Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 16
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – જાહેર જીવનના શ્રીગણેશ તે સમયે પાલિતાણાના ઠાકોરસાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ સંબંધમાં મતભેદ થયેલો. જૈનોની વગ રાજ્યો પર રહી ન હતી અને અંગ્રેજ અમલ દરમિયાન રાજાઓ નામશેષ થયેલા. એટલે સંગઠન સાધવાની જરૂર હતી. આ માટે ઈ.સ. ૧૮૮૨માં “જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયા'ની સ્થાપના કરવામાં આવેલી. તેના મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : ૧) જૈન ધર્મ અને સમાજને સંગઠિત કરવો અને તેની સામાજિક તથા નૈતિક ઉન્નતિ સાધવી. ૨) જૈન ધર્મના ટ્રસ્ટ ફંડ અને ધર્માદા ખાતાંઓની દેખરેખ રાખવી. ૩) પશુવધ અટકાવવો અને તીર્થસ્થાનોમાં યાત્રિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી વગેરે. આ સંસ્થાના મંત્રીપદે ઇ.સ. ૧૮૮૪માં શ્રી વીરચંદ ગાંધીની સર્વાનુમતે વરણી થઈ. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભારતવર્ષના ઈતિહાસમાં સમ્રાટ અશોક, સમ્રાટ અકબર કે અન્ય ધર્મને અનુસરતા રાજા-મહારાજાઓ વિદ્વાનોનું બહુમાન કરતા. પંડિતોની ઐતિહાસિક વિવાદસભા ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ચિકાગોમાં મળેલી વિશ્વધર્મ અગર સર્વધર્મ પરિષદની નાની-શી આવૃત્તિ હતી એમ કહી શકાય. આમ છતાં, ચિકાગોની વિશ્વધર્મ પરિષદનું ઐતિહાસિક મૂલ્ય અનુપમ છે, કારણ કે જે વ્યવસ્થા સાથે આ પરિષદ મળી અને તેમાં ભિન્ન ભિન્ન દેશોમાંથી ભિન્ન ભિન્ન ધર્મના પ્રતિનિધિઓએ પહેલી વખત હાજરી આપી અને સફળતાથી એનું સંચાલન થયું તે વિશ્વની તવારીખમાં અદ્વિતીય બની રહે છે. ત્રણ હજારથીએ વધુ પ્રતિનિધિઓએ એમાં હાજરી આપી હતી. વિશ્વધર્મ પરિષદના ઉદેશોમાં, જુદા જુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવાનો, સર્વ ધર્મોના અનુયાયીઓમાં ભ્રાતૃભાવ અને સ્નેહ પ્રગટાવવાનો, તેમ જ વિચારવિમર્શ દ્વારા આ ભાવનાને પ્રબળ બનાવવાનો, ભિન્ન ભિન્ન ધર્મોના વિદ્વાનોના સાહિત્ય, —— – ૧૫ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82