Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi Author(s): Pannalal R Shah Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા ‘જ્યોતિર્ધરની જીવનગાથા' પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવાની દરખાસ્ત કરી. શ્રી પન્નાલાલ ર. શાહે શ્રી વીરચંદ ગાંધી વિષે નવી ઉપલબ્ધ થઈ રહેલી માહિતી તેમાં આમે જ કરી સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવાનું સૂચન કર્યું અને તે અંગેનું બીડું ઝડપ્યું. તે મુજબ ઈ.સ. ૧૮૯૪માં ચિકાગોથી વીારચંદ ગાંધીએ લખેલ પત્રની નકલ, ૧૮૯૬માં પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી વીરચંદ ગાંધીને અપાયેલ માનપત્ર ઈ.સ. ૧૮૯૯માં જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને તેમને અપાયેલ માનપત્ર શ્રી દેશીનાટક સમાજના સ્થાપક અને નાટય મહર્ષિ શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી અને અન્ય મિત્રોએ રચેલ શ્રી વીરચંદ ગાંધી વિષેના પ્રશસ્તિ કાવ્યો અને અનેક ફોટોગ્રાફસ સંશોધિત કરી મેળવ્યા અને તે આ પુસ્તકમાં આમેજ કરવામાં આવ્યા છે. તેમનો ત્યા મહાવીર જૈન વિદ્યાલયમાં સચવાઈ રહેલા ચંદ્રકો અને મેડલ્સના ફોટોગ્રાફ લેવાની સંમતિ આપવા બદલ વિદ્યાલયના સંચાલકોનો આભાર માનીએ છીએ. વી.આર.જી. સ્કોલરશિપ ફંડ જૈનાના શ્રી પ્રવિણભાઈ સી. શાહ અને કમિટિના તમામ સભ્યોના આભારી છીએ. દાતા શ્રી કિશોરભાઈ મહેતા (ન્યુયોર્ક)ના ઋણી છીએ. સેંટરની વિવિધ પ્રવૃત્તિમાં આર્થિક અનુદાન આપનાર દાનવીરો તથા દેરાસરો અને ઉપાશ્રયોના જ્ઞાનખાતામાંથી સેંટરને અનુદાન આપનાર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓનો આ તકે આભાર માનીએ છીએ. પતંગિયુ જેમ એક ફૂલ પર બેસી ઉડીને બીજા ફૂલ પર જઈ પરાગરજનું આદાન પ્રદાન કરી ઉપવનને સમૃદ્ધ કરે છે તેવી જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમણ સંસ્કૃતિના સંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ અર્પણ કરું છું. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના સ્વર્ગારોહણની શતાબ્દી વર્ષમાં આ પુસ્તક પ્રગટ થાય છે તે આનંદદાયક ઘટના છે. આશા છે કે આ કેન્દ્રના ઉત્તરોત્તર વિકાસમાં સમાજનો સહયોગ મળી રહેશે. મુંબઈ ૨-૫-૨૦૦૧ ભગવાન મહાવીર કૈવલ્યકલ્યાણક Jain Education International ૭ For Private & Personal Use Only ગુણવંત બરવાળિયા માનદ સંયોજક www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82