________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા - મળે એ અધ્યાપકને માટે પણ એટલી જ આનંદદાયક ઘટના છે. એના મૂળમાં જ્ઞાનપિપાસા રહેલી હોય છે. વીરચંદભાઈની તીવ્ર યાદશક્તિ અને અદભુત જ્ઞાનપિપાસા પ્રાથમિક શાળાનાં વર્ષો સફળતાપૂર્વક પાર કરવામાં કારણભૂત હતાં. વ્યાવહારિક શિક્ષણ માટે જેમ શાળામાં જતા તેમ ધાર્મિક અભ્યાસ માટે પાઠશાળામાં તેઓ નિયમિત જતા. ઉપરાંત, વ્યાખ્યાન શ્રવણ નિમિત્તે ઉપાશ્રયમાં પણ જતા. એ સમયે પ્રાથમિક શિક્ષણ પર્યાપ્ત ગણાતું. એ વખતે મહુવામાં પ્રાથમિક શાળા હતી, એટલે વિદ્યાર્થીનો અભ્યાસ અહીં પૂરો થયેલો ગણાતો. પરંતુ ગામ અને સમયની આ મર્યાદા એમના પિતા રાઘવજીભાઈને મંજુર ન હતી. એમણે પરિવર્તન પામી રહેલા સમયનો તાગ મેળવી લીધો હતો અને આધુનિક શિક્ષણની આવશ્યકતા પણ પિછાની લીધી હતી.
એટલે પોતાના પુત્રના માધ્યમિક શાળાના અભ્યાસ માટે તેઓ સહફુટુંબ ભાવનગર આવ્યા. અભ્યાસમાં મશગૂલ વીરચંદભાઈએ માધ્યમિક કેળવણી જોત જોતામાં પૂરી કરી, એટલું જ નહિ પરંતુ ૧૮૮૦માં ૧૬ વર્ષની ઉંમરે મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવ્યા અને સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. અભ્યાસની સાથે એમણે અન્ય પ્રવૃત્તિઓમાં અને જીવનોપયોગી પુસ્તકોના વાચનમાં રસ કેળવેલો, જે એમના વિકાસમાં આગળ જતાં પોષક બન્યો.
જૈન સમાજના પ્રથમ સ્નાતક શ્રી વીરચંદભાઈનો અંગ્રેજી ભાષા પર સારો કાબૂ હતો. એમનો અભ્યાસમાં રસ, એકાગ્રતા અને બુદ્ધિપ્રધાનતાના ગુણો પારખીને એમને ઉચ્ચ કેળવણી આપવામાં એમના પિતાશ્રીએ જરા પણ કચાશ ન રાખી. ભાવનગરમાં કૉલેજ ન હતી એટલે તેઓ સહકુટુંબ મુંબઈ આવી વસ્યા. પોતાની જાત-દેખરેખ હેઠળ મુંબઈની ઍલફિન્સ્ટન કૉલેજમાં એમનું શિક્ષણ શરૂ થયું. કર્મશીલ યુવાન વીરચંદે પોતાના પિતાના સંસ્કારને છાજે એવું પોતાના જીવનનું ઘડતર કર્યું. ઇ.સ. ૧૮૮૪માં માત્ર વીસ વર્ષની વયે તે બી.એ. (ઓનર્સ) થયા અને જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું માન મેળવ્યું.
-
૧૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org