Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 62
________________ નહીં. વેદનાને સમાધિથી સહન કરજે, આર્તધ્યાન ન થાય નહીં તો દુર્ગતિ થશે.” મહાત્મા બોલ્યા, “સંયમ ! આ દેહ એ તું નથી. તું તો અનંત શક્તિનો માલિક છે. ક્યાંય શરીરમાં તેની વેદનામાં લેપાઈ ન જતો.' આ બાજુ નવકારની ધૂન ચાલુ છે. સંયમ પણ ઉચ્ચારપૂર્વક નવકાર બોલી રહ્યો છે. ધીમે ધીમે સંયમનો સ્વર મંદ પડયો. હવે માત્ર હોઠ ફફડી રહ્યા છે. ધૂન ચાલુ છે. તેની પથારીની સામે રહેલા પરમાત્માની છબીને તેની નજીક લાવ્યા. તેની દૃષ્ટિ ત્યાં સ્થિર થઈ. હોઠો ફફડતા બંધ થયા અને અત્યંત સમાધિપૂર્વક દેવ અને ગુરુના સાંનિધ્યમાં સંયમે સમાધિપૂર્વક પ્રાણને છોડ્યા. ધન્ય છે સમાધિ આપનાર સાચી માને ! ધન્ય છે સમાધિ-દાચક ધર્મનિષ્ઠ પરિવારને ! ધન્ય છે સમાધિમૃત્યુને વરનાર બાળ-સંચમને ! જોઈએ. અને જો ભાવપૂર્વક અર્થ સહિત સંચમ ઈરિયાવહિયામાં લીન બનશે તો કૅન્સર કર્મો પર જ સીધો ઘા વાગશે જેથી વેદના ઘટશે.’ બધા એક અવાજે બોલી ઉઠ્યા, ‘ખૂબ સરસ ! ખૂબ સરસ ! ખૂબ માર્મિક વાત આપે કરી.’ અને વિચારણા મુજબ કાર્યવાહી શરૂ થઈ ગઈ. સંચમ પણ કરાવાતી આરાધનાઓમાં આનંદપૂર્વક રસ લેવા માંડ્યો. વેદના વધતી ચાલી, પણ સંયમનું વેદના તરફનું લક્ષ, આર્તધ્યાન, હાયવોય, રડવું વિગેરે ઘટવા માંડયું. ક્યારેક સ્તુતિ-સ્તવનમાં, ક્યારેક દુષ્કૃત ગર્તામાં, તો ક્યારેક સુકૃત. અનુમોદનામાં તો ક્યારેક ઈરિયાવહિયાના અર્થમાં તો ક્યારેક ઘેર પધારેલા મહાત્માના દર્શન-વંદન તેમના દ્વારા સંભળાવાતી સમાધિદાયક વાતોમાં લીન બનવા માંડ્યો. તેની પ્રસન્નતા રોજ-રોજ વધતી ચાલી. અને એક દિવસ તો તે બોલી ઉઠ્યો કે, “હે મા ! કેટલું સારું થયું કે મને કૅન્સર થયું, કેમકે મને કૅન્સર આવ્યું તો આટલી નાની ઉંમરમાં આટલી જબરદસ્તી આરાધના કરવા મળે છે અને ઘણા બધા પાપો ખપાવી આપનાર વેદના સહન કરવા મળે છે. મમ્મી ! જો હું સાજો હોત તો રમતો હોત, ટી.વી. જોતો હોત, કેટલા પાપો કરતો હોત ? હું માંદો પડ્યો તે ખૂબ સારું થયું. સંયમના ભાવવાહી ખૂબ સમજણપૂર્વક બોલાયેલા આ શબ્દોએ બધાને ભીના કરી દીધા. તેની ઊંડી સમજણે, આટલી ભયંકર વેદનામાં અનુભવાતી સમાધિઓ બધાને આનંદ સહિત આશ્ચર્યચકિત કરી દીધાં. દિવસો વીતતા ગયા, શરીર ઓગળતું ગયું, વેદના વધતી ગઈ અને સંયમની જિંદગીનો છેલ્લો દિવસ આવી ગયો. અરે! છેલ્લી મિનિટ ગણાઈ રહી છે. બધા સાવધાન થઈ ગયા છે, મહાત્મા પણ પધારી ચુક્યા છે. મમ્મી બોલી, ‘બેટા ! પરીક્ષાની ઘડી આવી ચુકી છે. જરાય ડગતો -જીવનસંધ્યાએ અરુણોધ્ય, - જીવનસંધ્યાએ અરુણોદય ,

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68