Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા : તા. ૪, ૫ અને ૬ જુલાઈ, ૨૦૦૧ના રોજ શિકાગોમાં મળી રહ્યું છે. ત્યારે જૈના' (ત્રમાસિક)નો વિશેષાંક અને વીરચંદ ગાંધીના મેં લખેલા જીવનચરિત્રનું પુનઃ પ્રકાશન કરવાની દરખાસ્ત લઈને મારા ઘેર આવ્યા ત્યારે મેં એમને એ જીવનચરિત્રની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવાનું સૂચવ્યું. એટલા માટે કે શ્રી વીરચંદ ગાંધીને ભારતમાં તા. ૨૦ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ પ્રેમચંદ રાયચંદના પ્રમુખ સ્થાને શ્રી માંગરોળ જૈન સંગીત મંડળીના ઉપક્રમે યોજાયેલ અભિવાદન સમારંભમાં આપવામાં આવેલ સન્માન પત્ર અને તા. ૨૩ સપ્ટેમ્બર ૧૮૯૯ ના રોજ જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખ પદે યોજાયેલ સમારંભમાં અપાયેલ સન્માન-પત્ર, જાણીતા નાટ્યવિદ શ્રી ડાહ્યાભાઈ ઘોળશાજી અને શ્રી વીરચંદ ગાંધીના મિત્રોએ રચેલ તેમના વિશેના પ્રશસ્તિ કાવ્યો તેમજ વીરચંદ ગાંધીએ ચિકાગોથી તા. ૨૯ જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ લખેલ પત્ર મને જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના એ વખતના મુખપત્ર ‘કોન્ફરન્સ હેરલ્ડ'ના ઈ.સ. ૧૯૧૪ના દીપોત્સવી અંક અને જૈન યુગ'ના વિ.સં. ૧૯૮૨ના ચૈત્ર માસ (ઈ.સ. ૧૯૨૬)ના અંકમાંથી મળ્યાં ઉપરાંત અમેરિકામાં એમના યોજાયેલ વ્યાખ્યાનોના સવિગત-સતસવીર પ્રચારનું મોટી સાઈઝનું પોસ્ટર મળી આવ્યું તેમજ એમના વિદેશી અનુયાયીઓ અને ભારતમાંથી જુદાં જુદાં ધર્મોના ગયેલા પાંચ પ્રતિનિધિઓની સમૂહ તસવીરો મળી. તે આ સંવર્ધિત આવૃત્તિમાં પરિશિષ્ટ રૂપે કે અન્યત્ર આમેજ કરવાનું મેં સૂચવ્યું તે મુજબ જ્યોતિર્ધરની જીવનગાથાનું માત્ર પુનઃ પ્રકાશન કરવાને બદલે એની સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવે છે ત્યારે પ્રકાશક સંસ્થાઓ અને પ્રકાશન કાર્યમાં ઉપયોગી થનાર મિત્રો-ખાસ કરીને ડૉ. કાંતિલાલ બી. શાહ, અમદાવાદ અને એક વખતના મારા સહાધ્યાયી અને સર્જક મિત્ર શ્રી ગુણવંત બરવાળિયા માનદ સંયોજક-શ્રી પ્રાણગુરુ જૈન રીસર્ચ સેન્ટર મુંબઈનો આ તકે આભાર માનું છું. * તા. ૧૮મી માર્ચ, ૨૦૦૧ – પન્નાલાલ ર. શાહ ૩૯૪-સી/૫, ગુપ્તા બિલ્ડીંગ, બીજે માળે, માટુંગા, મુંબઈ-૧૯. ફોનઃ (૦૨૨) ૪૦૧ ૬૪૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82