________________
જ્યોતિર્ધરની જીવન ગાથા
જીવનમાં બીજી કશી જ શિથિલતા ન આવવા દેવાની આજ્ઞા આપી. રસોઈ માટે સાથે વિશ્વવિખ્યાત જાદુગર મહુવાના વતની પ્રો. નથુ મંછાચંદને લીધા અને સ્ટીમર “આસામ” મારફતે રવાના થયા. સ્ટીમરમાં અલગ રસોઈ કરવા દેવાની પરવાનગી આપવાની અરજી સહિત શ્રી વીરચંદ ગાંધીએ ચિકાગોથી તા. ૨૯/૧/૧૮૯૪ના લખેલ પત્રની નકલ માટે પરિશિષ્ટ-૩ જુઓ.
જૈન ધર્મના પ્રતિનિધિ
ત્રણ હજારથીયે વધુ પ્રતિનિધિઓ જે પરિષદમાં હાજર રહ્યા હોય એ પરિષદમાં પોતાના ધર્મનું પ્રતિનિધિત્વ કોઈ પણ એક વ્યક્તિને આપતા કોઈ પણ સમાજ એ વ્યક્તિની વિદ્વત્તા, એનું વાક્ચાતુર્ય, તુલનાત્મક અધ્યયનશક્તિ અને વિશાળતા આદિ ગુણોને ધ્યાનમાં લઈને પસંદગી કરે એ સ્વાભાવિક છે. શ્રી વીરચંદભાઈની પસંદગી પૂ. આત્મારામજી મહારાજે આ ભૂમિકા પર કરી હતી. આવી વ્યક્તિ સફળ થાય એમાં નવાઈ નહીં..પરંતુ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત માટે એ સમયની જે મુશ્કેલી હતી અને તેઓ જે રીતે સફળ થયા, એમાં એમની ખરી મહત્તા છે.
ભારતીય દર્શનની ત્રણ શાખાઓ - હિન્દુ, જૈન અને બૌદ્ધ દર્શન. એના મૂળ ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત પાલી કે અર્ધમાગધીમાં રચાયેલા છે. આ ધર્મથી અપરિચિત વ્યક્તિએ અભ્યાસ માટે સૌથી પહેલાં એની પરિભાષા (Technical Words) સમજી લેવી જોઈએ. ભારતીય દર્શનનું તત્ત્વજ્ઞાન, એની વિષયની છણાવટ અને સમજાવટ આ રીતે નવી વ્યક્તિને નવા સમૂહને આપવી બહુ કઠિન છે. એમાંય જ્યારે જૈન દર્શનની છણાવટ દરેક વિષયને સ્પર્શે છે માત્ર ઉપરછલ્લો સ્પર્શ નહીં – સૂક્ષ્માતિસૂક્ષ્મ તલસ્પર્શી એનું અધ્યયન હોય ત્યારે એ તત્ત્વજ્ઞાન સમજી, એનું હાર્દ પચાવી, પરિષદના વિદ્વાનો સમક્ષ બહુ જ ટૂંકા સમયમાં સમસ્ત રજૂઆત કરવી - એટલું જ નહિ પરંતુ હૃદય સોંસરવું ઊતરી જાય અને જૈન ધર્મ વિષે જિજ્ઞાસાનું વાતાવરણ ખડું થાય એ રીતે સમજાવવું એવી ગાગરમાં સાગર સમાવી દેવાની શક્તિ તો શ્રી
-
Jain Education International
૧૭
wwww
For Private & Personal Use Only
www.jainelibrary.org