Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 30
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા - માટે પ્રયશ્ચિત્ત આપવું જોઈએ એવી જે વિચારધારા પ્રવર્તતી હતી, તેનું ખંડન આ શબ્દોમાં કર્યું છે : "ऐसा कथन तो हमने किसी भी जैनशास्त्र में नहीं देखा है तो फिर.श्री जिनाज्ञा का उल्लंघन करके मैं किस तरह प्रायश्चित्त दूँ?" પરંતુ વિરોધનો વંટોળ એટલો બધો પ્રબળ હતો કે વધુ તાણતાં તૂટી જાય. સમાજની નાડ પારખીને આચાર્યશ્રીએ વ્યવહારને લક્ષમાં લઈ, શ્રી સંઘના સમાધાન અર્થે “શ્રી સંઘ કી આજ્ઞા સે વીરચંદ રાઘવજી શ્રી શત્રુંજય તીર્થ કી યાત્રા કરે તો શ્રી સંઘ બહુ આનંદિતા હોંગે? ઐસી આજ્ઞા શ્રી સંઘ કી માનને સે શ્રી વીરચંદ રાઘવજી કી કૂછ હાનિ નહીં હૈ” એમ જણાવ્યું અને વિશેષમાં મુંબઈમાં બિરાજતા મુનિશ્રી મોહનલાલજી મહારાજને મળવા ફરમાવ્યું. - શ્રી સંઘને પૂ. આત્મારામજી મહારાજના પ્રત્યુત્તરથી સંતોષ ન થયો. મુનિશ્રી મોહનલાલજી મહારાજનું માર્ગદર્શન માગ્યું. મોહનલાલજી મહારાજ તો આ વાત જાણી દ્વિધામાં પડી ગયા. અને જ્ઞાનગોષ્ઠિ માટે અવારનવાર એમનો સત્સંગ કરતા હતા, જ્યારે શ્રી સંઘ તો શ્રી વીરચંદભાઈ ઉપાશ્રયમાં પગ મૂકે તો પણ કોર્ટના દરવાજા ખખડાવવા તૈયાર હતો. આવે સમયે સમયસૂચકતા જ ખરેખરું કામ કરી જાય છે! મોહનલાલજી મહારાજે પોતાની વ્યાખ્યાનમાળામાં સમય ઓળખો' વિષયને મહત્ત્વનું સ્થાન આપ્યું. ઉત્સર્પિણી અને અવસર્પિણી તેમજ અપવાદની તર્કબદ્ધ છણાવટ એમણે શરૂ કરી. જિનના ઉપાસકે કેવી રીતે રાગદ્વેષથી પર રહેવું જોઈએ એ વિષે સતત વાગ્ધારા વહાવી અને શ્રી વીરચંદભાઈને ખાનગીમાં એ અરસામાં મુંબઈ ન આવવા જણાવ્યું. કાળના અખ્ખલિત વહેતા પ્રવાહમાં ધીરે ધીરે આ વાત પણ સમાજના સ્મૃતિપટ પરથી લુપ્ત થતી ગઈ. એક દિવસ એવો ઊગ્યો કે શ્રી વીરચંદભાઈને જિનેન્દ્ર ભગવાનની સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ સમાજમાં સ્થાન મળ્યું! ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82