Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – સંતાન હતા. એમણે શત્રુંજય તીર્થની માળા પ્રસંગે મહારાજા કુમારપાળની સામે ઉછામણીમાં માળનો આદેશ લીધેલો. ફુમારપાળ પ્રબંધમાં એની વાત મળે છે. હિન્દુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી આ ભૂમિના પનોતા પુત્ર હતા એવી અનુશ્રુતિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગજી ભગત, ગુજરાતી સાહિત્યમાં મસ્તકવિ'ના ઉપનામથી જાણીતા શ્રી ત્રિભુવન પ્રેમશંકર અને હરગોવિંદ પ્રેમશંકર સમર્થ વિવેચક શ્રી જીવણરામ લક્ષ્મીરામ દવે 'જટિલ'નો ઉછેર અહીં થયો છે. અનેક તીર્થોના ઉદ્ધારક શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજ (ઈ.સ. ૧૮૭૨-૧૯૪૯), શાસ્ત્રવિશારદ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (૧૮૬૭-૧૯૨૦) હજુ હવે આ ભૂમિના પારણે ઝૂલવાના હતા. આવી તીર્થ અને વીરભૂમિ આપણા ચરિત્ર નાયકની જન્મભૂમિ છે. આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં આ નગરીના લોકો સુખી અને સંતોષી હતા. જોકે સમાજ રૂઢિ અને માન્યતાબદ્ધ હતો. પરંતુ ચરિત્રનાયકના પિતા શ્રી રાઘવજીભાઈ ગાંધી ધર્મપ્રિય અને સમાજસુધારક હતા. એમને સચિત્ત વસ્તુનો આજીવન ત્યાગ હતો. હંમેશા પાણી ઉકાળીને જ વાપરતા. મરણ પાછળ રડવા-કૂટવાનો રિવાજ અયોગ્ય લાગતાં એ રૂઢિને એમણે તિલાંજલિ આપેલી. ધંધો મોતીનો પણ સચ્ચાઈ ભારોભાર. એમનું સમગ્ર જીવન ધર્મમય. આવા સચ્ચરિત્ર રાઘવજીભાઈ ગાંધીને ત્યાં વિ.સં. ૧૯૨૦ના શ્રાવણ વદ આઠમ, ઇ.સ. ૧૮૬૪ના ૨૫મી ઓગસ્ટના રોજ શ્રી વીરચંદ ગાંધીનો જન્મ થયો. એમની માતાનું નામ માનબાઈ હતું. અભ્યાસકાળ વિનોબાજીએ એક વાર પં. સુખલાલજીને પૂછ્યું: ‘તમારા જીવનમાં પરમ આનંદ કયો લાગે છે?' પ્રત્યુત્તરમાં પંડિતજીએ કહ્યું: ‘અધિકારી વિદ્યાર્થીને અધ્યયન કરાવવાનો. અધિકારી અધ્યાપક મળે એ આનંદની વાત છે અધિકારી વિદ્યાર્થી ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82