. ૧૮૯૬-૯૭માં ભારતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં દુકાળ રાહત સમિતિ ની સ્થાપના કરી અને પ્રેસિડન્ટ સી. સી. બોનીનો આ સમિતિના પ્રમુખ તરીકે સહકાર લીધો. આ સમિતિ દ્વારા તાત્કાલિક રાહત માટે અનાજ ભરેલી સ્ટીમર અને લગભગ રૂપિયા ચાલીસ હજાર રોકડા દેશના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવ્યા હતા. (૪) ડો. જોન હેનરી બરોઝ (Dr. John Henry Barrows): ઇ.સ. ૧૮૯૩ની ચિકાગો વિશ્વધર્મ પરિષદના તેઓ મંત્રી હતા અને એ પરિષદમાં વીરચંદભાઈએ સૌમ્યતાપૂર્વક હિન્દુ ધર્મનો બચાવ કર્યો અને પરિષદનું ગૌરવ જાળવી રાખ્યું એથી પ્રભાવિત થયા હતા. વીરચંદભાઈ પરિષદની પૂર્ણાહુતિ બાદ વિદેશમાં ધર્મ પ્રચારાર્થે રહ્યા ત્યારે ડૉ. જોને તેમનું નિવાસસ્થાન ખાલી કરી આપ્યું હતું! (૫) વિલિયમ પાઈપ (William Pipe): વિશ્વધર્મ પરિષદના તેઓ સહમંત્રી હતા. વીરચંદભાઈની પ્રવૃત્તિના તેઓ પ્રશંસક હોવા ઉપરાંત તેમને સહાયભૂત થવા હંમેશા પ્રયત્નો કરતા. અમેરિકામાં વીરચંદભાઈએ સ્થાપેલી 'School of Oriental Philosophy અને “Esoteric Studies'ના વર્ગો વીરચંદભાઈ, વિલિયમ પાઈપની જાત-દેખરેખ નીચે ચલાવતા હતા. હિપ્નોટીઝમ અને શ્રી વીરચંદ ગાંધી - મહાત્મા ભગવાનદીને “મેરે સાથી' પુસ્તકમાં આ વિશે ઉલ્લેખ ન કર્યો હોત તો આ અંગે ક્યાંય માહિતી મળવી મુશ્કેલી બનત. એમણે લખ્યું છે કે, “શ્રી વીરચંદ ગાંધી ૧૯મી સદીમાં જન્મ્યા હતા, ત્યારે ભારત ગુલામ થયાને ૩૭ વર્ષ જ થયાં હતાં અને ત્યારે આ દેશમાં. એવી કેટલીક વ્યક્તિઓ હતી, જેમને ગુલામીનો સ્પર્શ પણ થયો ન હતો. આવી વ્યક્તિઓ પૈકી શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં જાહેર કર્યું કે હિપ્નોટીઝમ નામે ઓળખાતી વિદ્યાને જન્મ આપનાર ભારત છે! - ૩૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82