________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા ––– એમનાં પ્રવચનોમાં હિન્દુઓનું પ્રાગૈતિહાસિક જીવન’, ભારતમાં લગ્નનો દરજ્જો’, ‘ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ’, ‘ભારતીય પ્રજાના સામાજિક રીત-રિવાજો”, “હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તત્ત્વજ્ઞાન', ધી લૉ ઑફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઑફ લાઈફ', 'રાજકીય ભારત – હિન્દુ, મુસ્મિલ અને અંગ્રેજ,’ ‘હિન્દુ સ્ત્રીઓ - ભૂત, વર્તમાન અને ભાવિ વગેરે મુખ્ય હતા. અન્ય વિષયોમાં ઓકલ્ટીઝમ, ‘ગાયન વિદ્યા’, ‘અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછા ન રાખવાં જોઈએ', ‘સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ’, ‘અમેરિકન રાજપ્નીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ, “ભારતનો અમેરિકાને સંદેશ',
ભારતની અમેરિકાને ભેટ', ‘બૌદ્ધ ધર્મ, ‘દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ', ‘ભારતની રાજનૈતિક અવસ્થા’, ‘હિન્દુ, મુસલમાન અને અંગ્રેજ રાજ્યમાં નારીનું સ્થાન વગેરે વિવિધ વિષયો પર પ્રવચન આપી, પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.
વિશ્વધર્મ પરિષદ બાદ કેટલોક વખત તેઓ અમેરિકામાં રહ્યા અને. ત્યારબાદ ઈ.સ. ૧૮૯૬માં અને ૧૮૯૯માં એમ બે વખત ફરીથી અમેરિકાનું પરિભ્રમણ કર્યું. આ દરમિયાન ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યાં. એ પૈકી કેટલાંક Jaina Philosophy), Karma Philosophy અને Yoga philosophy' નામક પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે. - અમેરિકાની પ્રજા સમક્ષ પ્રવચન કરતાં એક વખત એમણે કહ્યું : “આ દેશમાં હું આવ્યો છું ત્યારથી સાંભળી રહ્યો છું કે “આ આખું વિશ્વ જિસસનું છે – ઈસાઈ જગતનો આ નારો અવાજ છે. આ બધું શું છે? આનો અર્થ શું? એ કોણ ઈસુ છે, જેના નામ પર તમે વિશ્વ પર વિજય મેળવવા ઇચ્છો છો? શું અત્યાચારના ઇસુ છે? શું અન્યાયના ઇસુ છે? જો એવા ઈસુના નામ પર અને એવા ઝંડાના આધાર પર તમે અમને જીતવા માગશો તો અમે પરાજિત નહીં થઈએ, પરંતુ જો તમે અમારી પાસે શિક્ષા, ભ્રાતૃભાવ અને વિશ્વપ્રેમ ઈસુના નામ પર આવશો તો અમે તમારું સ્વાગત કરીશું. એવા જિસસને અમે જાણીએ છીએ અને અમને એનો ભય નથી!
-
૨૫ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org