Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 63
________________ જીવનસંધ્યાએ અરુણોદય આકાશમાં સૂરજ અસ્તાચળે જઈ રહ્યો હોય, સંધ્યા તેના રંગો આ અવની પર પાથરી રહી હોય, વૃક્ષ પરથી પીળું પાન નીચે ખરી પડતું હોય... જાણે આ બધાં જીવનસંધ્યાનાં પ્રતીકો લાગે છે. સંધ્યાનો સમય આપણને પરિવર્તનનો સંદેશ આપે છે. પરિવર્તન એ પ્રકૃતિનો અફર નિયમ છે. સંધ્યા પછી સૂર્ય અસ્ત થાય તો જ શીતળ ચાંદની મળે, પક્ષીઓ આકાશને છોડે તો જ પોતાના માળાં આવી શકે, ગાયો ગૌચરને છોડે તો જ ઘર ભણી આવી પોતાના શિશુને મળી શકે, માનવીઓ પોતાના કામ-ધંધા છોડીને ઘર તરફ પ્રયાણ કરે તો પરિવારને મળી શકે. કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડે. અહીં મિલન માટે વિયોગ અનિવાર્ય છે એ વાત અભિપ્રેત છે. ઇષ્ટના વિયોગનો વિચાર માત્ર દર્દ કે પીડાજનક હોય છે જે માનવીને નિરાશા કે હતાશા તરફ લઈ જાય. સાંજના દૃશ્યમાં થોડી ઉદાસી દેખાઈ, પરંતુ આકાશમાં સંધ્યા ખીલી હોય તે દૃશ્ય આહ્લાદક હોય. એમ જ આપણી જીવનસંધ્યા જો ખીલે તો આપણને એ સંધ્યામાં ઊગતું પ્રભાત અરુણોદય દૃશ્યમાન થાય અને જીવનમાં પ્રસન્નતાના સકૂલિંગો ફૂટે. જન્મ પછીની આપણી અવસ્થા, શૈશવ, તરુણ અવસ્થા, ચૌવન, પ્રૌઢ અવસ્થા અને વયસ્ક અવસ્થા. આ વયસ્ક અવસ્થા એ જીવનસંધ્યાની અવસ્થા છે. સૌપ્રથમ તો આપણે એ વિચારવાનું કે દસ દૃષ્ટાંતે દુર્લભ માનવભવ તો મળ્યો પણ સાથે સાથે આટલું લાંબું આયુષ્ય મળ્યું. વળી જીવનસંધ્યાએ ઉષાની લાલી જેવી પ્રસન્નતાવાળી ક્ષણો જીવનમાં મળે તેવી પ્રેરણા કરવાવાળા સત્પુરુષો અને જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૭ ગુરુભગવંતોનો આપણને યોગ થયો તે આપણા જીવનમાં છે તે આનંદની ઘટના છે. રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. સિનિયર સિટીઝનની શિબિરમાં આપણને અમૂલ્ય ચિંતનપ્રેરક માર્ગદર્શન આપતાં હે છે, ઘડપણ એ બીજું બાળપણ છે, હંમેશાં બાળક નવું ઝંખે બાળક હંમેશાં માનો સહારો લે તેમ ઘડપણ પણ કોઈનો સહારો ઝંખે. ઘડપણ પરમાત્માનો સહારો ઝંખે છે. જેમ પરમાતામાથી વિખૂટા પડવાનો સમય બાળપણ છે તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાનો સમય જીવનસંધ્યાનો સમય છે. જીવનરસને આધારે જીવન જીવાઈ છે અને જીવનરસ સુકાઈ જતાં વ્યક્તિ સુકાઈ જાય છે. જ્યાં સુધી પ્રેમ મળે ત્યાં સુધી જીવનરસ જળવાઈ રહે, પણ જીવનમાં પ્રેમ મળવાનું બંધ થાય ત્યારે જીવનરસ સુકાઈ જાય છે. વ્યક્તિ જીવંત હોવા છતાં મરવા પડયો હોય તેવું લાગે છે. પ્રેમ આપવાથી પ્રેમ મળે છે. જયાં પ્રેમ મળશે ત્યાં બાળક આકર્ષાશે. આપણે બાળક પાસેથી પણ નિર્દોષ પ્રેમ પામી શકીએ. અને પરમાત્મા પાસેથી પ્રેમની અસ્ખલિત ધારા જે વ્યક્તિની ભીતર વિધેયકતા છે, જેના અંતરમાં હકારાત્મક અભિગમ છે એટલે જેનો ઇન્ટરનલ પોઝિટીવ અપ્રોચ છે, જેને કશી ફરિયાદ નથી તે યુવાન છે. ફરિયાદી હોય તે નેગેટિવ હોય, તેનો નકારાત્મક અભિગમ હોય પરિસ્થિતિમાં માથું માર્યા કરે છે તે વૃદ્ધ છે. આવ્યા... બધું પીરસાણું... જમવાના ટેબલ પર બોલાવ્યા રોટલી આપવામાં વાર લાગી. અણગમો ઉત્પન્ન થાય, વિચાર આવે કે જોતો કેવા થાળી પર બેસાડી રાખે છે. આ છે નરાકાત્મક અભિગમ. પણ... ના મારે માટે બે ગરમ રોટલી કદાચ રાખી હોય એટલે જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૮

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68