Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 21
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – કરવા લાગ્યાં. પૂ. આત્મારામજી મહારાજની પસંદગી કેટલી સુયોગ્ય હતી એ તો પરિષદમાં હાજર રહેલા વિદ્વાનોમાં શ્રી વીરચંદભાઈનું કેવું સ્થાન હતું એ વિષેનો અમેરિકાનાં વર્તમાનપત્રોનો અભિપ્રાય જોતાં જ ખ્યાલ આવશે; પરિષદમાં જુદા તરી આવે એવા ઘણાય હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજરી આપી અને પ્રવચનો આપ્યાં; તે પૈકી કેટલાક તો એવા હતા કે, જેમની વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને ધર્મભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય. પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય કે, પીર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવકે પોતાના વર્ગની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પીર્વાત્ય પંડિતનું તેમણે સાંભળ્યું ન હોતું. હિન્દુ ધર્મનો બચાવ ભારતભૂમિ સર્વ સંસ્કૃતિઓનું પારણું છે, તત્ત્વજ્ઞોની જનેતા છે અને સ્વામી શ્રી વિવેકાનંદના શબ્દોમાં કહું તો ભારતભૂમિ જગવંદ્ય છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સૂર્યનો પરિતાપ સહન ન થતાં, તે તરફ ધૂળ ઉડાડવાની બાળચેષ્ટા કેટલાક લોકો કરી બેસે છે. દક્ષિણ ભારતનાં મંદિરોમાં ગાનારીઓને અમુક પ્રસંગોએ ગાનતાન માટે બોલાવવામાં આવે છે. એ વિષે રેવરડ પેન્ટકોસ્ટ (Rev. Pentecost) નામના લંડનના પ્રતિનિધિએ ટીકા કરતાં કટાક્ષમાં કહ્યું કે, “તેઓ વેશ્યાઓ હતી એટલા માટે પૂજારી બનાવવામાં આવી અને તેઓ પૂજારી હતી તો પણ વેશ્યાઓનાં કામ કરતી હતી.” સમાજમાં રહેલાં દૂષણો ધર્મને લઈને નથી એ સત્યનું વસ્તુતઃ વિસ્મરણ થવાથી અને વિદેશીઓને આવી બધી માહિતી બીજાઓની મારફત (Third hand Information) મળવાથી આવી ટીકા કરે એ બનવા જોગ છે. પરિષદમાં હાજર રહેલા પ્રતિનિધિઓમાંથી શ્રી વીરચંદભાઈનું આવી અયોગ્ય ટીકાથી લોહી ઊકળી ઊઠયું અને એનો પ્રત્યુત્તર આપવાનું યોગ્ય માન્યું. શ્રી વીરચંદભાઈની જૈન ધર્મની રજૂઆત કરવા ઉપરાંત આ એક અદ્વિતીય વિશેષતા રહી છે. તે એ અર્થમાં કે જૈન ધર્મના -- ૨૦ ]– ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82