Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 17
________________ · જ્યોતિર્ધરની જીવન ગાથા કલા, વ્યાપાર આદિ વિવિધ વિષયોને અનુલક્ષી વિચારોનો વિનિમય કરવાનો અને વિભિન્ન રાષ્ટ્રોને એકત્ર કરી વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોનો સમાવેશ થતો હતો. પૂ. આત્મારામજી (પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિ) મહારાજને ઇ.સ. ૧૮૯૨માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. પૂ. આત્મારામજી મહારાજની સમાજ અને ધર્મની સેવા ઉપરાંત વિશિષ્ટ વિદ્વત્તાની ખ્યાતિ અમેરિકા અને યુરોપમાં પ્રસરી હતી. તેમને આમંત્રણ આપવા માટેની આ ભૂમિકા હતી. પાછળથી પ્રગટ થયેલ વિશ્વધર્મ પરિષદનો અહેવાલ આ બાબતને સમર્થન આપતાં લખે છે કે, “અન્ય કોઈ વ્યક્તિએ મુનિશ્રી આત્મારામજીની માફક હૃદયથી જૈન સમાજના કલ્યાણ અને હિતમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું નથી. તેઓ સચ્ચરિત્ર મહાપુરુષોમાંના એક છે કે જેણે દીક્ષા લીધી ત્યારથી દેહોત્સર્ગ સુધી ઉચ્ચ ‘મિશન’ માટે કામ કર્યું હોય. તેઓ જૈન સમાજના અગ્રગણ્ય મહાન આચાર્ય છે અને પૂર્વના વિદ્વાનો તેમને જૈન ધર્મ અને સાહિત્યના અધિકારી સમજે છે.” જૈન ધર્મની પ્રણાલિકાનુસાર વિદેશની મુસાફરી એમને બાધક હતી. એટલે હાજરી નહીં આપી શકવા માટે એમણે દિલગીરી દર્શાવી. પરંતુ પરિષદના સંચાલકોએ તેમને જૈન ધર્મ વિષે મહત્ત્વપૂર્ણ મહાનિબંધ તૈયાર કરવાનો વિકલ્પ સૂચવ્યો, જેથી પરિષદમાં હાજર રહેલા પ્રતિનિધિઓને એના વાચન દ્વારા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ખ્યાલ આવે. પરિણામે ‘ચિકાગો પ્રશ્નોત્તર’ પુસ્તક તૈયાર થયું. પરિષદના સંચાલકો જૈન ધર્મના તત્ત્વજ્ઞાનથી એટલા બધા પ્રભાવિત થયા કે આ પરિષદમાં જૈન પ્રતિનિધિ હાજર ન રહે એ એમને ન રુચ્યું. એટલે પૂ. આત્મારામજી મહારાજને વિશેષ પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. આ આગ્રહને પરિણામે શ્રી વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. ચિકાગો જતાં પહેલાં તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસે છ માસ રહી જૈન ધર્મના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું. પૂ. આત્મારામજી મહારાજે એમને સ્વદેશી પહેરવેશ રાખવાની તેમજ રોજિંદા Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82