Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ -- જ્યોતિર્ધરની જીવન ગાથા – પ્રતિનિધિ તરીકે હાજર રહી, સ્યાદ્વાદના અનુયાયી માત્ર સ્વલક્ષી દષ્ટિ અપનાવી ન શકે, પરંતુ દેશનું હિત સમજી એ પ્રમાણે વિદેશના લોકોને પોતાના દેશના રીતરિવાજો, ધાર્મિક વગેરે બાબતો સંબંધે પ્રવર્તતા ખોટા ખ્યાલો દૂર કરે - એમણે એ કરી બતાવ્યું છે, જે એમના તત્પશ્ચાત્ પ્રવાસમાં પ્રસંગો ઉપસ્થિતિ થતાં અને વિદેશથી વિદાય લેતા Some Mistakes Corrected એ પ્રવચનમાં પણ સ્ફટ થાય છે. પરિષદમાં એમણે કરેલો હિન્દુ ધર્મનો બચાવ આજે પણ આપણને વેધક રીતે સ્પર્શે એવો હોઈ, અહીં અનુવાદ કરી આપ્યો છે. દરેક ટીકાઓ સમાજમાં રહેલાં દૂષણો સાથે સંબંધ ધરાવે છે. હું જે વારંવાર કહેતો આવ્યો છું તે આજે ફરીથી કહું છું કે, સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી પરંતુ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે એ પ્રમાણે ધર્મ હોવા છતાં પણ મોજૂદ છે.' કેટલાક મહત્ત્વાકાંક્ષી માણસો એમ વિચારે છે કે તેઓ મહાત્મા પૉલ છે અને એ વાત પર વિશ્વાસ પણ કરી લે છે. આ નવા પૉલા ભારતમાં પોતાના આદર્શો રજૂ કરવા જાય છે અને ભારતીય સમૂહનું એ પરિવર્તન કરવા માગે છે, પરંતુ જ્યારે એમનું સ્વપ્ન સરી જાય છે - અને સ્વપ્ન હમેશા સરી જાય છે – ત્યારે તેઓ જીવનભર હિન્દુ ધર્મની ટીકા કરવામાં જ રચ્યાપચ્યા રહે છે. કોઈ પણ ધર્મની નિંદા કરવી એ તે ધર્મની વિરુદ્ધનું કોઈ પ્રમાણ નથી, એવી જ રીતે કોઈ પણ ધર્મની પ્રશંસા પણ તે ધર્મની સત્યપરાયણતાનો પુરાવો નથી.' આવી વ્યક્તિઓ પર મને દયા આવે છે. દક્ષિણ ભારતમાં કેટલાંક એવાં મંદિરો છે, જેમાં વિશેષ અવસર પર ગાવા માટે ગાવાવાળી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. એ પૈકી કેટલીક સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે, જે હિન્દુ સમાજને દૂષણરૂપ લાગે છે અને એ દૂષણને દૂર કરવા શકય તેટલા પ્રયત્ન પણ કરે છે. પરંતુ એથી 'તેઓ વેશ્યાઓ હતી એટલે પૂજારી બનાવવામાં આવી અને પૂજારી છે છતાં વેશ્યાઓનાં કામ કરે છે; એમ કહેવું એ સત્યથી વેગળું છે – જેમ અંધકારથી પ્રકાશ તદ્દન ભિન્ન છે. આવી સ્ત્રીઓને મંદિરના મુખ્યા | ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82