Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi Author(s): Pannalal R Shah Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ . જ્યોતિર્ધરની જીવન ગાથા શ્રમણ સંસ્કૃતિના સંવર્ધકને ભાવાંજલિ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફીલોસોફીકલ એન્ટ લીટરરી રીસર્ચ સેન્ટરના ઉપક્રમે ‘જ્યોતિર્ધરની જીવનગાથા’નું પ્રકાશન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુની જન્મશતાબ્દી સમિતિએ જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે સમુચ્ચિત નિધિમાંથી ઉજવણીબાદ સિલક રહેતી માતબર રકમની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટને, સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન લિટરરી એન્ડ ફીલોસોફીકલ રિસર્ચ સેંટરની સ્થાપના કરવા માટે સોંપી અને તેનો સ્વીકાર થયો એટલે આ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું તેના ઉદ્દેશ હેતુ પ્રવૃત્તિઓની વિગતો આ પુસ્તકમાં આપી છે તે જિજ્ઞાસુ વાચકોને જોઈ જવા વિનંતી. ‘માનવમિત્ર' ટ્રસ્ટના શ્રી પ્રવિણચંદ્ર ગંભીરચંદ શાહે આ કેન્દ્રની પ્રવૃત્તિમાં રસ લઈ, કેન્દ્ર દ્વારા હાથ ધરાનારી પ્રવૃત્તિઓમાંથી કાયમી ધોરણે પ્રકાશનની યોજના માટે રૂ।. એકલાખ પચ્ચીસ હજારનું દાન આપ્યું એમના પૂજ્ય માતુશ્રી કમળાબેનના નામ પરથી આ શ્રેણીને ‘કમલ પ્રકાશન શ્રેણી’નું નામ આપવાનું નક્કી થયું. આ દાન અમારા કેન્દ્રને મળે તે માટે પ્રેરણા આપનાર શ્રી પન્નાલાલ ર. શાહ અને ‘માનવ મિત્ર'ના ટ્રસ્ટીઓ શ્રી ભાઈલાલભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી કનુભાઈ તથા સમગ્ર શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પરિવારના અમે આભારી છીએ. સેન્ટર દ્વારા ગત વર્ષે અમદાવાદમાં યોજાયેલ જૈન વિદ્વાનોના સંમેલનની ફલશ્રુતિ રૂપે મધ્યકાલીન ગુર્જર જૈન સાહિત્યના સંશોધનની યોજના અંતર્ગત સેંટર દ્વારા પૂર્વાચાર્ય સોમસુંદરસુરિ કૃત બાલાવબોધ ઉપદેશમાલાના ગ્રંથનું સંશોધન સંપાદન પ્રકાશનનું કાર્ય હાથ ધરાયું છે. ઉપરાંત પ્રાચીન મધ્યકાલીન જૈન કથાનકોના સંશોધન સંપાદન, પ્રકાશનનું કાર્ય તથા ઉત્તમ કૃતિઓ અલગ અલગ વેબસાઈટ પર મૂકવાનું કાર્ય ચાલું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રી પ્રવિણચંદ્ર સી. શાહ (ન્યુયોર્ક) ચેરપર્સન વીરચંદ રાઘવજી ગાંધી સ્કોલરશીપ ફંડ (જૈના) ને મળવાનું થયું. તેમણે Jain Education International ξ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82