Book Title: Jivan Sandhyae Arunoday Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 8
________________ માંડશે તે ક્ષણ, આપણને સમાધિમરણના ચિંતનની યાત્રા ભણી. લઇ જનારી હશે. આપણું ખુદનું ઘર, આપણા પડોશીઓ, સમાજ સોસાયટીના (કહેવાતા સભ્ય ?) સભ્યો જો સ્વચ્છતા રાખે તો સૂક્ષ્મ જીવોની હિંસા નિવારી શકાય માટે જ ગાંધીજી સ્વચ્છતાને અહિંસાના પર્યાય રૂપે જોતા હતા, શાકાહાર અને જીભનો વિવેક કેટલાક જીવોને અભયદાન આપી શકે. ૩. મરણ જીવનનું અમૃત છે. ખરેખર શું મરણ ખરાબ લાગે છે ? એક રીતે વિચારીએ તો મરણ ખરાબ નથી લાગતું. ઘરમાં આપણાં આરામ અને આરોગ્યને ખલેલ પહોંચાડતા શુદ્ર જંતુઓને (પેસ્ટ કંટ્રોલ) દવા છાંટીને આપણે મરણને શરણ કરીએ છીએ. માંસાહારીઓ પશુ-પક્ષી કે પ્રાણીઓને પોતાનું પેટ ભરવા કે જીભના રસને પોષવા સંહાર કરે છે. કોઈક ખૂન કર્યું ન્યાયાધીશે તેને ફાંસીની સજા ફરમાવી. ન્યાયાધીશ, ખૂની અને જલ્લાદ ત્રણે મોતને ઇચ્છનારા; એકે ખૂન કર્યું જેની હત્યા કરી તેનું મરણ આ હત્યારો ઇચ્છતો હતો. સદોષ મનુષ્ય વધ એ નિકાચિત કર્મોનું બંધન છે. ન્યાયાધીશે ખૂનીને ફાંસીની સજા દીધી, જલ્લાદ ખૂનીનું મૃત્યુ ઇચ્છે છે. અહીં સરકારી કાયદો ને કર્તવ્ય અભિપ્રેત છે. પરંતુ ઊંડા ઊતરીને વિચારીએ તો ખૂની, ન્યાયાધીશ અને જલ્લાદ ત્રણે મરણને ચાહે છે. પરંતુ પોતાના નહિ બીજાના મરણને. શ્રીકાંત આપ્ટેનું મૃત્યુ ચિંતન કાંઇક નિરાળું છે. એ કહે છે કે જીવનમાં જ્યારથી આપણને કોઇ પણનું મરણ ખરાબ લાગવા ક્રોધને સ્થાને ક્ષમા, ખૂન-હિંસાને નિવારી શકે પછી જલ્લાદ કે ન્યાયાધીશને ફાંસી દેવી કે ફાંસીનો ચૂકાદો આપવા જેવી કપરી ફરજ બજાવવી નહીં પડે. જિંદગી નદીના પ્રવાહ જેવી છે. જૂનું જળ જાય નવાં આવે, જૂના શ્વાસ જાય નવા આવે - જૂનું જીવન સમાપ્ત થાય નવજીવન આવી રહ્યું છે. મૃત્યુ એટલે સંસારને સદા બહાર તાજો રાખનાર કરુણાનું મહાકાવ્ય. મૃત્યુ એટલે ખોવું, જે ખોશે તે જ પામશે, મંગળવારને ખોયા વિના બુધવાર મળતો નથી. શૈશવ ખોયા વિના તારુણ્ય મળતું નથી. અને તારુણ્ય ખોયા વિના નથી મળતી. યુવાની. કૌમાર્ય ખોયા વિના માતૃત્વ મળતું નથી. પહેલું ધોરણ છોડડ્યા વિના બીજું ધોરણ મળતું નથી. એ વર્ગ એ શિક્ષક અને એ પુસ્તકો છોડવાં પડે. યુવાનીના ભોગે વૃદ્ધત્વ મળે અને જીવનને ભોગે મૃત્યુ. એક આંબાનું વૃક્ષ મારા આંગણામાં ૧૦-૧૫ ડગલાં દૂર છે તેની શીતળ છાયા મારા આંગણામાં પડે છે. મારે કેરી તોડવી હોય તો આમતેમ ભટક્યા વિના આંબાની છાયા પડછાયાને પકડીને ૧૦૧૫ કદમ ચાલું તો વૃક્ષ પાસે પહોંચી જઇ અને કેરી મેળવી શકું. પરંતુ વૃક્ષની છાયા પર મોહિત થઇ આગળ ન જાઉ તો ફળો કઇ -જીવનસંધ્યાએ અરુણોદય, - જીવનસંધ્યાએ અરુણોદય ) ( ૮ પ્રકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68