________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા – આશરે ચાલીશ હજાર રૂપિયા રોકડા હિન્દુસ્તાનના જુદા જુદા ભાગમાં મોકલાવ્યા છે. થોડા દિવસમાં ઘણું કરીને મુંબઈમાં આપણા જૈન સંઘ ઉપર આશરે બે હજાર રૂપિયા મોકલાવીશું.”
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ બન્ને મહાનુભાવોની તુલના કરતાં લખે છે કે, “બન્ને ભારતનાં રત્નો, લોકપ્રિય વ્યાખ્યાનકાર અને અમેરિકાના શ્રોતાઓને આકર્ષવાર તથા પોતાના વિચારોની છાપ પાડનાર હતા. બન્ને સ્વદેશમાં ટૂંકા જીવન ગાળી વિદેહ થયા - વિવેકાનંદ ૪૦ વર્ષની વયે ઇ.સ. ૧૯૦૨માં બેલૂરના મઠમાં અને વીરચંદ તેમની પહેલાં એક વર્ષ ઇ.સ. ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉંમરે મુંબઈમાં.”
સ્વામી વિવેકાનંદનો દેહવિલય થયો ત્યારે અમેરિકાના સુપ્રસિદ્ધ પત્ર “બેનર ઑફ લાઈટ” બન્નેની તુલના કરતાં લખ્યું હતું કે :
“તેઓ અભ્યાસમાં ઘણો સમય વ્યતીત કરતા, પરંતુ તેમની લેખનશક્તિમાં જેવી વિચારની નૂતનતા મરહુમ જૈન તત્વવેત્તા વીરચંદ રા. ગાંધી કે જેઓ આશરે એક વર્ષ ઉપર આ માનવ-ભૂમિનો ત્યાગ કરી ગયા છે તેમનામાં હતી તેવી (સ્વામી વિવેકાનંદમાં) નહોતી. આ ઉભય સત્પરુષોની જરૂર બન્ને ખંડ ઉપર હતી અને ખરેખર તેઓની ખોટ પણ જણાશે જ.”
“આ બન્ને ભારતનાં ઉત્તમ રત્નો માટે કહી શકાય તેમ છે કે :
(૧) વિવિધ ધર્મોની ચર્ચા અર્થે શિકાગોમાં ૧૮૯૩માં ભરાયેલી ધર્મ પરિષદ સમયની બન્નેની કૃતિ અદ્યાપિ હજારો લોકોની પ્રશંસાનો વિષય છે.
(૨) બન્ને લોકપ્રિય વ્યાખ્યાનકાર હતા અને અમેરિકામાં શ્રોતાઓ તરફથી તેમના સંબંધમાં ઘણાં સ્તુતિ-વચનો શ્રવણે પડતાં હતાં.
" (૩) જે લોકો તેમના ભાષણો સાંભળતા તેઓ તેમના સિદ્ધાંતોને પ્રીતિથી સ્વીકારતા અને જેઓ તે સિદ્ધાંતોનો યથાર્થ નિર્ણય કરવા વિચાર કરતા તેઓના મન ઉપર તેમના વિચારોની છાપ અદ્યાપિ પર્યત રહેલી છે.
(૪) બન્નેના જીવન ટૂંકા હતાં – વિવેકાનંદ ૪૦ વર્ષની વયે સ્વર્ગસ્થ
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org